એફેસીઓ 3:6 - પવિત્ર બાઇબલ C.L.6 રહસ્ય આ પ્રમાણે છે: શુભસંદેશની મારફતે ઈશ્વરની આશિષોમાં યહૂદીઓની સાથે બિનયહૂદીઓને પણ ભાગ મળ્યો છે. તેઓ એક જ શરીરનાં અંગો છે અને ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરે આપેલા વરદાનના ભાગીદાર બન્યા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 એટલે કે વિદેશીઓ, ખ્રિસ્ત ઈસુમાં સુવાર્તાદ્વારા [અમારી સાથે] વતનમાં ભાગીદાર, [તેમના] શરીરના અવયવો, તથા તેમના વચનના સહભાગી છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 એટલે કે બિનયહૂદીઓ, ખ્રિસ્ત ઈસુમાં સુવાર્તાદ્વારા, અમારા સાથી વારસો, તથા શરીરનાં સાથી અવયવો, તથા તેમના આશાવચનના સહભાગીદાર છે; Faic an caibideilપવિત્ર બાઈબલ6 ગૂઢ સત્ય આ છે કે: દેવના પોતાના લોકો માટે જે કાંઈ લભ્ય છે તે બધું જ યહૂદિઓની જેમ, બિનયહૂદિઓને પણ લભ્ય બનશે. બિનયહૂદિઓ યહૂદિઓ સાથે તેના શરીરના અવયવોમાં સહભાગી છે અને ખ્રિસ્ત ઈસુ દ્વારા દેવે આપેલાં વચનના તેઓ પણ સહભાગીદાર છે. સુવાર્તાથી બિનયહૂદિઓને આ સર્વ સુલભ થયું છે. Faic an caibideil |