4 રાજાએ પૂછયું, “મહેલના પ્રાંગણમાં કોઈ અધિકારી હાજર છે?” તે વખતે જ હામાન રાજમહેલના પ્રાંગણમાં આવ્યો. તે રાજાને મોર્દખાયને ફાંસી આપી દેવાનું કહેવા આવ્યો હતો.
4 રાજાએ પૂછ્યું, “આંગણામાં કોણ છે?” હવે જે ફાંસી હામાને મોર્દખાયને માટે તૈયાર કરાવી હતી તે પર એને ફાંસી આપવાનું રાજાને કહેવા માટે તે રાજમહેલના બહારના આંગણામાં આવ્યો હતો.
4 તેથી રાજાએ પૂછ્યું, “આંગણામાં કોણ છે?” હવે જે ફાંસી હામાને મોર્દખાયને માટે તૈયાર કરાવી હતી તે પર એને ફાંસી આપવાનું રાજાને કહેવા માટે તે રાજમહેલના બહારના આંગણામાં આવ્યો હતો.
4 તેથી રાજાએ પૂછયું, “ત્યાં પ્રાંગણમાં કોણ છે?” હવે બન્યું એવું કે એ જ ક્ષણે હામાન મોર્દખાયને ફાંસીએ ચઢાવવાનું રાજાને પૂછવાં રાજમહેલના બહારના પ્રાંગણમાં દાખલ થયો હતો,
“જો કોઈ પુરુષ કે સ્ત્રી રાજાના બોલાવ્યા વગર અંદરના ચોકમાં પ્રવેશ કરે તો તેનો ઘાત કરવો એવો કાયદો છે. રાજાના સલાહકારોથી માંડીને સામ્રાજ્યના સર્વ લોકોને તેની ખબર છે. એ કાયદાની વિરુદ્ધ થઈને જઈ શકાય નહિ. માત્ર રાજા પોતાનો સોનાનો રાજદંડ જનાર વ્યક્તિ સામે ઊંચો કરે તો જ તે માર્યો જાય નહિ. વળી, આ એક મહિનાથી તો રાજાએ મને બોલાવી નથી.”
ઉપવાસના ત્રીજા દિવસે એસ્તેર રાણીનો પોશાક પહેરીને રાજમહેલના અંદરના ચોકમાં રાજ્યાસનના ખંડ સામે ઊભી રહી. રાજા પ્રવેશદ્વાર તરફ મોં રાખી રાજ્યાસન પર બિરાજ્યો હતો.
આથી તેની પત્ની અને તેના મિત્રોએ તેને કહ્યું, “પચીસ મીટર ઊંચી એવી એક ફાંસી તૈયાર કરાવો. સવારે રાજાને કહો કે મોર્દખાયને તે પર ફાંસીએ લટકાવી દે. પછી તમે અને રાજા ભોજનને માટે જજો.” હામાનને એ વાત પસંદ પડી, તેણે ફાંસી તૈયાર કરાવી દીધી.
જે કંઈ કામ તારા હાથમાં આવે તે તારી પૂરી તાક્તથી કર. કારણ, તારા મૃત્યુ પછી તારે મરેલાંની દુનિયામાં જવાનું છે, જ્યાં કોઈ કામ, યોજના, જ્ઞાન કે બુદ્ધિ નથી.