Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 5:23 - પવિત્ર બાઇબલ C.L.

23 કારણ, જેમ ખ્રિસ્તને મંડળી પર અધિકાર છે તે જ રીતે પતિને તેની પત્ની પર અધિકાર છે; અને ખ્રિસ્ત પોતે, મંડળી જે તેમનું શરીર છે, તેના ઉદ્ધારક છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 કેમ કે જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે, તેમ પતિ પત્નીનું શિર છે. વળી [ખ્રિસ્ત] શરીરનો ત્રાતા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 કેમ કે પતિ પત્નીનું શિર છે. જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે તે શરીરનાં ઉદ્ધારક છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 જે રીતે ખ્રિસ્ત મંડળીનો અધ્યક્ષ છે, તે રીતે પતિ પત્નીનો અધ્યક્ષ છે. મંડળી ખ્રિસ્તનું અંગ છે. અને ખ્રિસ્ત શરીરનો ત્રાતા છે.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 5:23
11 Iomraidhean Croise  

તમારી પોતાની તેમ જ પવિત્ર આત્માએ તમને સોંપેલા આખા ટોળાની સંભાળ રાખો. ઈશ્વરની મંડળી, જેને તેમણે પોતાના લોહી દ્વારા ખરીદી લીધી છે તેનું પાલન કરો.


બીજું કોઈ કહેશે, “અન્‍ન પેટ માટે છે અને પેટ અન્‍ન માટે છે.” એ સાચું તો છે, પણ ઈશ્વર એ બન્‍નેનો નાશ કરશે. માનવી શરીર વ્યભિચાર કરવા માટે નહિ, પણ પ્રભુને માટે છે; અને પ્રભુ શરીરના પાલનહાર છે.


એને બદલે, પ્રેમથી સત્યને અનુસરીને ખ્રિસ્ત જે શિર છે તેમનામાં આપણે દરેક રીતે વૃદ્ધિ પામીએ.


જેમ મંડળી ખ્રિસ્તને આધીન રહે છે તેમ જ પત્નીએ પ્રત્યેક બાબતમાં પતિને આધીન રહેવું.


તે તો પોતાના શરીરનું, એટલે કે, મંડળીનું શિર છે અને તે શરીરના જીવનનું ઉદ્ભવસ્થાન છે. તે ઈશ્વરના પ્રથમજનિત પુત્ર છે, અને માત્ર તેમને જ સર્વ સર્જનમાં પ્રથમસ્થાન મળે તે માટે તેમને મરણમાંથી સજીવન કરવામાં આવ્યા છે.


કારણ, અમે તમારી પાસે આવ્યા ત્યારે તમે અમારો કેવો આવકાર કર્યો, કેવી રીતે તમે મૂર્તિઓ પાસેથી જીવતા અને સાચા ઈશ્વર તરફ તેમની સેવા કરવાને ફર્યા અને ઈશ્વરના પુત્ર, જેમને તેમણે મરેલાંમાંથી સજીવન કર્યા તે, એટલે આપણને આવનાર કોપથી બચાવનાર ઈસુના સ્વર્ગમાંથી આગમનની તમે કેવી રાહ જુઓ છો, એ વિષે એ લોકો પોતે જ પ્રચાર કરે છે.


ચાલો, આપણે આનંદ કરીએ અને બહુ હર્ષ પામીએ, અને તેમને મહિમા આપીએ. કારણ, હલવાનના લગ્નનો સમય આવી ગયો છે. તેમની કન્યાએ પોતાને તૈયાર કરી છે.


વળી, તેમણે નવું ગીત ગાયું: “તમે પુસ્તકની મુદ્રાઓ તોડીને તે ઉઘાડવાને સમર્થ છો. કારણ, તમારું બલિદાન કરવામાં આવ્યું હતું, અને તમારા રક્તથી તમે પ્રત્યેક જાતિ, ભાષા, રાષ્ટ્ર અને પ્રજામાંથી ઈશ્વરને માટે તમારા લોકને ખરીદી લીધા છે.


Lean sinn:

Sanasan


Sanasan