Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 4:14 - પવિત્ર બાઇબલ C.L.

14 જો આ પ્રસંગે તું મૌન રાખી બિલકુલ બેસી જ રહીશ તો યહૂદીઓ માટે તો મદદ અને બચાવ બીજી જગ્યાએથી આવશે, પણ તારો તથા તારા પિતાના કુટુંબનો નાશ થઈ જશે. કોણ જાણે આવે પ્રસંગે મદદરૂપ થવા માટે જ તને રાણીપદ મળ્યું નહિ હોય!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 જો તું આ સમયે છેક છાનીમાની બેસી રહેશે તો યહૂદીઓને માટે મદદ તથા બચાવ બીજી જગાએથી મળશે, પણ તારો તથા તારા પિતાના કુટુંબનો નાશ થઈ જશે; અને તને રાણીપદ પ્રાપ્ત થયું છે તે આવા જ સમયને માટે નહિ હોય એ કોણ જાણે છે.?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 જો તું આ સમયે મૌન રહીશ તો યહૂદીઓ માટે બચાવ અને મદદ બીજી કોઈ રીતે ચોક્કસ મળશે. પરંતુ તારો તથા તારા પિતાના કુટુંબનો નાશ થશે. વળી તને રાણીપદ પ્રાપ્ત થયું છે તે આવા જ સમયને માટે નહિ હોય એ કોણ જાણે છે?’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 “જો તે સમયે તું મૌન રહીશ અને યહૂદીઓને બચાવવા માટે કાઇં નહિ કરે તો બીજી કોઇ રીતે ચોક્કસ યહૂદીઓ માટે મદદ અને રાહત મોકલાશે, પરંતુ તારુ તથા તારાં પિતાના કુટુંબનો નાશ થશે. અને કોને ખબર છે કે તને રાણીપદ કદાચ આવા સમય માટે તો પ્રાપ્ત થયું હશેં?”

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 4:14
31 Iomraidhean Croise  

અબ્રાહામે તે સ્થળનું નામ યાહવે-યિરેહ (પ્રભુ પૂરું પાડે છે) પાડયું. આજ સુધી લોકોમાં કહેવાય છે કે પ્રભુના પહાડ પર પૂરું પાડવામાં આવશે.


પ્રભુએ ઇઝરાયલમાં એક આગેવાન ઊભો કર્યો જેણે તેમને અરામીઓના હાથમાંથી છોડાવ્યા, અને એમ ઇઝરાયલીઓ અગાઉની જેમ પોતપોતાના તંબૂમાં શાંતિથી રહેવા લાગ્યા.


તેણે તેમને યશાયા પાસે જઈને આ સંદેશો કહેવા જણાવ્યું: “આજે તો સંકટનો દિવસ છે; આપણને ધમકી અપાય છે અને આપણું અપમાન થાય છે. જેને પ્રસૂતિ થવાની તૈયારી હોય, પણ પ્રસવ માટે ખૂબ જ નિર્બળ હોય એવી સ્ત્રી જેવા આપણે છીએ.


કારણ, અમે તો ગુલામ હતા, પણ અમારી ગુલામી અવસ્થામાં તમે અમને તજી દીધા નહિ. તમે ઇરાનના રાજાઓના મનમાં અમારા પ્રત્યે દયાભાવ ઉત્પન્‍ન કર્યો, એટલે તેમણે અમને જીવતદાન આપ્યું છે. તેમજ તમારા ખંડિયેર બની ગયેલા મંદિરને ફરીથી બાંધવાની પરવાનગી આપી છે, અને અમને યહૂદિયા તથા યરુશાલેમમાં સલામતી બક્ષી છે.


મેં જવાબ આપ્યો, “હું નાસીને સંતાઈ જાઉં એવો કંઈ ક્ચોપોચો માણસ નથી. તું એમ માને છે કે મારો જીવ બચાવવા હું મંદિરમાં સંતાઈ જઈશ? હું કંઈ એવું કરવાનો નથી.”


મોર્દખાયે પોતાના કાકા અબિહાઈલની પુત્રી એસ્તેરને પોતાની દીકરીની જેમ ઉછેરી હતી. જેમણે એસ્તેરને જોઈ તે સૌએ તેનાં વખાણ કર્યાં. જ્યારે તેનો રાજા પાસે જવાનો વારો આવ્યો ત્યારે રાણીગૃહના અધિકારી હેગેએ તેને જે લેવાની સૂચના આપી હતી તે સિવાય તેણે બીજું કંઈ માગ્યું નહિ.


રાજાને બધી કુમારિકાઓમાંથી એસ્તેર વધુ પસંદ પડી અને તેણે તેના પર વિશેષ મહેરબાની રાખી. રાજાએ તેને પોતાનો રાજમુગટ પહેરાવીને વાશ્તીને બદલે એસ્તેરને રાણીપદ આપ્યું.


તેણે પોતાના ક્કાની પુત્રી હદાસ્સા, એટલે એસ્તેરને તેનાં માતપિતાના મૃત્યુ પછી પોતાની દીકરીની જેમ ઉછેરીને મોટી કરી હતી. એસ્તેર સુંદર અને સુડોળ હતી.


