Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 6:17 - પવિત્ર બાઇબલ C.L.

17 વળી, ઉદ્ધારને ટોપ તરીકે પહેરો અને પવિત્ર આત્માએ આપેલી ઈશ્વરના વચનરૂપી તલવાર હાથ ધરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 વળી, ઉદ્ધારનો ટોપ [પહેરો] , તથા આત્માની તરવાર, જે ઈશ્વરનું વચન છે, તે લો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 અને ઉદ્ધારનો ટોપ તથા આત્માની તલવાર, જે ઈશ્વરનું વચન છે, તે લો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 દેવના તારણને તમારા ટોપ તરીકે અપનાવો. અને આત્માની તલવાર, જે દેવનું વચન છે તે લો.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 6:17
20 Iomraidhean Croise  

હે પ્રભુ, તમે મને તમારા ઉદ્ધારની ઢાલ આપી છે, તમારી મમતાથી તમે મને મહાન બનાવ્યો છે.


તેમણે મારા મુખની વાણી તાતી તલવાર જેવી કરી છે, મને તેમના હાથને ઓથે સંતાડયો છે. અને મને તીક્ષ્ણ તીર જેવો બનાવીને પોતાના ભાથામાં છુપાવી રાખ્યો છે.


તેમણે ન્યાયને બખ્તર તરીકે પહેર્યો અને શિરે વિજયનો ટોપ પહેર્યો. તેમણે પ્રતિકારરૂપી પોષાક પહેર્યો અને આવેશરૂપી ઝભ્ભો ઓઢયો.


એટલે જ મેં મારા સંદેશવાહકોને મારો સજા અને વિનાશનો સંદેશો તમને જણાવવા મોકલ્યા છે. તમારી પાસેની મારી ન્યાયી માગણી અજવાળા જેવી સ્પષ્ટ છે.


દૂતે પ્રભુ તરફથી ઝરુબ્બાબેલને જણાવવા મને આ સંદેશો આપ્યો: “તું લશ્કરી તાક્તથી નહિ, તારા પોતાના બળથી નહિ, પણ મારા આત્માથી સફળતા હાંસલ કરશે.


ઈસુએ જવાબ આપ્યો, શાસ્ત્રમાં લખેલું છે, ’માનવી ફક્ત રોટલીથી જ નહિ, પણ ઈશ્વરના મુખે ઉચ્ચારાયેલા પ્રત્યેક શબ્દ દ્વારા જીવે છે’.


ઈસુએ જવાબ આપ્યો, શાસ્ત્રમાં એમ પણ લખેલું છે, ’તારે પ્રભુ તારા ઈશ્વરની પરીક્ષા કરવી ન જોઈએ.’


કે જેથી તે વચનરૂપી જળથી સ્નાન કરાવીને મંડળીને શુદ્ધ કરે;


પણ આપણે દિવસના હોવાથી સાવધ રહીએ અને વિશ્વાસ અને પ્રેમનું બખ્તર તથા ઉદ્ધારની આશાનો ટોપ પહેરીએ.


ઈશ્વરનું વચન જીવંત અને સમર્થ છે. બેધારી તલવાર કરતાં પણ તે વધુ તીક્ષ્ણ છે. તે જીવ અને આત્મા તથા સાંધા અને મજ્જાના વિભાજન સુધી ઊંડે સુધી ઊતરી જાય છે. તે મનુષ્યના દયની ઇચ્છાઓ તથા વિચારોની પારખ કરે છે.


પવિત્ર આત્માના ભાગીદાર થયા, ઈશ્વરના સંદેશની ઉત્તમતાનો અનુભવ કર્યો અને આવનાર યુગના સામર્થ્યનો અનુભવ કર્યો,


તેમના જમણા હાથમાં સાત તારા હતા, અને તેમના મુખમાંથી તીક્ષ્ણ બેધારી તલવાર નીકળતી હતી. તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્ય જેવો હતો.


હલવાનના રક્તના પ્રતાપે અને પોતે પૂરેલી સાક્ષી દ્વારા આપણા ભાઈઓએ તેની પર વિજય પ્રાપ્ત કર્યો હતો. તેને માટે તેમણે પોતાના પ્રાણની પણ પરવા કરી નહિ, બલ્કે મરણને ભેટવા તૈયાર થયા હતા!


એક તીક્ષ્ણ તલવાર તેના મોંમાંથી નીકળતી હતી; તેનાથી જ તે વિધર્મી પ્રજાઓનો પરાજય કરશે, તે તેમના પર લોખંડી રાજદંડથી શાસન ચલાવશે અને સર્વસમર્થ ઈશ્વરના ભયાનક કોપરૂપી દ્રાક્ષકુંડને ખૂંદી નાખશે.


તારાં પાપથી પાછો ફર. જો તું નહિ ફરે તો હું તરત તારી પાસે આવીશ અને મારા મુખમાંથી નીકળતી તલવારથી હું એ લોકો સાથે યુદ્ધ કરીશ.


તેણે તાંબાનો ટોપ અને 50 કિલોગ્રામ વજનનું તાંબાનું બખ્તર પહેર્યું હતું.


શાઉલે તેને પૂછયું, “એ છોકરા તું કોનો પુત્ર છે?” દાવિદે જવાબ આપ્યો, “હું તમારા સેવક બેથલેહેમના યિશાઈનો પુત્ર છું.”


Lean sinn:

Sanasan


Sanasan