એસ્તેર 6:2 - પવિત્ર બાઇબલ C.L.2 રાજમહેલના બે અંગરક્ષકો બિગ્થા અને તેરેશે અહાશ્વેરોશ રાજાને ખતમ કરી નાખવાનો પ્રપંચ કર્યો હતો પણ મોર્દખાયે તેની બાતમી આપી દેતાં રાજાનો જીવ બચી ગયો હતો એ વિષે તેમણે વાંચ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તેમાં એવું લખેલું માલૂમ પડ્યું, “રાજાના દરવાનોમાંના બે ખવાસો, નામે બિગ્થાના તથા તેરેશ, જેઓ અહાશ્વેરોશ રાજાના જાન ઉપર હાથ નાખવાની કોશિશ કરતા હતા, તે વિષે મોર્દખાયે ખબર આપી હતી.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેમાં લખેલું હતું કે, રાજાના દરવાનોમાંના બે ચોકીદારો કે જેઓ દ્ધારની ચોકી કરતા હતા, તે બિગ્થાન અને તેરેશ જેઓએ અહાશ્વેરોશ રાજાનું ખૂન કરવાનું કાવતરું ઘડ્યું હતું તે વિષે મોર્દખાયે ખબર આપી હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ2 તેમાં લખેલું હતું કે, રાજાના બે ખોજાઓ કે જેઓ દ્ધારની ચોકી કરતા હતાં, તે બિગ્થાના અને તેરેશ રાજાનું ખૂન કરવાનું કાવતરું ઘડ્યું હતું અને તેની ખબર મોર્દખાયે આપી હતી. Faic an caibideil |