Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 4:26 - પવિત્ર બાઇબલ C.L.

26 જો તમે ગુસ્સે થાઓ, તો તમારો ગુસ્સો તમને પાપમાં દોરી જાય એવું થવા ન દો; અને આખો દિવસ ગુસ્સે ન રહો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો. તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 ગુસ્સે થવાય ત્યારે ખુન્નસ રાખવાનું પણ પાપ ન કરો; તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 જ્યારે તમે ક્રોધિત થાઓ ત્યારે પાપ કરવા ન પ્રેરાશો. અને આખો દિવસ ક્રોધિત પણ ન રહેશો.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 4:26
22 Iomraidhean Croise  

રોષને છોડ અને ક્રોધનો ત્યાગ કર; તું ખિજવાઈશ નહિ; એ હાનિકારક નીવડે છે.


ભયભીત થાઓ, પાપ કરતાં અટકો, તમારી પથારી પર શાંતિથી સુતા હો ત્યારે તમારા મનમાં ઊંડો વિચાર કરો. (સેલાહ)


મોશેએ કહ્યું, “આ તમારા બધા અમલદારો મારી આગળ આવીને નમી જઈને કહેશે, ‘તું તથા તને અનુસરનારા તારા સર્વ લોકો અહીંથી જતા રહો’ અને તે પછી જ હું જતો રહીશ.” પછી મોશે ક્રોધથી તપી જઈને ફેરો આગળથી ચાલ્યો ગયો.


સમજદાર માણસ ઝટ ગુસ્સે થતો નથી, પણ ક્રોધી સ્વભાવવાળો પોતાની મૂર્ખતા પ્રગટ કરે છે.


શાણો માણસ પોતાના ક્રોધને અંકુશમાં રાખે છે; અન્યના અપરાધની દરગુજર કરવી એમાં તેની શોભા છે.


જેમ મોસમી પવનો વરસાદ લાવે છે, તેમ જ ચુગલીખોર જીભ ક્રોધ ઉત્પન્‍ન કરે છે.


ગુસ્સે થવામાં ઉતાવળા થવું નહિ. કારણ, ગુસ્સો મૂર્ખના હૃદયમાં વસે છે.


“આરોન હવે મૃત્યુ પામીને પોતાના પૂર્વજો સાથે ભળી જશે. મેં ઇઝરાયલીઓને જે દેશ આપવાનું વચન આપ્યું છે તેમાં તે પ્રવેશી શકશે નહિ. કારણ, તમે મરીબાના ઝરણા પાસે મારી આજ્ઞાની વિરુધ વિદ્રોહ કર્યો હતો.


પણ હવે હું તમને કહું છું: જે કોઈ પોતાના ભાઈ પર વિનાકારણ ગુસ્સે થાય છે તેને ન્યાયાધીશ સમક્ષ હાજર કરવામાં આવશે. જે કોઈ પોતાના ભાઈને ’મૂર્ખ!’ કહેશે, તેને ન્યાયસભાની સમક્ષ રજૂ કરવામાં આવશે અને જે કોઈ પોતાના ભાઈને ’બેવકૂફ’ કહેશે તે નર્કના અગ્નિમાં જવાના જોખમમાં આવશે.


ઈસુ એ જોઈને ગુસ્સે ભરાયા અને તેમણે શિષ્યોને કહ્યું, “બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકશો નહિ; કારણ, ઈશ્વરનું રાજ તેમના જેવાઓનું જ છે.


ઈસુએ તેમના તરફ ગુસ્સાભરી નજર ફેરવી; અને તેઓ હઠીલા અને કઠોર હોવાથી તેમને દુ:ખ થયું. પછી પેલા માણસને કહ્યું, “તારો હાથ લાંબો કર.” તેણે પોતાનો હાથ લાંબો કર્યો એટલે તે પહેલાંના જેવો સાજો થઈ ગયો.


સૂર્યાસ્ત થયા પહેલાં તમે તેને તેનું દૈનિક વેતન ચૂકવી દો. તે તંગીમાં છે અને તેથી તેના પર તેનું ચિત્ત ચોંટેલું છે. જો તમે તેનું વેતન નહિ ચૂકવો તો તે પ્રભુ આગળ તમારી વિરુધ પોકાર કરશે અને તમે દોષિત ઠરશો.


મારા પ્રિય ભાઈઓ, આટલું યાદ રાખો: દરેકે સાંભળવામાં તત્પર, બોલવામાં ધીરા અને ગુસ્સે થવામાં ધીમા થવું જોઈએ.


ઈશ્વરનો ન્યાયી ઇરાદો કંઈ માણસના ગુસ્સાથી ફળીભૂત થતો નથી.


તે દિવસે એટલે ઉત્સવને બીજે દિવસે કંઈ જમ્યા વિના યોનાથાન ગુસ્સામાં ભોજન પરથી ઊઠી ગયો. શાઉલે દાવિદનું અપમાન કર્યું હોવાથી તેને ઊંડું દુ:ખ થયું.


Lean sinn:

Sanasan


Sanasan