Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 3:5 - પવિત્ર બાઇબલ C.L.

5 ભૂતકાળમાં માણસોને આ રહસ્ય જણાવવામાં આવ્યું ન હતું, પણ વર્તમાન સમયમાં ઈશ્વરે પોતાના આત્માની મારફતે તેમના પ્રેષિતો અને સંદેશવાહકોને આ રહસ્ય જણાવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તે જેમ હમણાં તેમના પવિત્ર પ્રેરિતોને તથા પ્રબોધકોને આત્માથી પ્રગટ થયેલા છે, તેમ આગલા જમાનાઓમાં માણસોના જાણવામાં આવ્યા નહોતા,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જેમ અગાઉની પેઢીના માણસોના દીકરાઓને જાણવામાં આવ્યું ન હતું જેમ હમણાં તેમના પવિત્ર પ્રેરિતોને તથા પ્રબોધકોને પવિત્ર આત્મામાં પ્રગટ થયેલા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 લોકો જે અગાઉના સમયમાં જીવતા હતા, તેઓને આ ગૂઢ સત્યનું જ્ઞાન કહ્યું નહોતું. પરંતુ હવે, આત્મા દ્વારા, દેવે તેના પવિત્ર પ્રેરિતો અને પ્રબોધકોને આ ગૂઢ સત્યના દર્શન કરાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 3:5
24 Iomraidhean Croise  

પણ હવે પછી પ્રજાઓ તેને જોઈને આભી બની જશે; રાજાઓ પણ વિસ્મિત થઈને અવાકા બની જશે; કારણ, તેમને પહેલાં કહેવામાં આવ્યું ન હોય એવું તેઓ જોશે અને તેમણે પહેલાં સાંભળ્યું નહોતું તે તેઓ સમજશે.”


હું તમને સાચે જ કહું છું: તમે જે જુઓ છો તે જોવા અને જે સાંભળો છો તે સાંભળવા ઘણા સંદેશવાહકો અને ઈશ્વરના ઘણા લોકો ઇચ્છતા હતા, પણ તેઓ જોઈ શક્યા કે સાંભળી શક્યા નહોતા.


’અમને કોઈએ કામ આપ્યું નથી.’ તેણે કહ્યું, ’ભલે, તમે પણ મારી દ્રાક્ષવાડીમાં જઈને કામ કરો.’


તેથી હું તમારી મધ્યે સંદેશવાહકો, જ્ઞાનીઓ અને શિક્ષકો મોકલીશ. તેમાંના કેટલાકનું તમે ખૂન કરશો, કેટલાકને ક્રૂસે જડાવશો, જ્યારે કેટલાકને ભજનસ્થાનોમાં ચાબખા મરાવશો અને તેમને સતાવી સતાવીને એક ામથી બીજે ામ રઝળાવશો.


હું તમને કહું છું કે, તમે જે જોઈ રહ્યા છો તે જોવા ઈશ્વરના ઘણા સંદેશવાહકો તથા રાજવીઓ આતુર હતા, પણ તેઓ જોઈ શક્યા નહિ; અને તમે જે સાંભળી રહ્યા છો તે સાંભળવા તેઓ ઉત્સુક હતા, પણ સાંભળી શક્યા નહિ.”


આ જ કારણને લીધે ઈશ્વરના જ્ઞાને કહ્યું, ‘હું તેમની પાસે સંદેશવાહકો અને પ્રેષિતોને મોકલીશ; તેઓ તેમાંના કેટલાકને મારી નાખશે; અને બીજા કેટલાકની સતાવણી કરશે.’


સહાયક, એટલે કે પવિત્ર આત્મા જેને પિતા મારે નામે મોકલશે, તે તમને બધું સમજાવશે, અને મેં તમને જે જે કહ્યું તેની તમને યાદ દેવડાવશે.


પરંતુ સત્યનો આત્મા આવશે; ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે; કારણ, તે પોતા તરફથી બોલશે નહિ, પણ જે તે સાંભળે છે તે જ તે બોલશે અને થનાર બાબતો વિષે તમને કહેશે.


તેણે તેમને કહ્યું, “તમે જાણો છો કે વિધિગત રીતે યહૂદીને બિનયહૂદીની મુલાકાત લેવાની કે તેની સંગત રાખવાની છૂટ નથી. પણ ઈશ્વરે મને બતાવ્યું છે કે મારે કોઈ માણસને અશુદ્ધ કે દૂષિત ગણવો નહિ. અને તેથી તમે મને બોલાવ્યો ત્યારે મેં આવવા માટે કંઈ આનાકાની કરી નહિ.


આપણે ઈશ્વરને મહિમા આપીએ; કારણ, તે તમને વિશ્વાસમાં દૃઢ રાખવાને સમર્થ છે. મેં તમને ઈસુ ખ્રિસ્ત સંબંધીનો શુભસંદેશ પ્રગટ કર્યો છે. વળી, અનાદિકાળથી ગુપ્ત રાખવામાં આવેલો ઈશ્વરનો માર્ગ મેં તમને જણાવ્યો છે. એ માટે ઈશ્વરની સ્તુતિ થાઓ.


પણ ઈશ્વરે પોતાના પવિત્ર આત્મા દ્વારા આપણને માર્મિક સત્ય પ્રગટ કર્યું છે. પવિત્ર આત્મા ઈશ્વરના ગહન ઈરાદાઓ સહિત તેમની સર્વ વાતો જાણે છે.


પ્રેષિતો અને સંદેશવાહકોએ નાખેલા પાયા પર તમારું ચણતર થયું છે. ઈસુ ખ્રિસ્ત તો આધારશિલા છે.


ઘણા સમય પહેલાં પવિત્ર સંદેશવાહકોની મારફતે જે વચનો જણાવવામાં આવ્યાં તે અને તમારા પ્રેષિતોની મારફતે આપવામાં આવેલી આપણા પ્રભુ અને ઉદ્ધારકની આજ્ઞા તમે યાદ કરો એવું હું ચાહું છું.


પ્રિયજનો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેષિતોએ તમને ભૂતકાળમાં કહેલી વાત યાદ રાખો.


Lean sinn:

Sanasan


Sanasan