Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 2:15 - પવિત્ર બાઇબલ C.L.

15 પોતાની સાથેના સંબંધ દ્વારા બંને પ્રજાઓમાંથી એક નવી પ્રજા બનાવવા અને એમ શાંતિ સ્થાપવા માટે તેમણે પોતાના શરીર દ્વારા યહૂદી નિયમશાસ્ત્રને તેની આજ્ઞાઓ અને તેના નિયમો સહિત રદ કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 સલાહ કરીને પોતાનામાં તે બેનું એક નવું માણસ કરવાને,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 સલાહ કરીને પોતાનામાં તે બન્નેનું એક નવું માણસ કરવાને,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 યહૂદી નિયમમાં ઘણી આજ્ઞાઓ અને નિયંત્રણો હતાં. પરંતુ ખ્રિસ્તે આ નિયમનો જ અંત આણ્યો, ખ્રિસ્તનો હેતુ બે ભિન્ન પ્રકારના જનસમૂહને (યહૂદી અને બિનયહૂદી) એક નૂતન જનસમૂહના રૂપે તેનામાં પ્રસ્થાપિત કરવાનો હતો. અને આમ કરીને ખ્રિસ્તે શાંતિ સ્થાપી.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 2:15
21 Iomraidhean Croise  

આપણે માટે છોકરો જન્મ્યો છે; આપણને પુત્ર આપવામાં આવ્યો છે. તે રાજ્યાધિકાર ધારણ કરશે. તેને અદ્‍ભુત સલાહકાર, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા અને શાંતિનો રાજકુમાર એ નામ આપવામાં આવશે.


જ્યારે કોઈ વ્યક્તિ ખ્રિસ્ત સાથે જોડાય છે, ત્યારે તે નવું સર્જન બની જાય છે; જૂનું ચાલ્યું ગયું છે, નવું આવ્યું છે.


જેઓ નિયમશાસ્ત્રને આધીન થવા પર આધાર રાખે છે તેઓ શાપિત છે. કારણ, શાસ્ત્રમાં લખેલું છે, “નિયમશાસ્ત્રમાં જે કંઈ લખેલું છે તે બધું જે હંમેશાં પાળતો નથી, તે ઈશ્વરના શાપ નીચે છે!”


આમ, યહૂદી કે બિનયહૂદી, ગુલામ કે સ્વતંત્ર, પુરુષ કે સ્ત્રી વચ્ચે હવે કોઈ ભેદભાવ નથી; કારણ, ઈસુ ખ્રિસ્તની સાથેના સંબંધને લીધે તમે સૌ એક છો.


કોઈની સુન્‍નત થયેલી છે કે નથી થઈ એ બાબત જરા પણ મહત્ત્વની નથી: પણ મહત્ત્વ તો નવસર્જનનું જ છે.


ઈશ્વર આપણા સર્જનહાર છે અને પહેલેથી નક્કી કર્યા પ્રમાણે સારાં કાર્યોનું જીવન જીવવા તેમણે આપણને ખ્રિસ્ત ઈસુ દ્વારા સજર્યા છે.


ખ્રિસ્તે જાતે જ આપણા શાંતિ- સ્થાપક બનીને યહૂદીઓ અને બિનયહૂદીઓને એક માનવપ્રજા બનાવ્યા છે. જે દીવાલ તેમને એકબીજાથી જુદા પાડતી હતી અને દુશ્મનો બનાવતી હતી તેને ખ્રિસ્તે પોતાના શરીર દ્વારા તોડી પાડી છે.


ખ્રિસ્તે ક્રૂસ પરના તેમના મરણની મારફતે આપણી એ અરસપરસની દુશ્મનાવટનો સંહાર કર્યો છે, અને ક્રૂસ દ્વારા જ તેમણે બંને પ્રજાને એક શરીરરૂપ કરીને તેમનું ઈશ્વરની સાથે સમાધાન કરાવ્યું છે.


તેમના નિયંત્રણ નીચે શરીરના બધા અવયવો પરસ્પર જોડાયેલા રહે છે અને સમગ્ર શરીર તેના દરેક સાંધાથી જોડાયેલું રહે છે. તેથી જ્યારે બધા અવયવ પોતપોતાનું કાર્ય કરે ત્યારે સમગ્ર શરીર વૃદ્ધિ પામે છે, અને પ્રેમથી સંગીન બને છે.


આપણી વિરુદ્ધ જનાર ખતને તેના બંધનર્ક્તા નિયમો સહિત તેમણે ક્રૂસ પર જડી દઈને નાબૂદ કર્યું છે.


તમે ખ્રિસ્તની સાથે મરણ પામ્યા છો અને દુન્યવી નિયમોથી મુક્ત થયા છો. તો પછી તમે જાણે કે આ દુનિયાના હો તેમ કેમ જીવો છો?


અને તમે નવું વ્યક્તિત્વ પહેરી લીધું છે. તમે ઈશ્વરને પૂરેપૂરી રીતે જાણી શકો તે માટે આ નવા વ્યક્તિત્વના સર્જનહાર ઈશ્વર તેને પોતાનું પ્રતિરૂપ બનાવવા સતત નવું કરતા જાય છે; જેથી તમે ઈશ્વર વિષેનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી શકો.


એમાં નથી કોઈ બિનયહૂદી કે યહૂદી, સુન્‍નતી કે સુન્‍નત વિનાના, બર્બર કે સિથિયન, ગુલામ કે સ્વતંત્ર. પણ ખ્રિસ્ત સર્વસ્વ અને સર્વમાં છે.


ખ્રિસ્ત જે શાંતિ આપે છે તે તમારાં હૃદયોમાં રાજ કરે. કારણ, આ જ શાંતિને માટે ઈશ્વરે તમને એક શરીર તરીકે આમંત્રણ આપ્યું છે. વળી, આભારી બનો.


તેમને માનવી નિયમો કે ધારાધોરણ પ્રમાણે યજ્ઞકાર બનાવવામાં આવ્યા નથી; તે તો સાર્વકાલિક જીવનના સામર્થ્યથી યજ્ઞકાર બન્યા છે.


નવા કરાર સંબંધી વાત કરીને ઈશ્વરે પ્રથમ કરારને જૂનો ઠરાવ્યો; અને જે વસ્તુ જૂની અને ર્જીણ થઈ જાય છે તે થોડા વખતમાં જતી રહે છે.


સ્વર્ગીય વસ્તુઓના નમૂનાઓને આ રીતે શુદ્ધ કરવામાં આવતા હતા પરંતુ સ્વર્ગીય વસ્તુઓ માટે વધુ સારાં બલિદાનોની જરૂર પડે છે.


Lean sinn:

Sanasan


Sanasan