Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 3:13 - પવિત્ર બાઇબલ C.L.

13 સામ્રાજ્યના બધા પ્રાંતોમાં શીઘ્ર સંદેશકો દ્વારા મોકલવામાં આવ્યો. તેનું લખાણ આ પ્રમાણે હતું: બારમા એટલે અદાર માસના તેરમા દિવસે, એક જ દિવસમાં આબાલવૃદ્ધ બધાં જ યહૂદી સ્ત્રીપુરુષોની નિર્દયપણે કત્લેઆમ ચલાવવી અને તેમની માલમિલક્ત લૂંટી લેવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 કાસદોની મારફતે રાજાના સર્વ પ્રાંતોમાં તે રવાના કરવામાં આવ્યા, “એક જ દિવસે, બારમા માસની, એટલે અદાર માસની તેરમી તારીખે, સર્વ યહૂદીઓનો, જુવાન, વૃદ્ધ, બાળકો તથા સ્ત્રીઓનો વિનાશ કરવો, એટલે કતલ કરીને તેમને મારી નાખવાં, અને તેઓની માલમિલકત લૂટી લેવી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 સંદેશાવાહકો મારફત એ પત્રો રાજાના બધાં પ્રાંતોમાં મોકલવામાં આવ્યા કે, એક જ દિવસે એટલે કે બારમા માસ અદાર માસની તેરમી તારીખે બધા જ યહૂદીઓનો જુવાન, વૃદ્ધો, બાળકો અને સ્ત્રીઓનો વિનાશ કરવો. કતલ કરીને તેઓને મારી નાખવાં અને તેઓની માલમિલકત લૂંટી લેવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 સંદેશાવાહકો મારફત એ પત્રો રાજાના બધા પ્રાંતોમાં મોકલવામાં આવ્યા જેમાં આજ્ઞા હતી કે, બારમા એટલે કે અદાર મહિનાના તેરમા દિવસે એક જ દિવસમાં બધાં જ યહૂદી જુવાન અને વૃદ્ધો સ્ત્રી-પુરુષો સહિતની હત્યા કરવામાં આવે અને તેમને સાફ કરી નાખવામાં આવે, તેમની માલમિલકત લૂંટાઇ જવી જોઇએ.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 3:13
14 Iomraidhean Croise  

રાજા અને તેના અમલદારોના આદેશથી સમગ્ર યહૂદિયા અને ઇઝરાયલમાં એવી જાહેરાત કરવા સંદેશકો નીકળી પડયા. તેમણે રાજાના ફરમાન પ્રમાણે કહ્યું, “હે આશ્શૂરના રાજાઓના પંજામાંથી બચી ગયેલા ઇઝરાયલી લોકો, તમે અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના ઈશ્વર પ્રભુ તરફ પાછા ફરો, એટલે તે પણ તમારી તરફ પાછા ફરશે.


મને અને મારા લોકને નાશ માટે, ક્તલ થવા માટે અને સંપૂર્ણ સંહાર માટે વેચી દેવામાં આવ્યાં છે. અમે માત્ર ગુલામ કે ગુલામડીઓ થવાં જ વેચાયાં હોત તો તો હું શાંત બેસી રહેત. કારણ, એમાં તો અમારી દશા કંઈ એટલી બૂરી ન થાત કે આપને તસ્દી આપવી પડે.”


“હે રાજા, આપની ઇચ્છા હોય, આપ મારા પર પ્રસન્‍ન હો, અને આપને એ વાત યોગ્ય લાગતી હોય તો અગાગના વંશજ હામ્મદાથાના પુત્ર હામાને આપના સામ્રાજ્યના બધા યહૂદીઓની ક્તલ કરવા માટે જે હુકમ બહાર પાડયો હતો તે પાછો ખેંચી લો.


અદાર માસની તેરમી તારીખ આવી. આ દિવસે રાજવી હુકમનો અમલ થવાનો હતો અને યહૂદીઓના દુશ્મનો તેમને કચડી નાખવાની આશા રાખતા હતા. પણ એથી ઊલટું, યહૂદીઓએ તેમના પર વિજય મેળવ્યો.


યહૂદીઓ તેમના દુશ્મનો સાથે ફાવે તેમ વર્ત્યા અને તેમણે હુમલો કરીને તરવારની ધારે તેમનો સંહાર કર્યો.


મારા દિવસો ઝડપી ખેપિયા કરતાંય વિશેષ વેગે પસાર થાય છે; તેઓ ઊડી જાય છે અને એમાં સુખની ઝાંખી સરખી ય નથી.


મને કોપાયમાન કરનાર અધર્મી પ્રજા પર આક્રમણ કરવા હું આશ્શૂરને મોકલીશ. તેમને લૂંટી લેવા, તેમની સંપત્તિ પચાવી પાડવા અને તેમને શેરીઓ ક્દવની જેમ ખૂંદી નાખવા હું આશ્શૂરને આજ્ઞા આપીશ.”


એક પછી એક સંદેશક અને એક પછી એક દોડવીર બેબિલોનના રાજા પાસે પહોંચીને સમાચાર આપે છે કે તેનું નગર પૂરેપૂરું જીતી લેવાયું છે.


તેમના પગ લોહી વહેવડાવવામાં ઉતાવળા છે.


કારણ, દયાહીન માણસનો ન્યાય કરતી વખતે ઈશ્વર દયા દાખવશે નહિ, પણ ન્યાય પર દયાનો વિજય થશે.


તેથી અમાલેકીઓ પર આક્રમણ કર અને તેમના સર્વસ્વનો પૂરેપૂરો નાશ કર. એકેય વસ્તુ બાકી રાખીશ નહિ. તેમનાં પુરુષો, સ્ત્રીઓ, કિશોરો, નાનાં બાળકો, બળદો, ઘેટાં, ઊંટ અને ગધેડાં એ બધાંને મારી નાંખ, કોઈને ય જીવતું જવા દઈશ નહિ.”


શાઉલે યજ્ઞકારોના નગર નોબના બીજા સર્વ રહેવાસીઓને મારી નાખ્યા. પુરુષો અને સ્ત્રીઓ, કિશોર વયનાં અને નાનાં બાળકો, બળદો, ગધેડાં અને ઘેટાં બધાંનો સંહાર કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan