Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 3:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તેમનામાં મેળવાયા હોવાથી અને તેમના પરના આપણા વિશ્વાસ દ્વારા સંપૂર્ણ ખાતરીથી ઈશ્વર સમક્ષ જવાને આપણને સ્વતંત્રતા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તે [ખ્રિસ્ત ઈસુ] માં તેમના પરના વિશ્વાસથી આપણને હિંમત તથા ભરોસાસહિત પ્રવેશ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તેઓ ખ્રિસ્ત ઈસુ માં તેમના પરના વિશ્વાસથી આપણને હિંમત તથા ભરોસાસહિત પ્રવેશ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 આપણે ખ્રિસ્તમય બનીને અને ખ્રિસ્તમાં વિશ્વાસ રાખીને, ભય વિના મુક્ત રીતે દેવ સમક્ષ ઉપસ્થિત થઈ શકીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 3:12
12 Iomraidhean Croise  

ઈસુએ તેને જવાબ આપ્યો, “માર્ગ, સત્ય અને જીવન હું છું. મારા સિવાય પિતા પાસે જવાનો બીજો કોઈ માર્ગ નથી.”


ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર બધાને ઈશ્વર સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકારે છે. આ બાબતમાં કોઈ જ પ્રકારનો ભેદભાવ નથી.


એમને જ આશરે વિશ્વાસ દ્વારા આપણે ઈશ્વરની કૃપામાં પ્રવેશ્યા છીએ અને એ કૃપામાં દૃઢ થઈએ છીએ.


ખ્રિસ્તની મારફતે ઈશ્વરમાં અમને એવો ભરોસો છે માટે અમે આ વાત જણાવીએ છીએ.


ખ્રિસ્તની મારફતે આપણે સૌ યહૂદીઓ અને બિનયહૂદીઓ, એક જ પવિત્ર આત્મા દ્વારા ઈશ્વરપિતાની સમક્ષતામાં આવી શકીએ છીએ.


તેથી હિંમત હારશો નહિ. કારણ, તમને એનું મોટું ઈનામ મળશે.


પરંતુ ખ્રિસ્ત તો પુત્ર તરીકે ઈશ્વરના ઘરકુટુંબ પર અધિકારી તરીકે વિશ્વાસુ છે. જે બાબતોની આપણે આશા રાખીએ છીએ તેમાં જો આપણે હિંમત તથા ભરોસો રાખીએ તો આપણે ઈશ્વરનું ઘર છીએ.


તમને ઈશ્વરની પાસે લઈ જવાને માટે ખરાબ માણસોને બદલે સારા માણસે એટલે ખ્રિસ્તે પોતે તમારાં પાપોને માટે એકવાર મરણ સહન કર્યું. જો કે તેમને શારીરિક રીતે મારી નાખવામાં આવ્યા, પણ આત્મિક રીતે તેમને સજીવન કરવામાં આવ્યા.


મારાં બાળકો, તેમનામાં રહો, જેથી તેમના આગમનના દિવસે આપણામાં હિંમત હોય અને તેમની સમક્ષ શરમને કારણે પોતાને સંતાડવાની જરૂર રહે નહિ.


અને તેથી પ્રિયજનો, જો આપણને આપણું હૃદય દોષિત ઠરાવે નહિ તો ઈશ્વરની સમક્ષ જવા માટે આપણને હિંમત છે


Lean sinn:

Sanasan


Sanasan