Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 5:1 - પવિત્ર બાઇબલ C.L.

1 ઉપવાસના ત્રીજા દિવસે એસ્તેર રાણીનો પોશાક પહેરીને રાજમહેલના અંદરના ચોકમાં રાજ્યાસનના ખંડ સામે ઊભી રહી. રાજા પ્રવેશદ્વાર તરફ મોં રાખી રાજ્યાસન પર બિરાજ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ત્રીજે દિવસે એસ્તેર રાજપોશાક પહેરીને રાજમહેલના અંદરના ચોકમાં, રજાના નિવાસસ્થાનની સામે ઊભી રહી. રાજા રાજમહેલમાં બારણાની સામે, પોતાના રાજ્યાસન પર બિરાજેલો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ત્રીજા દિવસે એસ્તેર રાજપોશાક પહેરીને રાજાના ખંડની સામે મહેલની અંદરના ચોકમાં જઈને ઊભી રહી. એ વખતે રાજા રાજમહેલના પ્રવેશદ્વાર આગળ પોતાના સિંહાસન પર બિરાજેલો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ત્રીજા દિવસે એસ્તેર રાણીનો પોષાક પહેરીને રાજાના ખંડની સામે મહેલની અંદરના પ્રવેશમાં જઇને ઊભી રહી. એ વખતે રાજા રાજમહેલના પ્રવેશદ્વાર આગળ સિંહાસન પર બિરાજેલ હતા.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 5:1
14 Iomraidhean Croise  

રાજાએ તેમને વાશ્તી રાણીને રાજમુગટ પહેરાવીને પોતાની સમક્ષ લાવવાનો હુકમ કર્યો. રાણી સ્વરૂપવાન હતી અને રાજા તેનું રૂપ બધા અધિકારીઓ તથા અતિથિઓને બતાવવા માગતો હતો.


સૂસાની રાજધાનીમાં મોર્દખાય નામે એક યહૂદી હતો. તે બિન્યામીનના કુળનો હતો અને કીશના પુત્ર શિમઈના પુત્ર યાઈરનો પુત્ર હતો.


“જો કોઈ પુરુષ કે સ્ત્રી રાજાના બોલાવ્યા વગર અંદરના ચોકમાં પ્રવેશ કરે તો તેનો ઘાત કરવો એવો કાયદો છે. રાજાના સલાહકારોથી માંડીને સામ્રાજ્યના સર્વ લોકોને તેની ખબર છે. એ કાયદાની વિરુદ્ધ થઈને જઈ શકાય નહિ. માત્ર રાજા પોતાનો સોનાનો રાજદંડ જનાર વ્યક્તિ સામે ઊંચો કરે તો જ તે માર્યો જાય નહિ. વળી, આ એક મહિનાથી તો રાજાએ મને બોલાવી નથી.”


“જાઓ, સૂસાના બધા યહૂદીઓને એકત્ર કરો અને આજથી તમે બધા મારે માટે ઉપવાસ કરો. ત્રણ દિવસ સુધી રાત કે દિવસ કંઈ ખાશો કે પીશો નહિ. હું તથા મારી તહેનાતમાં રહેતી યુવતીઓ પણ તેમ જ કરીશું. તે પછી કાયદાથી વિરુદ્ધ હોવા છતાં હું રાજાને મળવા જઈશ. એમ કરવા જતાં મારું મૃત્યુ થાય તો તે પણ હું સ્વીકારી લઈશ.”


મોર્દખાયે ત્યાંથી જઈને એસ્તેરના કહ્યા પ્રમાણે કર્યું.


રાજાએ પૂછયું, “મહેલના પ્રાંગણમાં કોઈ અધિકારી હાજર છે?” તે વખતે જ હામાન રાજમહેલના પ્રાંગણમાં આવ્યો. તે રાજાને મોર્દખાયને ફાંસી આપી દેવાનું કહેવા આવ્યો હતો.


મોર્દખાય વાદળી તથા સફેદ રંગનો રાજપોશાક, અળસીરેસાનો જાંબુડી રંગનો ઝભ્ભો અને સોનાનો ભવ્ય મુગટ પહેરીને રાજમહેલમાંથી નીકળ્યો. સૂસા નગર હર્ષોલ્લાસથી ધમધમી ઊઠયું.


જુઓ, હું તમને વરૂઓની મધ્યે ઘેટાંના જેવા મોકલું છું. તમે સાપના જેવા ચાલાક ને કબૂતરના જેવા સાલસ બનો.


તમે શું જોવા ગયા હતા? મુલાયમ વસ્ત્રોમાં સજ્જ થયેલો માણસ? એવાં વસ્ત્રો પહેરનારા તો રાજમહેલમાં રહે છે.


તેથી એવા હુકમો આપો કે ત્રીજા દિવસ સુધી કબરની બરાબર ચોકી કરવામાં આવે, જેથી તેના શિષ્યો આવીને તેનું શબ ચોરી ન જાય અને લોકોને જાહેર ન કરે કે તે મરણમાંથી સજીવન થયા છે. નહિ તો આ છેલ્લી ઠાઈ પ્રથમના કરતાં પણ વધુ ખરાબ હશે.


મારા રાજમાં તમે મારી સાથે ખાશો અને પીશો અને તમે ઇઝરાયલનાં બાર કુળોનો ન્યાય કરવા માટે રાજ્યાસન પર બેસશો.


હું વિજયવંત થઈને મારા પિતા સાથે તેમના રાજ્યાસન પર બિરાજ્યો છું તે જ પ્રમાણે જે વિજય પ્રાપ્ત કરશે તેને હું મારી સાથે રાજ્યાસન પર બિરાજવાનો અધિકાર આપીશ.


Lean sinn:

Sanasan


Sanasan