Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 2:7 - પવિત્ર બાઇબલ C.L.

7 એમ કરવા દ્વારા ઈશ્વર ખ્રિસ્ત ઈસુ દ્વારા પ્રેમ બતાવીને આપણા પ્રત્યે તેમની કૃપાની સમૃદ્ધિ કેવી મહાન છે તે ભાવિ યુગોમાં બતાવવા માગતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 જેથી આપણા પરની તેમની દયાને લીધે તે આવતા યુગોમાં ખ્રિસ્ત ઈસુમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત્તિ બતાવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 એ સારુ કે ખ્રિસ્ત ઈસુમાં આપણા પર તેમની દયાથી તે આગામી કાળોમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત બતાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 દેવે આમ કર્યુ કે જેથી બધી ભાવિ પેઢીને તેની કૃપાની મહાન સમૃદ્ધિના દર્શન કરાવી શકે. આપણને ખ્રિસ્તમય બનાવવાની કૃપા કરીને દેવે તેની ભલાઈના આપણને દર્શન કરાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 2:7
13 Iomraidhean Croise  

ઇઝરાયલના ઈશ્વર પ્રભુને અનાદિકાળથી અનંતકાળ સુધી ધન્ય હોજો! સર્વ લોકો ‘આમીન’ કહો, યાહની સ્તુતિ કરો - હાલ્લેલુયાહ!


ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ હો! અનાદિકાળથી અનંતકાળ સુધી તેમને ધન્ય હો! આમીન! આમીન!!


“તારામાં થઈને કોઈ પસાર પણ ન થાય એવી તું તજાયેલી અને ધિક્કારાયેલી હોવા છતાં હું તને કાયમને માટે વૈભવી બનાવીશ અને તું હરહમેશનું રમણીય સ્થળ બની રહેશે.


અથવા ઈશ્વરના માયાળુપણાનો, સહનશીલતાનો અને ધીરજનો શું તું અવળો અર્થ કરે છે? તને એટલું ભાન નથી કે તું પસ્તાવો કરવા તૈયાર થાય એટલા જ માટે ઈશ્વર દયા રાખે છે?


ખ્રિસ્તનું રક્ત બલિદાનમાં રેડાયાને લીધે આપણને મુક્ત કરવામાં આવ્યા છે;


પણ ઈશ્વરની કૃપા એટલી બધી સમૃદ્ધ છે, અને આપણા પ્રત્યેનો તેમનો પ્રેમ એટલો મહાન છે કે


તેવા ઈશ્વરનો મંડળીમાં અને ખ્રિસ્ત ઈસુમાં સદા સર્વકાળ મહિમા હો. આમીન.


ભૂતકાળમાં માણસોને આ રહસ્ય જણાવવામાં આવ્યું ન હતું, પણ વર્તમાન સમયમાં ઈશ્વરે પોતાના આત્માની મારફતે તેમના પ્રેષિતો અને સંદેશવાહકોને આ રહસ્ય જણાવ્યું છે.


આ રીતે આપણા ઈશ્વરની અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાને લીધે તમારાથી પ્રભુ ઈસુના નામને મહિમા મળશે અને તેમના તરફથી તમને મહિમા મળશે.


પણ જ્યારે ઈશ્વર આપણા ઉદ્ધારકનાં ભલાઈ અને પ્રેમ પ્રગટ થયાં,


આ સંદેશવાહકો એ બાબતો વિષે બોલ્યા ત્યારે તેમનું એ કાર્ય તેમના પોતાના નહિ, પણ તમારા લાભ માટે હતું એવું ઈશ્વરે તેમને જણાવ્યું હતું. આકાશમાંથી મોકલાયેલા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા શુભસંદેશના સંદેશકો પાસેથી તમે હાલ એ જ બાબતો વિષે સાંભળ્યું છે. દૂતો પણ એ બાબતો સમજવાની ઝંખના રાખે છે.


Lean sinn:

Sanasan


Sanasan