Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 6:14 - પવિત્ર બાઇબલ C.L.

14 તેથી તૈયાર રહો; તમારી કમર પર પટ્ટા તરીકે સત્યને કાસીને બાંધો. બખ્તર તરીકે ન્યાયીપણું પહેરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 માટે સત્યથી તમારી કમર બાંધીને તથા ન્યાયીપણાનું બખતર પહેરીને

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તેથી સત્યથી તમારી કમર બાંધીને, ન્યાયીપણાનું બખતર ધારણ કરીને

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 તેથી સત્યથી તમારી કમર બાંધો; અને પ્રામાણિક જીવન જીવીને તમારી છાતીનું રક્ષણ કરો.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 6:14
13 Iomraidhean Croise  

મોઆબીઓએ સાંભળ્યું કે ત્રણ રાજાઓ તેમના પર આક્રમણ લઈ આવ્યા છે ત્યારે શસ્ત્ર સજી શકે તેવી ઉંમરના બધા માણસો એકઠા થયા અને તેમણે સરહદ પર મોરચો માંડયો.


મેં સદાચાર પહેરી લીધો હતો અને તેણે મને ઢાંકી દીધો હતો, મારી નેકી મારા ઝભ્ભા અને પાઘડી સમાન હતી.


ન્યાયીપણું તેનો કમરપટ્ટો, ને પ્રામાણિક્તા તેનો કમરબંધ થશે.


તેમણે ન્યાયને બખ્તર તરીકે પહેર્યો અને શિરે વિજયનો ટોપ પહેર્યો. તેમણે પ્રતિકારરૂપી પોષાક પહેર્યો અને આવેશરૂપી ઝભ્ભો ઓઢયો.


“લગ્નસમારંભમાં ગયેલા શેઠની રાહ જોઈ રહેલા નોકરોની માફક તમે તમારી કમરો કાસીને અને તમારા દીવા પેટાવીને તૈયાર રહો.


રાત્રિ લગભગ પસાર થઈ ગઈ છે; દિવસ નજીક આવી પહોંચ્યો છે. હવે અંધકારનાં દુષ્ટ કામો કરવાનું બંધ કરી દઈએ. પ્રકાશનાં શસ્ત્રો સજી લઈએ.


સાચા પ્રેમથી, સત્યના અમારા સંદેશાથી અને ઈશ્વરના સામર્થ્ય દ્વારા કર્યું છે. સ્વરક્ષણ તેમજ આક્રમણ માટે અમે સચ્ચાઈને અમારું શસ્ત્ર બનાવ્યું છે!


કારણ, પ્રકાશનાં ફળરૂપે જ ભલાઈ, ન્યાયીપણું અને સત્યતા આવે છે.


તેથી ઈશ્વરનાં શસ્ત્રો હમણાં જ સજી લો! જેથી જ્યારે ભૂંડા દિવસો આવે ત્યારે દુશ્મનના હુમલાને ખાળવા તમે શક્તિમાન થઈ શકો અને અંત સુધી લડાઈ કરીને તમે ઊભા રહી શકો.


પણ આપણે દિવસના હોવાથી સાવધ રહીએ અને વિશ્વાસ અને પ્રેમનું બખ્તર તથા ઉદ્ધારની આશાનો ટોપ પહેરીએ.


તેથી તમારાં મનમાં સજ્જ થઈને જાગૃત રહો, અને ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાના સમયે મળનાર આશિષો પર સંપૂર્ણ આશા રાખો.


મારા સંદર્શનમાં જોયેલા ઘોડા અને તેના સવાર આવા હતા. તેમની છાતીનાં બખ્તર અંગારા જેવાં લાલ, નીલમણિ જેવાં વાદળી અને ગંધક જેવાં પીળાં હતાં. ઘોડાનાં માથાં સિંહનાં માથાં જેવાં હતાં. અને તેમના મુખમાંથી અગ્નિ, ધૂમાડો અને ગંધક નીકળતાં હતાં.


તેમની છાતી લોઢાના બખ્તર જેવી દેખાતી વસ્તુથી ઢંક્યેલી હતી. તેમની પાંખોના ફફડાટનો અવાજ ઘણા ઘોડા જોડેલા રથના ગડગડાટ જેવો હતો.


Lean sinn:

Sanasan


Sanasan