Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 5:21 - પવિત્ર બાઇબલ C.L.

21 ખ્રિસ્ત પ્રત્યેના તમારા આદરને લીધે તમે એકબીજાને આધીન રહો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 તમે ખ્રિસ્તને માન આપો છો તેથી એકબીજાને સ્વૈચ્છિક રીતે આધિન થાઓ.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 5:21
20 Iomraidhean Croise  

પ્રભુના દૂતે તેને કહ્યું, “તું તારી શેઠાણી પાસે પાછી જા, ને તેને આધીન રહે.”


સર્વ અધિકારીઓ અને સૈનિકો અને દાવિદના બીજા પુત્રો પણ શલોમોનને રાજા ગણી વફાદાર રહ્યા.


પ્રભુનો ભય રાખો અને ચોક્સાઈથી વર્તો, કારણ, આપણા ઈશ્વર પ્રભુ અન્યાય, પક્ષપાત કે લાંચરુશવત સાંખી લેતા નથી.”


મારી અગાઉના બધા રાજ્યપાલો લોકોને બોજારૂપ હતા. તેઓ લોકો પાસેથી ખોરાક અને દ્રાક્ષાસવ પેટે દરરોજના રૂપાના ચાલીસ શેકેલના સિક્કા લેતા હતા. તેમના નોકરો પણ લોકો પર જુલમ ગુજારતા હતા. પણ હું ઈશ્વરની બીક રાખતો હોવાથી એ પ્રમાણે વર્ત્યો નથી.


પછી મેં કહ્યું, “આ તમે બહુ જ ખોટું કરો છો. તમારે તો ઈશ્વરથી ડરીને સદાચારથી વર્તવું જોઈએ. એવું કરશો તો તમે આપણા બિનયહૂદી શત્રુઓને આપણી નિંદા કરવાનું નિમિત્ત આપશો નહિ.


મારા પુત્ર, પ્રભુનો આદરયુક્ત ડર રાખ અને રાજાનું સન્માન કર, અને વિદ્રોહ કરનારાનો સાથ કરીશ નહિ.


મારા ભાઈઓ, તમે એવા સેવકો અને તેમની સાથે પરિશ્રમ કરનાર અન્ય સાથી કાર્યકરોને આધીન રહો એવી મારી વિનંતી છે.


દરેક પોતાના શારીરિક જીવન દરમિયાન સારું કે નરસું જે કંઈ કર્યું હશે, તે મુજબ જ ફળ પામશે. અમે મનમાં ઈશ્વરનો ડર રાખીને માણસોને સમજાવવા પ્રયત્ન કરીએ છીએ. ઈશ્વર અમને પૂરેપૂરી રીતે ઓળખે છે, અને તમે પણ તમારાં અંત:કરણોથી અમને ઓળખો છો એવી અમને આશા છે.


મારા પ્રિય મિત્રો, આ સર્વ વરદાનો આપણને આપવામાં આવ્યાં હોવાથી આપણા આત્મા અને શરીરને, એટલે કે, આપણા જીવનને અશુદ્ધ બનાવનાર સર્વ બાબતોથી પોતાને અલગ રાખીએ અને ઈશ્વરના ડરમાં જીવન ગાળીને પવિત્રતાની પૂર્ણતા પ્રતિ વધતા જઈએ.


તમે સ્વતંત્ર રહો એ માટે ઈશ્વરે તમને આમંત્રણ આપ્યું છે. પણ તમારું સ્વાતંય તમારી શારીરિક ઇચ્છાઓને સ્વચ્છંદતાના માર્ગે લઈ જવાનું બહાનું ન બની જાય, તેનું ધ્યાન રાખો. એને બદલે, એકબીજા પરનો પ્રેમ તમને સેવા કરતાં શીખવે.


પત્નીઓ, જેમ પ્રભુને તેવી જ રીતે તમારા પતિને આધીન રહો.


જેમ મંડળી ખ્રિસ્તને આધીન રહે છે તેમ જ પત્નીએ પ્રત્યેક બાબતમાં પતિને આધીન રહેવું.


સ્વાર્થી મહત્ત્વાક્ંક્ષા અથવા મિથ્યાભિમાનથી કંઈ ન કરો; પણ એકબીજા પ્રત્યે નમ્રતા દાખવો અને પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણો.


બોધ અપાતો હોય ત્યારે સ્ત્રીએ શાંતિથી અને પૂરી આધીનતાથી શીખવું જોઈએ.


તે પોતાના કુટુંબને સારી રીતે ચલાવનાર અને તેનાં બાળકો તેને આધીન થાય અને તેને માન આપે તે રીતે તેઓને રાખનાર હોવો જોઈએ.


તમારા આગેવાનોને આધીન થાઓ, તેમની આજ્ઞાઓનું પાલન કરો. આરામ લીધા વગર તેઓ તમારા આત્માઓની સંભાળ રાખે છે. કારણ, તેમણે પોતાની સેવાનો હિસાબ ઈશ્વરને આપવાનો છે. જો તમે તેમને આધીન રહો તો તેઓ પોતાનું કાર્ય આનંદથી કરશે; નહિ તો તેઓ ઉદાસીનતાથી કાર્ય કરશે અને તેથી તમને કંઈ લાભ થશે નહિ.


પ્રભુને લીધે દરેક માનવી સત્તાને આધીન રહો. એટલે સર્વસત્તાધીશ રાજાને,


સર્વ માણસોને માન આપો. તમારા સાથી વિશ્વાસીઓ પર પ્રેમ રાખો. ઈશ્વરનો ડર રાખો અને રાજાને માન આપો.


તે જ પ્રમાણે, તમારા યુવાનોએ આગેવાનોને આધીન રહેવું. તમે એકબીજાની સેવા કરી શકો માટે તમારે બધાએ નમ્રતા ધારણ કરવી. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “ઈશ્વર અભિમાનીનો તિરસ્કાર કરે છે પણ નમ્રને કૃપા આપે છે.”


Lean sinn:

Sanasan


Sanasan