Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 6:1 - પવિત્ર બાઇબલ C.L.

1 બાળકો, તમે તમારાં માતાપિતાને પ્રભુમાં આજ્ઞાંક્તિ રહો, કારણ, એમ કરવું તે યોગ્ય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 છોકરાં, પ્રભુમાં તમારાં માતપિતાની આજ્ઞાઓ માનો, કેમ કે એ યથાયોગ્ય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 બાળકો, પ્રભુમાં તમારાં માતાપિતાની આજ્ઞાઓ માનો, કેમ કે એ ઉચિત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 જે રીતે પ્રભૂની ઈચ્છા છે તે રીતે બાળકો, તમારા માતાપિતાના આજ્ઞાંકિત બનો, જે કરવું યોગ્ય છે.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 6:1
33 Iomraidhean Croise  

અને યાકોબ પોતાનાં માતપિતાની આજ્ઞા માની મેસોપોટેમિયા ગયો છે.


ઇઝરાયલે યોસેફને કહ્યું, “શખેમમાં તારા ભાઈઓ ટોળાં ચરાવે છે. ચાલ, હું તને તેમની પાસે મોકલીશ.” યોસેફે જવાબ આપ્યો, “હા, હું તૈયાર છું.”


પછી યોસેફે તેમને તેના ખોળામાંથી લઈ લીધા અને ભૂમિ સુધી પોતાનું માથું નમાવીને તેણે પ્રણામ કર્યા.


આમ, યાકોબે પોતાના પુત્રોને આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે કર્યું.


સિનાઈ પર્વત પર તમે આકાશમાંથી ઊતર્યા, તમે તમારા લોકો સાથે બોલ્યા અને તેમને યથાર્થ અને સત્ય એવા નીતિનિયમો અને સારા વિધિઓ તથા આજ્ઞાઓ આપ્યાં.


એસ્તેર મોર્દખાયને ઘેર ઉછરતી હતી ત્યારે તે જેમ મોર્દખાયનું માનતી તેમ અત્યારે પણ માનતી. મોર્દખાયના કહેવા પ્રમાણે એસ્તેરે પોતે યહૂદી છે એ વાતની ખબર કોઈને પડવા દીધી નહિ.


તે લોકો સમક્ષ ગાતાં ગાતાં કહેશે, ‘મેં પાપ કર્યું હતું અને હું આડે માર્ગે ગયો હતો, છતાં ઈશ્વરે મને એની સજા કરી નહિ;


તેથી હું તમારા સર્વ આદેશો અનુસરું છું, અને હું જૂઠા માર્ગોને ધિક્કારું છું.


હે પ્રભુ, તમારા ચુકાદા અદલ છે; હું જાણું છું કે તમારા વિશ્વાસુપણામાં જ તમે મને દુ:ખી કર્યો છે.


પ્રભુના આદેશો સાચા છે, તે દયને આનંદ આપે છે; પ્રભુની આજ્ઞાઓ નિર્મળ છે; તે આંખોને તેજ પમાડે છે.


મારા પુત્ર તારા પિતાએ ફરમાવેલી શિસ્ત પ્રત્યે લક્ષ આપ, અને તારી માતાના શિક્ષણની ઉપેક્ષા કરીશ નહિ.


તારા જન્મદાતા પિતાનું કહેવું સાંભળ; તારી માતાને તેની વૃદ્ધાવસ્થામાં તુચ્છકારીશ નહિ.


એવા લોકો પણ હોય છે જેઓ પોતાના પિતાને શાપ દે છે, અને પોતાની જનેતાની કદર બૂજતા નથી.


પિતાની મશ્કરી કરનાર અને વૃદ્ધ માતાની ઘૃણા કરનાર પુત્રની આંખો ખીણના કાગડા કોચી કાઢશે અને ગીધડાં તેમનો ભક્ષ કરશે.


મારા પુત્ર, તારા પિતાની આજ્ઞાઓનું પાલન કર, અને તારી માતાએ આપેલા શિક્ષણનો ત્યાગ ન કર.


રેખાબના પુત્ર યોનાદાબના વંશજોએ કદી દ્રાક્ષાસવ નહિ પીવાની તેની આજ્ઞાનું ખંતથી પાલન કર્યું છે. તેમના પૂર્વજની આજ્ઞાને આધીન થઈને તેમણે આજ સુધી દ્રાક્ષાસવ પીધો નથી. પરંતુ હું તો તમને વારંવાર આગ્રહથી સંદેશા પાઠવતો રહ્યો છું, છતાં તમે મારી વાણી સાંભળી જ નથી.


