Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એસ્તેર 1:10 - પવિત્ર બાઇબલ C.L.

10 મિજબાનીનો સાતમો દિવસ હતો. રાજા પીને મસ્ત બન્યો હતો ત્યારે તેણે રાણીગૃહના સાત અંગરક્ષકોને બોલાવ્યા. તેમનાં નામ આ પ્રમાણે હતા: મહુમાન, બીઝથા, હાર્બોના, બિગ્થા, અબાગ્થા, ઝેથાર અને ર્ક્ક્સ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 સાતમે દિવસે રાજાનું મન દ્રાક્ષારસથી મગ્ન હતું, ત્યારે તેણે મહૂમાન, બિઝથા, હાર્બોના, બિગ્થા, અબાગ્થા, ઝેથાર તથા કાર્કાસ, એ સાત ખોજા અહાશ્વેરોશ રાજાના હજૂરિયા ચાકર હતા, તેઓને આજ્ઞા કરી,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 સાતમે દિવસે જયારે રાજા દ્રાક્ષારસમાં મગ્ન હતો ત્યારે તેણે મહૂમાન, બિઝથા, હાર્બોના, બિગ્થા, અબાગ્થા, ઝેથાર અને કાર્કાસ એ સાત ખોજા જેઓ તેના હજૂરિયા ચાકર હતા, તેઓને આજ્ઞા કરી

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 ઉજાણીના સાતમા દિવસે રાજા દ્રાક્ષારસ પીને ખુબ નશામાં હતો અને તેણે પોતાની સેવા કરતા સાત ખોજાઓ મહૂમાન, બિઝથા, હાબોર્ના, બિગ્થા, અબાગ્થા, ઝેથાર અને કાર્કાસને બોલાવ્યા અને હુકમ કર્યો કે,

Faic an caibideil Dèan lethbhreac




એસ્તેર 1:10
16 Iomraidhean Croise  

તેમને યોસેફના મેજ પરથી વાનગીઓ પીરસવામાં આવી, બીજા ભાઈઓ કરતાં બિન્યામીનને પાંચ ગણું વધારે પીરસવામાં આવ્યું. એમ તેમણે તેની સાથે મિજબાની માણી અને દ્રાક્ષાસવ પીને મસ્ત થયા.


આબ્શાલોમે મિજબાની તૈયાર કરી અને પોતાના નોકરને સૂચના આપી, “આમ્નોન બરાબર દારૂથી ચકચૂર થાય તેનું ધ્યાન રાખજો અને પછી હું હુકમ કરું ત્યારે તેને મારી નાખજો. ગભરાશો નહિ, છેવટે તો તમારે મારા હુકમ પ્રમાણે કરવાનું છે. હિંમત અને શૌર્ય દાખવજો.”


આ જ સમયે વાશ્તી રાણીએ પણ રાજમહેલની અંદર સ્ત્રીઓને મિજબાની આપી.


રાજાની આજ્ઞા પ્રમાણે શીઘ્ર સંદેશકો તાકીદે રવાના થયા. રાજધાની સૂસામાં પણ એ હુકમની જાહેરાત કરવામાં આવી. રાજા અને હામાન મદિરાપાન કરવા બેઠા, પણ સૂસા નગરમાં તો લોકોમાં ગભરાટ મચી ગયો.


તેમણે હામાનનું મુખ ઢાંકી દીધું. તેમનામાંના એકે એટલે હાર્બોનાએ કહ્યું, “રાજાનો જીવ બચાવનાર મોર્દખાય માટે હામાને પોતાને ઘેર પચીસ મીટર ઊંચી એવી ફાંસી બનાવી છે.” રાજાએ આજ્ઞા આપી, “તેના પર હામાનને જ લટકાવી દો.”


દ્રાક્ષાસવ માણસને ઉદ્ધત બનાવે છે અને મદિરા ઝઘડા પેદા કરે છે; તેનાથી ચકચૂર થઈને લથડિયાં ખાનાર જ્ઞાની નથી.


હે લમૂએલ, દ્રાક્ષાસવ પીવો એ રાજાઓને શોભતું નથી, એ તેમને માટે ઘટારત નથી; અને મદિરાની ઝંખના કરવી રાજવીઓને માટે શોભાસ્પદ નથી.


મિજબાની આનંદપ્રમોદ માટે હોય છે અને દ્રાક્ષાસવથી જીવને આનંદ મળે છે. પણ એ બધું પૈસાથી પ્રાપ્ત થાય છે.


તેથી બે માણસોએ સાથે બેસીને ખાધુંપીધું. પછી યુવતીના પિતાએ તેને કહ્યું, “મારું માનો તો રાત અહીં જ ગાળો અને તમારા દિલને ખુશ કરો.”


બોઆઝ ખાઈપી રહ્યો અને તે ખુશમિજાજમાં હતો. પછી તે જવના ઢગલા પાસે જઈ ઊંઘી ગયો. રૂથ ધીરેથી ગઈ અને બોઆઝના પગે ઓઢેલું ખસેડીને ત્યાં સૂઈ ગઈ.


Lean sinn:

Sanasan


Sanasan