Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 3:1 - પવિત્ર બાઇબલ C.L.

1 ત્યારબાદ અહાશ્વેરોશ રાજાએ હામાનને બઢતી આપીને રાજ્યના અન્ય બધા અધિકારીઓમાં મુખ્ય સ્થાન આપ્યું. હામાન તો અગાગના વંશજ હામ્મદાથાનો પુત્ર હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તે પછી અહાશ્વેરોશ રાજાએ અગાગના વંશજ હામ્માદાથાના પુત્ર હામાને ઊંચી પદવીએ ચઢાવ્યો. રાજાએ હામાનની બેઠક તેની સાથેના સર્વ સરદારોથી ચઢતી રાખી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 તે પછી અહાશ્વેરોશ રાજાએ અગાગી હામ્મદાથાના પુત્ર હામાનને ઊંચી પદવીએ બઢતી આપી. તેણે તેની બેઠક સર્વ અમલદારોથી ઊંચી રાખી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ત્યારબાદ થોડા સમય પછી અહાશ્વેરોશ રાજાએ અગાગી હામ્મદાથાના પુત્ર હામાનને ઊંચી પદવીએ ચઢાવ્યો. તેને બધા અમલદારોથીં ઉંચી પદવી આપવામાં આવી.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 3:1
15 Iomraidhean Croise  

હું તને મારા રાજ્યનો અધિકાર સોંપું છું અને મારા સર્વ લોકો તારા આદેશોનું પાલન કરશે. માત્ર રાજગાદીની બાબતમાં રાજા તરીકે હું તારા કરતાં ઉચ્ચ દરજ્જે હોઈશ.”


આખો ઇજિપ્ત દેશ ભૂખે મરવા લાગ્યો ત્યારે લોકોએ ફેરોની આગળ અનાજ માટે આજીજી કરી. ફેરોએ સર્વ ઇજિપ્તીઓને કહ્યું, “યોસેફ પાસે જાઓ, અને તે કહે તે પ્રમાણે કરો.”


હું અને મારા સાત સલાહકારો તને એટલા માટે મોકલીએ છીએ કે તું જઈને તપાસ કરે કે તારી પાસે તારા ઈશ્વરનું જે નિયમશાસ્ત્ર છે તેનું પાલન યરુશાલેમ અને યહૂદિયાના લોકો કરે છે કે નહિ.


ઇરાન અને માદાયના એવા સાત અધિકારીઓ ત્યાં હતા. તેમનાં નામ આ પ્રમાણે હતા: ર્કાશના, શેથાર, આદમાથા, તાર્શિશ, મેરેસ, માર્સના તથા મમૂખાન. તેઓ રાજ્યમાં ઉચ્ચ પદવી ધરાવતા હતા અને રાજા તેમની સલાહ લેતો.


તેથી રાજાએ પોતાની વીંટી કાઢીને યહૂદીઓના દુશ્મન અગાગના વંશજ હામ્મદાથાના પુત્ર હામાનને આપી.


તેણે પોતાની અઢળક સંપત્તિ, પોતાનાં સંતાન, રાજાએ તેને બઢતી આપીને રાજાના બીજા દરબારીઓ અને અધિકારીઓ કરતાં તેને આપેલું ઊંચું સ્થાન વિગેરે વિષે બડાઈ હાંકી.


એસ્તેરે જવાબ આપ્યો, “એ તો અમારો વિરોધી, અમારો શત્રુ, આ દુષ્ટ હામાન છે.”


એસ્તેરે ફરીથી રાજા આગળ વાત કરી. તેણે રાજાને પગે પડીને આંસુ સારતાં સારતાં અગાગના વંશજ હામ્મદાથાના પુત્ર હામાને યહૂદીઓ વિરુદ્ધ કરેલી યોજના રદ કરવા રાજાને વિનવણી કરી.


નેકજનોના શાસનમાં પ્રજા આનંદી રહે છે, પણ દુષ્ટના અધિકારમાં લોકો નિસાસા નાખે છે.


મૂર્ખને ઉચ્ચ સ્થાન પર નીમવામાં આવે છે અને ધનિકોને નીચે બેસાડવામાં આવે છે.


એમના પર તેણે ત્રણ પ્રમુખ અધિકારીઓ રાખ્યા, જેથી રાજાને કંઈ નુક્સાન થાય નહિ.


તેમનાં સિંચાઈનાં પાત્રોમાંથી પાણી છલકાઈને વહેશે અને તેમનાં બીજ સારી રીતે સિંચાયેલાં ખેતરોમાં વવાશે. તેમનો રાજા અગાગના કરતાંયે મહાન થશે અને તેનું રાજ ચારે બાજુ પ્રસરેલું હશે.


શમુએલે કહ્યું, “તારી તલવારે ઘણી માતાઓને પુત્રહીન કરી છે. તેમ હવે તારી માતા પણ પુત્રહીન બનશે.” એમ તેણે ગિલ્ગાલમાં પ્રભુની વેદીની આગળ અગાગના કાપીને ટુકડા કર્યા.


તેણે અમાલેકના રાજા અગાગને જીવતો પકડયો. પણ સર્વ લોકની ક્તલ કરી નાખી.


Lean sinn:

Sanasan


Sanasan