ત્યારે તેણે એસ્તેરને આ ચેતવણી મોકલાવી: “તું રાજમહેલમાં છે તેથી બીજા યહૂદીઓ કરતાં વધુ સલામત છે એવું માનીશ નહિ.


એસ્તેરે મોર્દખાય પર આવો પ્રત્યુત્તર પાઠવ્યો:


તે મને શ્વાસ પણ લેવા દેતા નથી અને તે મારા જીવને કડવાશથી ભરી દે છે.


ફાડવાનો સમય અને સાંધવાનો સમય, ચૂપ રહેવાનો સમય અને બોલવાનો સમય,


રાજાઓ તેમના પિતા સમાન અને તેમની રાણીઓ તેમની ધાવ સમાન બનશે. તેઓ તને ભૂમિ સુધી લળી લળીને પ્રણામ કરશે અને તારી ચરણરજ ચાટશે. ત્યારે તને ખ્યાલ આવશે કે હું પ્રભુ છું અને મારા પર આધાર રાખનાર કદી નિરાશ થતા નથી.”


તેથી તારી વિરુદ્ધ વાપરવા ઘડેલું કોઈપણ હથિયાર સાર્થક થશે નહિ. ન્યાય તોળતી વખતે તારી વિરુદ્ધ કરવામાં આવેલા કોઈપણ આક્ષેપોને તું જુઠ્ઠા પુરવાર કરીશ. એ જ મારા તરફથી મારા સેવકોને મળતો વારસો છે; હું જ તેમના બચાવપક્ષે છું,” એવું પ્રભુ કહે છે.


કારણ, હું તમારો બચાવ કરવાને તમારી સાથે છું; હું પ્રભુ પોતે એ બોલું છું. જે જે દેશોમાં મેં તમને વેરવિખેર કરી નાખ્યા તે બધાંનું હું નિકંદન કાઢી નાખીશ, પણ હું તમારો વિનાશ કરીશ નહિ; હું તમને ન્યાયના ધોરણે જરૂરી એવી શિક્ષા કરીશ; અને હું તમને શિક્ષા કરવામાંથી બાક્ત રાખીશ નહિ.”


હે મારા સેવક યાકોબના વંશજો, બીશો નહિ, કારણ, હું તમારી સાથે છું. જે જે પ્રજાઓમાં મેં તમને વેરવિખેર કરી નાખ્યા, તે બધાનું હું નિકંદન કાઢી નાખીશ, પણ હું તમારો સમૂળગો નાશ કરીશ નહિ; જો કે તમને તો મારા ન્યાયના ધોરણ પ્રમાણે શિક્ષા કરીશ અને એમાંથી તમને બાક્ત રાખીશ નહિ. હું પ્રભુ આ બોલું છું.”


ત્યારે હું યાકોબ, ઇસ્હાક અને અબ્રાહામ સાથેનો મારો કરાર યાદ કરીશ અને તેમને દેશ આપવા અંગેનું મારું વચન હું યાદ કરીશ.


અને તેથી હું કહું છું: તું પિતર એટલે પથ્થર છે અને આ ખડક પર હું મારી મંડળીનું બાંધકામ કરીશ. તેની આગળ મરણની સત્તાનું કંઈ જોર ચાલશે નહિ.


ઈશ્વરે એ વિપત્તિના દિવસોની સંખ્યા ઘટાડી ન હોત તો કોઈ ઊગરી શક્ત નહિ; પણ પોતાના પસંદ કરેલા લોકોને લીધે ઈશ્વર એ દિવસોની સંખ્યા ઘટાડશે.


જ્યારે પ્રભુ જોશે કે તેના લોક નિર્બળ થઈ ગયા છે, અને બંદિવાન કે મુક્ત કોઈ બાકી રહ્યો નથી; ત્યારે પ્રભુ પોતાના લોકને બચાવી લેશે અને પોતાના સેવકો પ્રતિ કરુણા દર્શાવશે.


પલિસ્તીઓએ તપાસ કરી કે એવું કામ કોણે કર્યું છે ત્યારે તેમને ખબર પડી કે શિમશોનના સસરાએ શિમશોનની પત્નીનાં લગ્ન તેના મિત્ર સાથે કરાવી દીધાં, તેથી શિમશોને એ કાર્ય કર્યું છે. તેથી પલિસ્તીઓએ જઈને તે સ્ત્રીને તથા તેના પિતાના કુટુંબને સળગાવી માર્યાં.


પ્રભુ પોતાના નામની પ્રતિષ્ઠાને લીધે તમને તજી દેશે નહિ. કારણ, તેમણે તમને પોતાના લોકો બનાવવાનો નિર્ધાર કર્યો છે.


દાવિદે કહ્યું, “મેં પૂછયું એમાં ખોટું શું કર્યું? હું પ્રશ્ર્ન પણ પૂછી ના શકું?”


Lean sinn:

Sanasan


Sanasan