Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 2:20 - પવિત્ર બાઇબલ C.L.

20 પ્રેષિતો અને સંદેશવાહકોએ નાખેલા પાયા પર તમારું ચણતર થયું છે. ઈસુ ખ્રિસ્ત તો આધારશિલા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમે બંધાયેલા છો. ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પ્રેરિતો તથા પ્રબોધકોના પાયા પર તમને બાંધવામાં આવેલા છે; ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 તમે વિશ્વાસીઓ, પ્રેરિતો અને પ્રબોધકોના પાયા પર કંડારી કાઢેલી આધારશીલા પર રચાયેલા દેવના આવાસ જેવા છો. ખ્રિસ્ત પોતે ખૂણાનો મુખ્ય પથ્થર છે.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 2:20
20 Iomraidhean Croise  

એમના પર માપસર કાપેલા બીજા કીમતી પથ્થરો અને ગંધતરુના ભારટિયા હતા.


‘જે પથ્થરને બાંધકામ કરનારાઓએ રદબાતલ ગણ્યો હતો તે જ પથ્થર ખૂણાનો મુખ્ય પથ્થર બન્યો!’


જ્ઞાને પોતાનું નિવાસસ્થાન બાંધ્યું છે, તેણે સાત સ્તંભ કોતરી કાઢયા છે.


તેથી સર્વસમર્થ પ્રભુ પરમેશ્વર કહે છે, “હું સિયોનમાં નક્કર પાયો નાખું છું અને તેમાં ચક્સી જોયેલો અને મૂલ્યવાન એવો મુખ્ય પથ્થર મૂકું છું. તેના પર વિશ્વાસ કરનાર કદી હતાશ થશે નહિ.


મારા લોક પર વહીવટ કરવા માટે તેમનામાંથી જ શાસકો, આગેવાનો, અને અમલદારો ઊભા થશે.


અને તેથી હું કહું છું: તું પિતર એટલે પથ્થર છે અને આ ખડક પર હું મારી મંડળીનું બાંધકામ કરીશ. તેની આગળ મરણની સત્તાનું કંઈ જોર ચાલશે નહિ.


ઈસુએ તેમને કહ્યું, શાસ્ત્રમાં જે લખેલું છે તે તમે નથી વાંચ્યું? ’બાંધકામ કરનારાઓએ જે પથ્થરને નકામો માની ફેંકી દીધો હતો તે જ આધારશિલા બન્યો છે. એ તો પ્રભુનું કાર્ય છે અને આપણી દૃષ્ટિમાં એ કેવું અદ્‌ભૂત છે!’


ઈશ્વરે બધાને મંડળીમાં જુદા જુદા સ્થાને મૂકેલા છે: પ્રથમ પ્રેષિતો, બીજી હરોળમાં સંદેશવાહકો, ત્રીજી હરોળમાં શિક્ષકો, ત્યાર પછી ચમત્કાર કરનારાઓ, પછી સાજા કરનારાઓ, મદદનીશો, વહીવટર્ક્તાઓ અને અન્ય ભાષાઓ બોલનારાઓ.


આમ, મંડળીના સ્તંભરૂપ ગણાતા યાકોબ, પિતર અને યોહાનને ખાતરી થઈ કે ઈશ્વરે મને આ ખાસ કાર્ય સોંપ્યું છે અને તેથી તેમણે બાર્નાબાસનો અને મારો સત્કાર કર્યો. સહકાર્યકરો તરીકે અમે સૌ સંમત થયા કે અમારે બિનયહૂદીઓ મયે કાર્ય કરવું અને તેઓ યહૂદીઓ મયે કાર્ય કરે.


ભૂતકાળમાં માણસોને આ રહસ્ય જણાવવામાં આવ્યું ન હતું, પણ વર્તમાન સમયમાં ઈશ્વરે પોતાના આત્માની મારફતે તેમના પ્રેષિતો અને સંદેશવાહકોને આ રહસ્ય જણાવ્યું છે.


તેમનામાં તમારાં મૂળ ઊંડાં નાખો, તેમના પર તમારા જીવનનું બાંધક્મ કરો અને તમને શીખવવામાં આવ્યું છે તે પ્રમાણે તમારા વિશ્વાસમાં દૃઢ થાઓ અને આભારસ્તુતિ કરતા રહો.


“મેં મૂલ્યવાન પથ્થરને પસંદ કર્યો હતો અને હવે હું તેને આધારશિલા તરીકે સિયોનમાં મૂકું છું; જે કોઈ તેનામાં વિશ્વાસ મૂકશે તે કદી નિરાશ થશે નહિ.”


શહેરનો કોટ બાર પાયા પર બાંધેલો હતો અને એ દરેક પર એકએક એમ હલવાનના બાર પ્રેષિતોનાં નામ લખેલાં હતાં.


Lean sinn:

Sanasan


Sanasan