Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 10:3 - પવિત્ર બાઇબલ C.L.

3 સામ્રાજ્યમાં અહાશ્વેરોશ રાજા પછી યહૂદી મોર્દખાયનું બીજું સ્થાન હતું. આથી યહૂદીઓમાં તે માનવંત અને માનીતો હતો. તેણે પોતાના લોકોની આબાદી અને ભાવિ પેઢીની સલામતી માટે ઘણું કામ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 કેમ કે યહૂદી મોર્દખાય અહાશ્વેરોશ રાજાથી બીજા દરજ્જાનો, તથા યહૂદીઓમાં મહાન પુરુષ ગણાતો હતો અને પોતાના દેશબંધુઓનો માનીતો હતો; કારણ કે પોતાના લોકોનું હિત શોધતો અને તેઓ વધારે ને વધારે આબાદ થાય તે માટે યત્ન કરતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 કેમ કે યહૂદી મોર્દખાય અહાશ્વેરોશ રાજાથી બીજા દરજ્જાનો તથા યહૂદીઓમાં મહાન પુરુષ ગણાતો હતો. તે પોતાના દેશબંધુઓનો માનીતો હતો, કારણ કે તે પોતાના લોકોનું હિત જાળવતો હતો. અને તેઓ વધારે સફળ થાય માટે યત્ન કરતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 યહૂદી મોર્દખાયનો દરજ્જો રાજા પછીનો હતો. યહૂદીઓમાં તે આદર પાત્ર બન્યો અને ઘણો લોકપ્રિય હતો. કારણ કે તેણે પોતાના લોકોના ભલા માટે પરિશ્રમ કર્યો અને તેમની કાળજી રાખી. તેણે બધાં યહૂદીઓ માટે શાંતિ લાવી હતી.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 10:3
17 Iomraidhean Croise  

હું તને મારા રાજ્યનો અધિકાર સોંપું છું અને મારા સર્વ લોકો તારા આદેશોનું પાલન કરશે. માત્ર રાજગાદીની બાબતમાં રાજા તરીકે હું તારા કરતાં ઉચ્ચ દરજ્જે હોઈશ.”


તમે, તમારાં છોકરાં, તમારાં છોકરાંના છોકરાં, તમારાં ઘેટાંબકરાં, તમારાં ઢોરઢાંક અને તમારા સૌ કોઈ અહીં ગોશેન પ્રાંતમાં મારી નજીક રહેજો, જેથી હું તમારા ભરણપોષણની બધી જોગવાઈ કરી શકું.


એમ તમે, તમારું કુટુંબ તથા તમારાં ઢોરઢાંકને ભૂખમરો વેઠવાનો વારો આવે નહિ, કારણ, દુકાળનાં હજી બીજાં પાંચ વર્ષ બાકી છે.


ઝિખ્રી નામના એક ઇઝરાયલી યોદ્ધાએ આહાઝ રાજાના પુત્ર માસેયાને, રાજમહેલના વહીવટદાર આઝીકામને અને રાજાના સરસેનાપતિ એલ્કાનાને મારી નાખ્યા.


પણ હોરોનવાસી સાનબાલ્લાટ અને આમ્મોની અધિકારી ટોબિયાએ જ્યારે જાણ્યું કે ઇઝરાયલ લોકોનું ભલું કરવા કોઈ આવ્યું છે ત્યારે તેઓ અત્યંત નારાજ થઈ ગયા.


સૂસાની રાજધાનીમાં મોર્દખાય નામે એક યહૂદી હતો. તે બિન્યામીનના કુળનો હતો અને કીશના પુત્ર શિમઈના પુત્ર યાઈરનો પુત્ર હતો.


રાજાએ પોતાના બધા અધિકારીઓને એવો હુકમ કર્યો હતો કે તેઓ હામાનને ધૂંટણિયે પડીને સલામ ભરે, બધા તે પ્રમાણે કરતા, પણ મોર્દખાયે એ પ્રમાણે સલામ ભરવાની ના પાડી.


મેં સાંભળ્યું છે કે તું રહસ્યોનો ખુલાસો કરી શકે છે. તેથી જો તું આ લેખ વાંચીને મને તેનો અર્થ જણાવીશ તો તને જાંબુઆ વસ્ત્ર અને ગળામાં સોનાનો હાર પહેરાવવામાં આવશે અને રાજ્યમાં તને ત્રીજું સ્થાન અપાશે.”


બેલ્શાસ્સારે તરત જ હુકમ કર્યો કે દાનિયેલને જાંબુઆ વસ્ત્ર પહેરાવવામાં આવે અને ગળામાં સોનાનો હાર પહેરાવી તેનું સન્માન કરવામાં આવે. વળી, રાજાએ તેને રાજ્યમાં ત્રીજું સ્થાન આપ્યું.


રાજ્યપાલો અને પોતાના બે સાથી અધિકારીઓ કરતાં દાનિયેલનું કાર્ય વિશેષ સારું હતું. તે સૌથી વિશેષ કાબેલ હોવાથી રાજા તેને સમસ્ત સામ્રાજ્યનો અધિકારી બનાવવા વિચારતો હતો.


ભાઈઓ, મારા અંત:કરણની ઝંખના તથા ઈશ્વર આગળ મારી એવી પ્રાર્થના છે કે ઇઝરાયલ ઉદ્ધાર પામે.


આ રીતે ખ્રિસ્તની સેવા કરનાર ઈશ્વરને પસંદ પડે છે, અને માણસોને માન્ય થાય છે.


પણ ઇઝરાયલ અને યહૂદિયામાં સૌ દાવિદને ચાહતા, કારણ, લશ્કરી અવરજવરમાં તે એક સફળ આગેવાન હતો.


યોનાથાને તેને કહ્યું, “ગભરાઈશ નહિ, મારા પિતા શાઉલ તને કંઈ નુક્સાન કરી શકશે નહિ. મારા પિતા પણ જાણે છે કે તું ઇઝરાયલનો રાજા બનશે અને હું તારાથી બીજા સ્થાને હોઈશ.”


Lean sinn:

Sanasan


Sanasan