Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 5:16 - પવિત્ર બાઇબલ C.L.

16 તમને મળતી દરેક તકનો સદુપયોગ કરો, કારણ, આ દિવસો ખરાબ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 સમયનો સદુપયોગ કરો, કેમ કે દિવસો ભૂંડા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 સમયનો સદુપયોગ કરો, કેમ કે દિવસો ખરાબ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 મારું કહેવું છે કે સુશીલ જીવન જીવવા દરેક સમયનો સદુપયોગ કરો કારણ કે આ અનિષ્ટ સમય છે.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 5:16
18 Iomraidhean Croise  

યાકોબે કહ્યું, “જુઓ, સાંજ પડવાને હજી ઘણી વાર છે અને ઢોર એકઠાં કરવાનો વખત થયો નથી. માટે તમે ઘેટાંને પાણી પીવડાવીને ફરી ચરવા લઈ જાઓ.”


કપરા સમયોમાં પણ તેમને લજ્જિત થવું પડશે નહિ; દુકાળમાં પણ તેઓ તૃપ્ત રહેશે.


સાત નહિ, પણ આઠ સ્થળોએ તારો માલ વહેંચી નાખ. કારણ, આ દુનિયામાં શી આફત આવી પડશે એ તું જાણતો નથી.


તેથી તારી જુવાનીના દિવસોમાં, અને જ્યારે તું એમ કહેશે કે, મને કશામાં આનંદ આવતો નથી તેવા માઠા દિવસો આવ્યા અગાઉ તારા સર્જનહારનું સ્મરણ કર.


જે કંઈ કામ તારા હાથમાં આવે તે તારી પૂરી તાક્તથી કર. કારણ, તારા મૃત્યુ પછી તારે મરેલાંની દુનિયામાં જવાનું છે, જ્યાં કોઈ કામ, યોજના, જ્ઞાન કે બુદ્ધિ નથી.


એ સાંભળીને રાજાએ કહ્યું, “હું ચોક્કસ જાણું છું કે તમે સમય મેળવવાનો પ્રયાસ કરો છો, કારણ, તમને મારા નિર્ણયની ખબર પડી ગઈ છે,


એટલે તો શાણો માણસ પણ મૌન સેવે છે; કારણ, ભારે ભૂંડો સમય આવી પહોંચ્યો છે.


એ જ પ્રમાણે જે સેવકને બે હજાર મળ્યા હતા તેણે બીજા બે હજારનો નફો કર્યો.


ઈસુએ જવાબ આપ્યો, “હજી થોડો સમય પ્રકાશ તમારી પાસે છે. એ પ્રકાશ છે ત્યાં સુધી ચાલતા રહો; જેથી અંધકાર તમારા પર આવી પડે નહિ. અંધકારમાં ચાલનારને પોતે ક્યાં જાય છે તેની ખબર હોતી નથી.


તમારે તેમ કરવાની જરૂર છે; કારણ, આ કેવો સમય છે તે તમે જાણો છો. હાલ તમારે ઊંઘમાંથી જાગવાનો સમય આવી પહોંચ્યો છે. આપણે વિશ્વાસ કર્યો, ત્યારના કરતાં હાલ આપણો ઉદ્ધાર વધુ નજીક છે.


હાલની નાજુક પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને દરેક માણસે પોતે જે સ્થિતિમાં છે તેમાં જ રહેવું.


હાલના આ દુષ્ટ જમાનામાંથી આપણને સ્વતંત્ર કરવા માટે ખ્રિસ્તે આપણાં પાપને કારણે આપણા ઈશ્વરપિતાની ઇચ્છાને આધીન થઈને પોતાનું અર્પણ કર્યું છે.


આમ, જ્યારે પણ આપણને તક મળે, ત્યારે આપણે સૌનું, અને ખાસ કરીને જેઓ વિશ્વાસમાં એક કુટુંબ છે, તેમનું ભલું કરીએ.


તેથી ઈશ્વરનાં શસ્ત્રો હમણાં જ સજી લો! જેથી જ્યારે ભૂંડા દિવસો આવે ત્યારે દુશ્મનના હુમલાને ખાળવા તમે શક્તિમાન થઈ શકો અને અંત સુધી લડાઈ કરીને તમે ઊભા રહી શકો.


તમારા પગના જોડા તરીકે શાંતિનો શુભસંદેશ જાહેર કરવાની તત્પરતા પહેરો.


અવિશ્વાસીઓ સાથે સમજણપૂર્વક વર્તો અને તમને મળેલી દરેક તકનો ઉપયોગ કરો.


Lean sinn:

Sanasan


Sanasan