Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 7:6 - પવિત્ર બાઇબલ C.L.

6 એસ્તેરે જવાબ આપ્યો, “એ તો અમારો વિરોધી, અમારો શત્રુ, આ દુષ્ટ હામાન છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 એસ્તરે કહ્યું, “એ વેરી તથા શત્રુ તો આ દુષ્ટ હામાન જ છે.” [તે સાંભળીને] રાજા તથા રાણીની આગળ હામાન ગભરાયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 એસ્તેરે કહ્યું, “તે વેરી તથા વિરોધી તો આ દુષ્ટ હામાન જ છે” આ સાંભળીને રાજા અને રાણીની સામે હામાન ગભરાયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 એસ્તેરે જવાબ આપ્યો, “આ દુષ્ટ હામાન અમારો શત્રુ છે,” આ સાંભળીને હામાન રાજા અને રાણીની સામે ડરવા લાગ્યો.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 7:6
18 Iomraidhean Croise  

આસપાસના દેશોના અમારા દુશ્મનોએ એ સાંભળ્યું ત્યારે તેઓ ભોંઠા પડી ગયા અને તેમને ખબર પડી કે ઈશ્વરની મદદથી જ આ કામ થયું છે.


તેથી રાજાએ પોતાની વીંટી કાઢીને યહૂદીઓના દુશ્મન અગાગના વંશજ હામ્મદાથાના પુત્ર હામાનને આપી.


અહાશ્વેરોશ રાજાએ એસ્તેર રાણીને પૂછયું, “એવું કરવાની હિંમત કરનાર કોણ છે? તે ક્યાં છે?”


તે જ દિવસે અહાશ્વેરોશ રાજાએ યહૂદીઓના દુશ્મન હામાનની માલમિલક્ત એસ્તેરને સોંપી. એસ્તેરે રાજાને જણાવ્યું કે મોર્દખાય તેના સગામાં છે. આથી મોર્દખાયને રાજાની રૂબરૂમાં લાવવામાં આવ્યો.


જ્યારે દુર્જનો એટલે મારા વેરીઓ તથા શત્રુઓએ મને ખતમ કરવા મારા પર હિંસક હુમલો કર્યો, ત્યારે તેઓ ઠોકર ખાઈને ગબડી પડયા.


રાજાનો ક્રોધ મૃત્યુના સંદેશક સમાન છે, પણ જ્ઞાની તેને શાંત પાડી શકે છે.


જો તું કોઈ રાજ્યમાં ગરીબો પર જુલમ થતો જુએ અને તેમના ન્યાય અને હક્ક ઊંધા વળાતા જુએ તો તેથી તું આશ્ર્વર્ય પામીશ નહિ; કારણ, ત્યાં દરેક અધિકારીને તેના ઉપરી અધિકારીનું રક્ષણ હોય છે અને તે બન્‍નેને તેમના સૌથી મોટા અધિકારીનું રક્ષણ હોય છે.


મારું મન આઘાત પામ્યું છે અને હું ભયથી ધ્રૂજી ઊઠયો છું. મેં સંયાના સારા સમયની અપેક્ષા રાખેલી, પણ એ ય મારે માટે ભયંકર થઈ પડી છે.


પછી એ દુષ્ટ પ્રગટ થશે અને પ્રભુ ઈસુ ફૂંકથી તેને મારી નાખશે અને તેમના આગમનના મહિમાવંત સામર્થ્યથી તેનો નાશ કરશે.


પેલી જૂની કહેવત તો તમે જાણો છો: ‘ભૂંડા માણસો જ ભૂંડું કરે છે.’ પણ હું તમને નુકશાન પહોંચાડવાનો નથી.


Lean sinn:

Sanasan


Sanasan