Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 7:9 - પવિત્ર બાઇબલ C.L.

9 તેમણે હામાનનું મુખ ઢાંકી દીધું. તેમનામાંના એકે એટલે હાર્બોનાએ કહ્યું, “રાજાનો જીવ બચાવનાર મોર્દખાય માટે હામાને પોતાને ઘેર પચીસ મીટર ઊંચી એવી ફાંસી બનાવી છે.” રાજાએ આજ્ઞા આપી, “તેના પર હામાનને જ લટકાવી દો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 જે ખોજાઓ રાજાની હજૂરમાં તે વખતે ઊભા હતા તેઓમાંના એકે, એટલે હાર્બોનાએ કહ્યું, “મોર્દખાય, જેણે રાજાની ઉત્તમ સેવા બજાવી છે, તેને જ માટે પચાસ હાથ ઊંચી ફાંસી હામાને તૈયાર કરાવી છે. તે તેના ઘરમાં ઊભી કરેલી છે, ” રાજાએ કહ્યું, “તે ઉપર તેને ફાંસી આપો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જે ખોજાઓ રાજાની હજૂરમાં તે વખતે હાજર હતા, તેઓમાંના એક, જેનું નામ હાર્બોના હતું તેને રાજાએ કહ્યું કે, “મોર્દખાય જેણે રાજાની ઉત્તમ સેવા બજાવી છે તેને જ માટે પચાસ હાથ ઊંચી ફાંસી હામાને તૈયાર કરાવી છે. તે તેના ઘરમાં ઊભી કરેલી છે. “હામાનને તેના પર ફાંસી આપો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 જે ખોજાઓ રાજાની સન્મુખ તે વખતે હાજર હતા તેઓમાંના એક, જેનું નામ હાબોર્નાહ હતું તેણે કહ્યું કે, મોર્દૃખાય, જેણે કાવત્રાની માહિતી આપીને રાજાની મદદ કરી હતી, તેને લટકાવવા માટે હામાને પોતાના ઘરની પાસે પંચોતેર ફુટનો ફાંસીનો માંચડો કરાવ્યો છે. રાજાએ કહ્યું, “હામાનને તેના પર ફાંસી આપો.”

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 7:9
20 Iomraidhean Croise  

યેહૂએ ઊંચે જોઈ બૂમ પાડી, “મારા પક્ષે કોણ કોણ છે?” મહેલના બે ત્રણ અધિકારીઓએ બારીમાંથી તેની સામે જોયું,


મિજબાનીનો સાતમો દિવસ હતો. રાજા પીને મસ્ત બન્યો હતો ત્યારે તેણે રાણીગૃહના સાત અંગરક્ષકોને બોલાવ્યા. તેમનાં નામ આ પ્રમાણે હતા: મહુમાન, બીઝથા, હાર્બોના, બિગ્થા, અબાગ્થા, ઝેથાર અને ર્ક્ક્સ.


આથી તેની પત્ની અને તેના મિત્રોએ તેને કહ્યું, “પચીસ મીટર ઊંચી એવી એક ફાંસી તૈયાર કરાવો. સવારે રાજાને કહો કે મોર્દખાયને તે પર ફાંસીએ લટકાવી દે. પછી તમે અને રાજા ભોજનને માટે જજો.” હામાનને એ વાત પસંદ પડી, તેણે ફાંસી તૈયાર કરાવી દીધી.


તેઓ વાત કરતાં હતાં એવામાં જ રાજાના રાણીગૃહના અધિકારીઓ આવ્યા અને એસ્તેરે યોજેલા ભોજનસમારંભમાં હામાનને ઉતાવળે લઈ ગયા.


રાજમહેલના બે અંગરક્ષકો બિગ્થા અને તેરેશે અહાશ્વેરોશ રાજાને ખતમ કરી નાખવાનો પ્રપંચ કર્યો હતો પણ મોર્દખાયે તેની બાતમી આપી દેતાં રાજાનો જીવ બચી ગયો હતો એ વિષે તેમણે વાંચ્યું.


અહાશ્વેરોશ રાજાએ એસ્તેર રાણી તથા યહૂદી મોર્દખાયને જવાબ આપ્યો, “યહૂદીઓ વિરુદ્ધના પ્રપંચ માટે મેં હામાનને ફાંસીએ લટકાવી દીધો છે.


રાજાએ તે પ્રમાણે કરવા આદેશ આપ્યો, અને સૂસામાં તેની જાહેરાત કરવામાં આવી. હામાનના દસેય પુત્રોનાં શબ જાહેરમાં ફાંસીએ લટકાવવામાં આવ્યાં.


પણ એસ્તેર રાજા પાસે ગઈ અને રાજાએ લેખિત હુકમ બહાર પાડયો. જેને પરિણામે હામાને યહૂદીઓના જેવા હાલહવાલ કરવા યોજના ઘડી હતી તેવા તેના પોતાના થયા. તેને અને તેના પુત્રોને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા.


દુષ્ટો પોતાની જ જાળમાં સપડાઈ જાઓ, અને તે દરમ્યાન હું જાતે બચી જાઉં.


તેમના પર ઓચિંતો વિનાશ આવી પડો, અને તેમણે સંતાડેલી જાળમાં તેઓ જાતે જ સપડાઈ જાઓ; તેમાં પડીને તેમની પાયમાલી થાઓ!


તેઓ ક્ષણમાં જ પાયમાલીનો ભોગ બને છે અને આતંકો દ્વારા ઘસડી જવાય છે.


પછી રાજાએ દાનિયેલ પર આરોપ મૂકનાર સૌની ધરપકડ કરવાનો હુકમ કર્યો અને તેમને તેમની પત્નીઓ અને બાળકો સહિત સિંહોની ગુફામાં નંખાવ્યાં. તેઓ ગુફાના તળિયે પહોંચે તે પહેલાં જ સિંહોએ તરાપ મારીને તેમના હાડકાંના ચૂરેચૂરા કરી નાખ્યા.


આપના રાજયના અમે વહીવટદારોએ એટલે મુખ્ય અધિકારીઓ, રાજ્યપાલો નાયબરાજ્યપાલો અને અન્ય સર્વ અધિકારીઓએ નક્કી કર્યું છે કે આપ એક ફરમાન બહાર પાડો, અને તેનું કડક રીતે પાલન કરાવો. આપ એવો વટહુકમ બહાર પાડો કે ત્રીસ દિવસ સુધી કોઈપણ વ્યક્તિ આપના સિવાય કોઈ દેવ કે માણસને અરજ ગુજારી શકે નહિ. એ હુકમનો જે કોઈ ભંગ કરે તેને સિંહોની ગુફામાં નાખી દેવામાં આવે.


તે દોડીને તેની ઉપર ઊભો રહ્યો, ગોલ્યાથની તલવાર મ્યાનમાંથી ખેંચી કાઢી અને તેનું માથું કાપી નાખીને તેને મારી નાખ્યો. પોતાનો અગ્રેસર યોદ્ધો મરાયો છે એ જોઈને પલિસ્તીઓ ભાગ્યા.


Lean sinn:

Sanasan


Sanasan