પછી યર્મિયાએ રેખાબી ગોત્રના લોકોને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: તમે તમારા પૂર્વજ યોનાદાબે આપેલી આજ્ઞાનું પાલન કર્યું છે અને તેની સર્વ સૂચનાઓ પ્રમાણે વર્ત્યા છો અને તેણે ફરમાવ્યું તે સંપૂર્ણપણે પાળ્યું છે,


અમે અમારા પૂર્વજ યોનાદાબની બધી સૂચનાઓનું ચુસ્ત રીતે પાલન કર્યું છે. અમે કે અમારી પત્નીઓએ કે અમારા પુત્રપુત્રીઓએ જીવનમાં ક્યારેય દ્રાક્ષાસવ પીધો નથી.


જે જ્ઞાની હોય તેણે અહીં લખેલી વાત સમજવી અને બુદ્ધિમાને તેને ગ્રહણ કરવી. પ્રભુના માર્ગો સત્ય છે અને નેક માણસો એમાં ચાલશે, પરંતુ પાપીઓ તેની અવગણના કરીને ઠોકર ખાશે.


દરેકે પોતાનાં માતાપિતાનું સન્માન કરવું અને મારા સાબ્બાથદિન પાળવા. હું પ્રભુ, તમારો ઈશ્વર છું.”


તેથી ઈસુ તેમની સાથે નાઝારેથ ગયા અને ત્યાં તે તેમને આધીન રહ્યા. તેમની માએ આ બધી વાતો પોતાના મનમાં સંઘરી રાખી.


આ દુનિયાના ધોરણને અનુસરો નહિ, પરંતુ ઈશ્વરને તમારા મનનું પૂરેપૂરું પરિવર્તન કરીને તમારું આંતરિક રૂપાંતર કરવા દો. ત્યાર પછી જ તમને ઈશ્વરની ઇચ્છાની ખબર પડશે કે શું સારું છે, ઈશ્વરને શું ગમે છે અને સંપૂર્ણ તથા યોગ્ય શું છે.


ઈશ્વરના લોકોને શોભે તે રીતે પ્રભુના નામમાં તેનું સન્માન કરજો. તેણે ઘણા લોકોને તથા મને મદદ કરી છે. તેથી તે પણ જ્યારે તમારી પાસે મદદની માગણી કરે, ત્યારે તેને સહાય કરજો.


નિયમશાસ્ત્ર તો પવિત્ર છે; અને આજ્ઞા પવિત્ર, સાચી અને સારી છે.


આથી મારા પ્રિય ભાઈઓ, સ્થિર અને દૃઢ થાઓ અને પ્રભુના કાર્યમાં સતત લાગુ રહો, કારણ, તમને ખબર છે કે પ્રભુની સેવા માટે તમે જે કંઈ કરો છો તે નિરર્થક નથી.


“જો કોઈ માણસને હઠીલો અને ઉધત પુત્ર હોય અને તે પોતાના માતાપિતાનું કહેવું માનતો ન હોય અને તેમની શિસ્તની અવગણના કરતો હોય,


તો તેમણે પ્રથમ તેમના પોતાના ઘર પ્રત્યે પોતાની ધાર્મિક જવાબદારી અદા કરવી જોઈએ અને માબાપનું ઋણ અદા કરવું જોઈએ.


પ્રભુને લીધે દરેક માનવી સત્તાને આધીન રહો. એટલે સર્વસત્તાધીશ રાજાને,


રૂથે જવાબ આપ્યો, “તમારા કહ્યા પ્રમાણે હું બધું કરીશ.”


બીજે દિવસે દાવિદ વહેલી સવારે ઊઠયો અને બીજાને ઘેટાંની સંભાળ સોંપીને યિશાઈના કહેવા પ્રમાણે ખોરાક લઈને ઉપડયો. યુદ્ધનો પોકાર કરતાં કરતાં ઇઝરાયલીઓ યુદ્ધની હરોળ પર જતા હતા તે જ વખતે તે છાવણીમાં આવી પહોંચ્યો.


Lean sinn:

Sanasan


Sanasan