Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 6:21 - પવિત્ર બાઇબલ C.L.

21 પ્રભુના કાર્યમાં આપણો પ્રિય ભાઈ અને વિશ્વાસુ સેવક તુખીક્સ તમને મારા વિષેના સર્વ સમાચાર જણાવશે અને તમને મારી પરિસ્થિતિની ખબર પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 વળી મારા સમાચાર અને મારી હાલત કેવી છે તે તમે પણ જાણો માટે પ્રિય ભાઈ તથા પ્રભુમાં વિશ્વાસુ સેવક તુખીકસ તમને સર્વ હકીકત જણાવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 વળી મારી બાબતના સમાચાર અને મારી સ્થિતિ કેવી છે તે તમે પણ જાણો માટે તુખિકસ જે પ્રભુમાં મારો પ્રિય ભાઈ તથા પ્રભુમાં વિશ્વાસુ સેવક છે તે તમને સર્વ માહિતી આપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 હું તમારી પાસે અમારા ભાઈ તુખિકસને મોકલું છું, જેને અમે ચાહીએ છીએ. તે પ્રભુના કાર્ય પ્રત્યે વિશ્વાસુ સેવક છે. મારા પ્રત્યે જે કઈ બની રહ્યુ છે તે બધું તે તમને કહેશે જેથી તમને ખબર પડશે કે હું કેમ છું અને શું કરી રહ્યુ છું.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 6:21
11 Iomraidhean Croise  

બેરિયાના વતની પુર્હસનો પુત્ર સોપાતર તેની સાથે ગયો; એ જ પ્રમાણે, થેસ્સાલોનિકાથી આરિસ્તાર્ખસ અને સિકુંદસ; દેર્બેથી ગાયસ; તિમોથી તથા આસિયા પ્રદેશમાંથી તુખીક્સ અને ત્રોફિમસ પણ હતા.


આ જ કારણથી હું તમારી પાસે તિમોથીને મોકલું છુ. પ્રભુમાં તે મારો પ્રિય અને વિશ્વાસુ પુત્ર છે. ખ્રિસ્ત ઈસુમાંના નવા જીવનમાં હું જે સિદ્ધાંતો અનુસરું છું અને બધી જગ્યાએ સર્વ મંડળીઓમાં જેનું શિક્ષણ આપું છું તેની તે તમને યાદ અપાવશે.


ભાઈઓ, મને પડેલાં દુ:ખો શુભસંદેશના પ્રચારમાં મદદરુપ નીવડયાં છે એ તમે જાણો એવું હું ઇચ્છું છું.


ઈશ્વરની કૃપાનું એ સાચું સ્વરૂપ તમને સમજાવનાર અમારો પ્રિય સાથી સેવક એપાફ્રાસ હતો. તે તો આપણે માટે ખ્રિસ્તને વફાદાર કાર્યકર છે.


તું પોતે વિશ્વાસનાં સત્યો અને સાચા શિક્ષણને અનુસરીને આત્મિક રીતે પોષણ પામતાં ભાઈઓને આ શિક્ષણ આપીશ, તો તું ખ્રિસ્તનો ઉત્તમ કાર્યકર બનીશ.


તુખિક્સને મેં એફેસસ મોકલ્યો છે.


હું આર્તેમાસ કે તુખિક્સને તારી પાસે મોકલું ત્યારે નિકોપોલિસમાં મારી પાસે આવવા તમામ પ્રયત્ન કરજે. કારણ, મેં શિયાળો ત્યાં ગાળવાનું નક્કી કર્યું છે.


હવે તે ગુલામ જ નથી, પણ ગુલામથી વિશેષ છે. તે હવે ખ્રિસ્તમાં પ્રિય ભાઈ છે. તે મને કેટલો પ્રિય છે! તને પણ તે વ્યક્તિ તરીકે અને પ્રભુમાં ભાઈ તરીકે કેટલો પ્રિય થઈ પડશે!


સિલ્વાનસ, જેને હું વિશ્વાસુ ભાઈ ગણું છું તેની મદદથી આ ટૂંકો પત્ર હું તમને પાઠવું છું. હું તમને પ્રોત્સાહન આપવા માગું છું અને આ જ ઈશ્વરની સાચી કૃપા છે એવી મારી સાક્ષી આપવા માગું છું. તેમાં તમે અડગ રહો.


આપણા પ્રભુની ધીરજને ઉદ્ધારની તક માનો. આપણા પ્રિય ભાઈ પાઉલે પણ તેને મળેલા ઈશ્વરના જ્ઞાનનો ઉપયોગ કરીને એવું જ લખ્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan