એસ્તેર 2:21 - પવિત્ર બાઇબલ C.L.21 મોર્દખાય રાજદ્વારી નિમણૂક ધરાવતો હતો ત્યારે બિગ્થાન તથા તેરેશ રાજાના અંગરક્ષકો હતા. તેઓ બન્નેને રાજા પર ગુસ્સો આવ્યો અને તેમણે રાજાને મારી નાખવાનું કાવતરું ઘડયું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 મોર્દખાય રાજાના દરવાજામાં બેઠેલો હતો તે દરમિયાન રાજાના દરવાનોમાંના બિગ્થાન તથા તેરેશ નામના બે ખવાસોએ ગુસ્સે થઈને અહાશ્વેરોશ રાજા પર હાથ નાખવાની કોશિશ કરી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 મોર્દખાય રાજાના પ્રવેશદ્વારની બાજુમાં બેઠો હતો. તે દરમિયાન રાજાના દ્વારપાળોમાંના બે અધિકારીઓ બિગ્થાન અને તેરેશ ગુસ્સે થઈને અહાશ્વેરોશ રાજાની હત્યા કરવાનું ષડ્યંત્ર રચ્યું હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ21 જ્યારે મોર્દખાય રાજાના દરવાજાની બાજુમાં બેઠો હતો તે દરમ્યાન રાજાના દરવાજાના માર્ગે ચોકી કરતા બે અધિકારીઓ બિગ્થાન અને તેરેશ જે રાજાથી ગુસ્સે થયા હતા અને તેમણે અહાશ્વેરોશનું ખૂન કરવાનું કાવત્રું રચ્યું. Faic an caibideil |
યોઆશ રાજાના અમલદારોએ તેની વિરુદ્ધ કાવતરું કર્યું, અને તેઓમાંથી બે જણે એટલે, શિમીથના પુત્ર યોઝાખારે અને શોમેરેના પુત્ર યહોઝાબાદે તેને સિલ્લા જવાને રસ્તે, યરુશાલેમની પૂર્વગમની જમીનમાં પુરાણ કરી તે પર બાંધેલા ઘરમાં તેને મારી નાખ્યો. યોઆશને દાવિદ- નગરમાં રાજવી કબરોમાં તેના પૂર્વજો સાથે દફનાવવામાં આવ્યો અને તેના પછી તેનો પુત્ર અમાસ્યા રાજા બન્યો.