Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 7:7 - પવિત્ર બાઇબલ C.L.

7 એ સાંભળીને હામાન રાજારાણીથી ખૂબ ગભરાઈ ગયો. રાજા ગુસ્સામાં ને ગુસ્સામાં મદિરાપાન મૂકી દઈને મહેલના બગીચામાં ચાલ્યો ગયો. હામાન સમજી ગયો કે રાજાએ તેને ખતમ કરી નાખવાનો નિર્ધાર કરી નાખ્યો છે. તેથી તે એસ્તેર પાસે પોતાનો જીવ બચાવવાની વિનંતી કરવા રોક્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 રાજા પોતાના ક્રોધમાં મદ્યપાન છોડીને મહેલના બાગમાં ગયો; હામાન પોતાનો જીવ બચાવવાને માટે એસ્તેર રાણીને વિનંતી કરવાને ઊભો થયો; કેમ કે તે સમજી ગયો કે, “મારી પાયમાલી કરવાનો રાજાએ નિશ્ચય કર્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 રાજા પોતાના ક્રોધમાં મદ્યપાન છોડીને રાજમહેલના બગીચામાં ગયો. હામાન પોતાનો જીવ બચાવવા એસ્તેર રાણીને વિનંતી કરવા ઊભો રહ્યો. કેમ કે તે સમજી ગયો હતો કે મારી પાયમાલી કરવાનો રાજાએ નિશ્ચય કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 રાજા તો ગુસ્સામાં ઉજાણી છોડીને રાજમહેલમાં બગીચામાં ચાલ્યો ગયો. હામાન સમજી ગયો કે રાજાએ તેને મારવાનું નક્કી કરી લીધું હતું. તેથી તે રાણી એસ્તેર પાસે જીવનની માફી માંગવા ગયો.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 7:7
14 Iomraidhean Croise  

જ્યારે રાણીગૃહના અધિકારીઓએ વાશ્તી રાણીને રાજાના હુકમની વાત કરી ત્યારે તેણે ત્યાં જવાનો ઈનકાર કર્યો. આથી રાજા ક્રોધથી રાતોપીળો થઈ ગયો.


તે પછી રાજાએ સૂસા નગરના ગરીબ-તવંગર સૌને મિજબાની આપી. રાજમહેલના બગીચાના ચોકમાં એની વ્યવસ્થા કરવામાં આવી હતી. એક સપ્તાહ સુધી એ કાર્યક્રમ ચાલ્યો.


આમ, મોર્દખાય માટે તૈયાર કરવામાં આવેલી ફાંસી પર હામાનને લટકાવી દેવામાં આવ્યો. ત્યારબાદ રાજાનો ગુસ્સો શમી ગયો.


દુષ્ટ નેકજનની આબાદી જોઈને ચીડાશે; તે રોષથી દાંત પીસશે અને સૂક્તો જશે, એમ દુષ્ટોની ધારણાઓ નિષ્ફળ જશે.


દુર્જનોને સજ્જનોના ચરણે ઝૂકવું પડે છે, અને દુષ્ટોને નેકજનોના દરવાજે થોભવું પડે છે.


કાર્યદક્ષ અધિકારીઓ પર રાજાની મહેર રહે છે, પણ કાર્યમાં નિષ્ફળ નીવડનાર અધિકારીઓને તે શિક્ષા કરે છે.


રાજાનો ક્રોધ મૃત્યુના સંદેશક સમાન છે, પણ જ્ઞાની તેને શાંત પાડી શકે છે.


રાજાનો ક્રોધ સિંહની ગર્જના સમાન છે, પણ તેની કૃપા ઘાસ પરના ઝાકળ સમી તાજગીભરી છે.


તારા પર અત્યાચાર કરનારા જ તારી આગળ પ્રણામ કરશે. એકવાર તારો તુચ્છકાર કરનાર સૌ કોઈ તારે પગે પડશે. તેઓ તને ‘યાહવેની નગરી,’ ‘ઇઝરાયલના પવિત્ર ઈશ્વરની નગરી સિયોન’ તરીકે ઓળખશે.


ત્યારે નબૂખાદનેસ્સારને રોમેરોમ ગુસ્સો વ્યાપી ગયો અને શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો પરના ક્રોધથી તેનો ચહેરો લાલચોળ બની ગયો. તેણે ભઠ્ઠીને હમેશ કરતાં સાત ગણી વધારે તપાવવાનો હુકમ કર્યો.


સાંભળ, પેલા શેતાનના સાગરીતો, એટલે, પેલા જૂઠાઓ પોતાને યહૂદી કહેવડાવે છે, પણ તેવા નથી, તેમને હું તારે ચરણે નમાવીશ ત્યારે તેઓ જાણશે કે હું તારા પર પ્રેમ રાખું છું.


જો તે કહે કે ‘સારું’ તો હું સલામત હોઈશ. પણ જો તે ગુસ્સે થઈ જાય તો જાણજે કે તેમણે મને ખતમ કરી નાખવાનો નિર્ણય કર્યો છે.


યોનાથાને જવાબ આપ્યો, “એવો વિચાર પણ ન કરીશ. મારા પિતાએ તને ઇજા પહોંચાડવાનો નિર્ણય કર્યો છે એની મને ખબર પડે તો હું તને ન કહું?”


હવે વિચાર કરીને શું કરવું તેનો નિર્ણય કરો; નહિ તો આપણા શેઠની અને તેના આખા કુટુંબની ખાનાખરાબી થઈ જશે. તે એવા ખરાબ સ્વભાવના છે કે કોઈનું સાંભળતા નથી.”


Lean sinn:

Sanasan


Sanasan