Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 1:19 - પવિત્ર બાઇબલ C.L.

19 તેથી હે રાજા, આપને યોગ્ય લાગે તો એક રાજવી વટહુકમ બહાર પાડો કે વાશ્તી રાણી રાજાની સમક્ષ કદી હાજર થાય નહિ. તેની નોંધ ઇરાન અને માદાયના કાયદાઓમાં કરો જેથી તે કદી બદલી શકાય નહિ. વળી, તેનું રાણીપદ બીજી કોઈ યોગ્ય સ્ત્રીને આપો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 જો રાજાની ઇચ્છા હોય તો એક બાદશાહી ફરમાન બહાર પાડવું જોઈએ, ને તે ફરે નહિ માટે ઈરાનના તથા માદાયના કાયદાઓમાં તે નોંધાવું જોઈએ કે, ‘વાશ્તી હવે પછી અહાશ્વેરોશ રાજાની હજૂરમાં કદી ન આવે; અને રાજાએ તેનું રાણીપદ તેના કરતાં કોઈ સારી હોય તેને આપવું.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 જો રાજાની સંમતિ હોય તો એક કડક બાદશાહી ફરમાન બહાર પાડવામાં આવે અને તે બદલાય નહિ માટે ઇરાન તથા માદીના કાયદાઓમાં તે નોધાવું જોઈએ કે, ‘વાશ્તીએ હવે પછી અહાશ્વેરોશ રાજાની હજૂરમાં કદી ન આવવું.’ અને રાજાએ તેનું રાણીપદ તેના કરતાં કોઈ સારી રાણીને આપવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 “જો રાજાને પસંદ પડે તો અમારીં સલાહ આ છે: જેને ઇરાન અને માદાયના કાનૂનોમાં લખવામાં આવશે અને તેને બદલી શકાશે નહિ, શાહી ફરમાન બહાર પાડો: ‘વાશ્તી રાણીએ અહાશ્વેરોશ રાજાની હાજરીમાં ક્યારેય ન આવવું.’ પછી આપ બીજી કોઇ વધુ પાત્રતાવાળી સ્ત્રીને રાણી બનાવો.

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 1:19
10 Iomraidhean Croise  

શલોમોનના ચુકાદાની જાણ થતાં ઇઝરાયલીઓના મનમાં તેના પ્રત્યે ઊંડું સન્માન પેદા થયું. કારણ, તેમને ખબર પડી કે તકરારોનો યથાર્થ નિકાલ કરવા ઈશ્વરે તેને જ્ઞાન આપ્યું છે.


ઇરાન તથા માદાયના અધિકારીઓની પત્નીઓ જેમણે રાણીના આ વર્તન વિષે જાણ્યું છે તેઓ તેમના પતિને આજે જ વાત કરવાની અને પરિણામે પતિ-પત્ની વચ્ચે સંઘર્ષ અને કલેશનો પાર રહેશે નહિ.


રાજા અને તેમના અધિકારીઓને આ અભિપ્રાય ગમી ગયો અને રાજાએ મમૂખાનના સૂચવ્યા પ્રમાણે કર્યું.


અહાશ્વેરોશ રાજાનો ક્રોધ શમ્યો. તે પછી તેને રાણીએ કરેલું અપમાન તથા તેને લીધે જે હુકમ બહાર પાડવામાં આવ્યો હતો તેની યાદ આવી.


તેથી જો આપને યોગ્ય લાગે તો તેમનો નાશ કરવાનો એક વટહુકમ બહાર પાડવો જોઈએ. જો આપ એમ કરશો તો સામ્રાજ્યના વહીવટ માટે હું રાજભંડારમાં દસ હજાર તાલંત ચાંદી આપીશ.”


“હે રાજા, આપની ઇચ્છા હોય, આપ મારા પર પ્રસન્‍ન હો, અને આપને એ વાત યોગ્ય લાગતી હોય તો અગાગના વંશજ હામ્મદાથાના પુત્ર હામાને આપના સામ્રાજ્યના બધા યહૂદીઓની ક્તલ કરવા માટે જે હુકમ બહાર પાડયો હતો તે પાછો ખેંચી લો.


એસ્તેરને મેં તેની માલમિલક્ત સોંપી દીધી છે. પણ રાજાના નામે અને તેમની મુદ્રિકાથી મહોર મારી બહાર પાડેલો હુકમ કદી બદલી શક્તો નથી. છતાં મારા નામે અને મારી મહોર મારી તમને યોગ્ય લાગે તેવી સૂચનાઓ યહૂદીઓને મોકલી આપો.”


ગુફાના પ્રવેશદ્વાર પર એક મોટો પથ્થર મૂકવામાં આવ્યો અને પથ્થર પર રાજાએ પોતાની શાહી મુદ્રા તેમજ તેમના અધિકારીઓએ પણ પોતાની મુદ્રા મારી, એ માટે કે દાનિયેલને કોઈ બચાવી શકે નહિ.


શમુએલે તેને કહ્યું, “પ્રભુએ આજે ઇઝરાયલનું રાજ્ય તારી પાસેથી ફાડી લીધું છે અને તારા કરતાં વધારે સારા માણસને આપ્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan