Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 4:3 - પવિત્ર બાઇબલ C.L.

3 સામ્રાજ્યના બધા પ્રાંતોમાં રાજાના હુકમની જાહેરાત થઈ કે યહૂદીઓએ મોટો શોક કર્યો. તેમણે ઉપવાસ, રુદન અને ભારે વિલાપ કર્યાં. ઘણાએ તાટ પહેર્યું અને રાખમાં આળોટયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 સર્વ પ્રાંતોમાં જ્યાં જ્યાં રાજાની આજ્ઞા તથા ફરમાન જાહેર કરવામાં આવ્યાં, ત્યાં ત્યાં યહૂદીઓમાં મોટો શોક તથા ઉપવાસ તથા વિલાપ તથા કલાપીટ થઈ રહ્યાં. અને ઘણાંક ટાટ તથા રાખ પાથરીને તેમાં સૂતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જ્યાં જ્યાં રાજાની આજ્ઞા તથા ફરમાન જાહેર કરવામાં આવ્યાં તે બધા પ્રાંતોમાં યહૂદીઓમાં મોટો શોક, ઉપવાસ, વિલાપ તથા કલ્પાંત પ્રસરી રહ્યાં. અને ઘણાં તો ટાટ તથા રાખ પાથરીને તેમાં સૂઈ રહ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 જ્યાં જ્યાં રાજાની આજ્ઞા પહોંચી ગઇ તે બધા પ્રાંતોમાં યહૂદીઓમાં શોક ફેલાઇ ગયો અને લોકો ઉપવાસ કરી રડવા લાગ્યા અને છાતી કૂટવા લાગ્યા. ઘણા તો ટાટ પહેરીને રાખ પાથરીને તેમાં સૂતાં.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 4:3
20 Iomraidhean Croise  

અહાશ્વેરોશ રાજા હિંદથી કૂશ સુધી એક્સો સત્તાવીસ પ્રાંતો પર રાજ કરતો હતો. તેની રાજધાની સૂસામાં હતી.


તેથી પ્રથમ મહિનાની તેરમી તારીખે હામાને રાજાના સચિવોને બોલાવ્યા. હામાને વટહુકમ લખાવ્યો અને તેનો તરજુમો કરાવી દરેક પ્રાંત અને દરેક પ્રજાની ભાષા અને લિપિમાં બધા અમલદારો, રાજ્યપાલો અને અધિકારીઓ પર એ વટહુકમ મોકલી આપવાની તેમને આજ્ઞા કરી. એ હુકમ અહાશ્વેરોશ રાજાને નામે અને તેમની વીંટીથી મુદ્રા મારીને


“જાઓ, સૂસાના બધા યહૂદીઓને એકત્ર કરો અને આજથી તમે બધા મારે માટે ઉપવાસ કરો. ત્રણ દિવસ સુધી રાત કે દિવસ કંઈ ખાશો કે પીશો નહિ. હું તથા મારી તહેનાતમાં રહેતી યુવતીઓ પણ તેમ જ કરીશું. તે પછી કાયદાથી વિરુદ્ધ હોવા છતાં હું રાજાને મળવા જઈશ. એમ કરવા જતાં મારું મૃત્યુ થાય તો તે પણ હું સ્વીકારી લઈશ.”


અને છેક રાજમહેલના દરવાજા પાસે આવી પહોંચ્યો. તે અંદર ગયો નહિ, કારણ, તાટનાં વસ્ત્ર પહેરીને રાજમહેલની અંદર જવાની મનાઈ હતી.


એસ્તેરની દાસીઓ અને રાણીગૃહના સંરક્ષકોએ તેને મોર્દખાયની વાત કરી ત્યારે તેને ઊંડું દુ:ખ થયું. મોર્દખાય પોતાના શરીર પરથી તાટ ઉતારીને વસ્ત્રો બદલી નાખે તે માટે એસ્તેરે બીજાં વસ્ત્રો મોકલાવ્યાં.પણ મોર્દખાયે વસ્ત્રો બદલવાની ના પાડી.


વળી, જે રીતે ઉપવાસ અને શોકનાં પર્વો પળાતાં હતાં તે જ રીતે પૂરીમનું પર્વ નિયત સમયે ઊજવવામાં આવે તેમ તેમને જણાવવામાં આવ્યું હતું. મોર્દખાય અને એસ્તેર એમ બન્‍નેએ પૂરીમનું પર્વ પાળવા વિષે પત્રો પાઠવ્યા હતા.


તેથી તેણે શરીરને ખંજવાળવા ઠીકરી લીધી અને રાખના ઢગલામાં જઈને બેઠો.


તે દિવસે સર્વસમર્થ પ્રભુ પરમેશ્વરે તમને રડવા તથા વિલાપ કરવા અને માથું મુંડાવવા તથા તાટ પહેરવા બોલાવ્યા.


તેથી મેં કહ્યું, “તમે સૌ મારાથી દૂર જાઓ. મને આક્રંદ કરવા દો. મારા લોકની પાયમાલીને કારણે મને આશ્વાસન આપવાની તસ્દી લેશો નહિ.”


શું હું આવો ઉપવાસ પસંદ કરું છું? વ્યક્તિએ આત્મકષ્ટ કરવાનો દિવસ આવો હોય? માત્ર બરુની જેમ પોતાનું માથું નમાવવું અને કંતાન તેમ જ રાખના પાથરણા પર બેસવું એ જ ઉપવાસ છે? શું એવો દિવસ મને પ્રભુને માન્ય થશે?


તેઓ સૌ તારે માટે પોક મૂકીને વિલાપ કરે છે, પોતાના માથાં પર ધૂળ નાખે છે અને રાખમાં આળોટે છે.


મેં ઉપવાસ સહિત તાટ પહેરીને અને રાખમાં બેસીને પ્રભુ ઈશ્વરને આગ્રહપૂર્વક વિનંતી કરી.


એ સમાચાર સાંભળીને નિનવેનો રાજા પણ પોતાની ગાદી પરથી ઊતરી પડયો, પોતાનો રાજવી પોષાક ઉતારી નાખ્યો અને કંતાનનાં વસ્ત્ર પહેરી રાખમાં બેઠો.


પછી તેઓ તેમને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દેશે. ત્યાં રડવાનું ને દાંત કટકટાવવાનું થશે.


ત્યારે રાજાએ નોકરોને કહ્યું, ’તેના હાથપ બાંધીને તેને બહાર અંધકારમાં ફેંકી દો. ત્યાં તે રડયા કરશે ને દાંત કટકટાવીને દુ:ખી થશે.’


આ આળસુ નોકરને બહારના અંધકારમાં નાખી દો. ત્યાં તે વિલાપ કરશે ને દાંત કટકટાવશે.


પછી યહોશુઆએ પોતાનાં વસ્ત્ર ફાડયાં અને સંયાના સમય સુધી પ્રભુની કરારપેટી આગળ ભૂમિ પર ઊંધો પડયો રહ્યો; ઇઝરાયલના આગેવાનોએ પણ તેમ જ કર્યું, અને પોતાના શોક પ્રદર્શિત કરવા પોતાના માથા પર ધૂળ નાખી.


શાઉલ રહેતો હતો ત્યાં ગિબ્યામાં સંદેશકો આવી પહોંચ્યા અને જ્યારે તેમણે સમાચાર આપ્યા ત્યારે લોકો પોક મૂકીને રડવા લાગ્યા.


Lean sinn:

Sanasan


Sanasan