Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 2:23 - પવિત્ર બાઇબલ C.L.

23 તપાસ કરવામાં આવતાં ખબર પડી કે મળેલી માહિતી સાચી હતી. આથી બન્‍ને સંરક્ષકોને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા. આ વિષેની નોંધ રાજાની સમક્ષ રાજ્યના ઇતિહાસમાં લેવામાં આવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તે વાતની તપાસ થતાં તે ખરી માલૂમ પડી, તેથી તે બન્‍નેને એક ઝાડ પર ફાંસી આપવામાં આવી. અને રાજાની પાસે રખાતા કાળવૃત્તાંતના પુસ્તકમાં તેની નોંધ લેવામાં આવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તપાસ કરતાં તે વાત સાચી નીકળી તેથી તે બન્નેને ફાંસી આપવામાં આવી. આ બધી વાતોની નોંધ રાજાની પાસે રખાતા કાળવૃત્તાંતના પુસ્તકમાં કરવામાં આવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 તપાસ કરતાં તે સાચુ નીકળ્યું. બંને ચોકીદારોને ફાંસીએ ચઢાવવામાં આવ્યાં. આ બધી વાતો રાજાની પાસે રખાતા કાળવૃત્તાંતના પુસ્તકમાં લખવામાં આવી હતી.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 2:23
11 Iomraidhean Croise  

ત્રણ દિવસમાં ફેરો તમારો શિરચ્છેદ કરાવશે અને તમને વૃક્ષ પર લટકાવી દેશે અને પક્ષીઓ તમારું માંસ ચૂંટી ખાશે.”


યોસેફે કરેલા અર્થ પ્રમાણે જ બન્યું.


તેથી આપ આપના પૂર્વજોના ઇતિહાસમાંથી આ શહેર વિષેની વિગતોની તપાસ કરાવો. એના પરથી આપને ખ્યાલ આવશે કે આ શહેર બંડખોર છે અને પ્રાચીન સમયથી જ રાજાઓ અને પ્રાંતના અધિકારીઓને હેરાન કરતું આવ્યું છે. તેના લોકોને કાબૂમાં રાખવાનું કાર્ય હમેશાં દુષ્કર બન્યું છે. આ જ કારણથી એ શહેરનો નાશ કરવામાં આવ્યો હતો.


તેનાં મહાન અને અદ્‍ભુત કૃત્યો અને તેણે કેવી રીતે મોર્દખાયને ઉચ્ચ પદવી આપી તેની નોંધ માદાય અને ઇરાનના રાજઇતિહાસના અધિકૃત પુસ્તકમાં લીધેલી છે.


આથી તેની પત્ની અને તેના મિત્રોએ તેને કહ્યું, “પચીસ મીટર ઊંચી એવી એક ફાંસી તૈયાર કરાવો. સવારે રાજાને કહો કે મોર્દખાયને તે પર ફાંસીએ લટકાવી દે. પછી તમે અને રાજા ભોજનને માટે જજો.” હામાનને એ વાત પસંદ પડી, તેણે ફાંસી તૈયાર કરાવી દીધી.


તે રાત્રે રાજાને ઊંઘ આવી નહિ. તેણે રાજઇતિહાસનું અધિકૃત પુસ્તક મંગાવ્યું. રાજા આગળ તેમાંથી વાંચન કરવામાં આવ્યું.


આમ, મોર્દખાય માટે તૈયાર કરવામાં આવેલી ફાંસી પર હામાનને લટકાવી દેવામાં આવ્યો. ત્યારબાદ રાજાનો ગુસ્સો શમી ગયો.


પછી પ્રભુનું ભય રાખનારાઓએ એકબીજા સાથે વાત કરી, અને પ્રભુએ લક્ષ દઈને તેમનું સાંભળ્યું. પ્રભુનું ભય રાખનારા અને તેમનો આદર કરનારા લોકોની નોંધ એક પુસ્તકમાં પ્રભુની હાજરીમાં જ કરી લેવામાં આવી.


તેણે આયના રાજાને સાંજ સુધી વૃક્ષ પર લટકાવી રાખ્યો. સૂર્યાસ્ત સમયે યહોશુઆએ તેના મૃતદેહને ઉતારી દેવા હુકમ કર્યો, અને એ મૃતદેહ શહેરના પ્રવેશદ્વાર આગળ નાખી દીધો. તેની ઉપર તેમણે પથ્થરોનો મોટો ઢગલો કર્યો; જે આજ સુધી ત્યાં છે.


Lean sinn:

Sanasan


Sanasan