Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એફેસીઓ 1:17 - પવિત્ર બાઇબલ C.L.

17 અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંત ઈશ્વરપિતા તમને પવિત્ર આત્મા આપે તેવી વિનંતી કરું છું. પવિત્ર આત્મા તમને જ્ઞાની બનાવશે અને ઈશ્વરને તમારી સમક્ષ પ્રગટ કરશે; એ માટે કે તમે તેમને ઓળખી શકો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર, મહિમાવાન પિતા, પોતાને વિષેના જ્ઞાનને માટે બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર, મહિમાવાન પિતા, પોતાના વિષેના ડહાપણને સારુ બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 મેં હમેશા આપણા પ્રભુ ઈસૂ ખ્રિસ્તના દેવ-મહિમાવાન પિતાને પ્રાર્થના કરી છે. મેં પ્રાર્થના કરી છે કે તેઓ તમને એવી આત્મિય સમજ આપશે જે તમને દેવનો સાચો પરિચય કરાવે-એ પરિચય કે જેનું દર્શન તેણે કરાવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




એફેસીઓ 1:17
56 Iomraidhean Croise  

તમે મહાન, સામર્થ્યવાન, મહિમાવંત, ભવ્ય અને પ્રતાપી છો. આકાશ અને પૃથ્વી પર જે કંઈ છે તે તમારું છે; તમે રાજા છો, સર્વ સત્તાધીશ છો.


મેં તો મારે કાને તમારા વિષે બીજાઓ પાસેથી સાંભળ્યું હતું, પણ હવે મારી આંખે તમને રૂબરૂ નિહાળું છું.


આ ગૌરવી રાજા કોણ છે? સેનાધિપતિ પ્રભુ! એ જ ગૌરવી રાજા છે. (સેલાહ)


હે દરવાજાઓ, તમારાં મસ્તક ઊંચા કરો, હે સનાતન દ્વારો, તમે પણ ઊંચાં થાઓ; જેથી ગૌરવી રાજા અંદર આવે.


પ્રભુની ગર્જના સમુદ્રો પર ગર્જે છે; ગૌરવી ઈશ્વર ગર્જે છે; પ્રભુ મહાસાગરો પર ગર્જે છે;


મેં જેમને કળાકૌશલ્ય બક્ષ્યાં છે એવા કારીગરોને બોલાવીને તું તેમને આરોનનાં વસ્ત્ર બનાવવાનું કહે, એ માટે કે યજ્ઞકાર તરીકે સેવા કરવા માટે તમે આરોનનું સમર્પણ કરી શકો.


વિચારશીલ મન વિદ્યા પ્રાપ્ત કરે છે, અને જ્ઞાનીના કાન વિદ્યા પ્રત્યે સરવા હોય છે.


તો પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર એટલે શું તે તું સમજી શકીશ, અને ઈશ્વરનો પરિચય પામી શકીશ.


પ્રભુનો આત્મા એટલે, ડહાપણ અને સમજ આપનાર આત્મા, વિવેકબુદ્ધિ અને સામર્થ્ય આપનાર આત્મા તથા પ્રભુનું જ્ઞાન અને અદબ પમાડનાર આત્મા તેના પર રહેશે.


એટલે, કોઈ પ્રજાએ તેમના દેવો, પછી ભલેને તે સાચા દેવ ન હોય, પણ બદલ્યા નથી. પરંતુ મારા લોકે મારે બદલે, એટલે ઇઝરાયલના ગૌરવી ઈશ્વરને બદલે નકામા દેવો સ્વીકાર્યા છે.


હું તેમને એવું મન આપીશ કે તેઓ મને તેમના પ્રભુ તરીકે કબૂલ કરશે, તેઓ ફરી મારા લોક બનશે અને હું તેમનો ઈશ્વર થઈશ. કારણ, તેઓ પૂરા દયથી મારી તરફ વળશે.”


ત્યારે ‘પ્રભુને ઓળખ’ એમ કહીને કોઈએ પોતાના જાતભાઈને અથવા કુટુંબીજનને પ્રભુની ઓળખ વિષે શિક્ષણ આપવાની જરૂર રહેશે નહિ. કારણ, નાનામોટાં સૌ મને ઓળખશે. કારણ, હું તેમના દોષ માફ કરીશ અને તેમનાં પાપ યાદ કરીશ નહિ. હું પ્રભુ પોતે આ બોલું છું.”


પણ જો ખરેખર કોઈએ ગર્વ કરવો જ હોય તો મને ઓળખવા માટે તેની પાસે સમજ છે, એ જ વાતનો ગર્વ કરવો; કારણ, હું પ્રભુ તેમના પર અવિચળ પ્રેમ દર્શાવું છું, અને પૃથ્વી પર ન્યાય અને નીતિ જાળવું છું, અને એમનાથી જ હું પ્રસન્‍ન થાઉં છું. આ તો હું પ્રભુ પોતે બોલું છું.”


ઇરાનના રાજા કોરેશના અમલના ત્રીજા વર્ષમાં દાનિયેલ એટલે બેલ્ટશાસ્સારને એક સંદેશનું પ્રકટીકરણ આપવામાં આવ્યું. સંદેશો સત્ય હતો, પણ તે સમજવામાં ખૂબ જ મુશ્કેલ હતો. તે તેને દર્શનમાં સમજાવવામાં આવ્યો.


તમારા રાજ્યમાં એક વ્યક્તિ છે જેનામાં પવિત્ર દેવનો આત્મા વસે છે. તમારા પિતાના અમલ દરમ્યાન તેનામાં બુદ્ધિ, સમજશક્તિ અને દૈવી જ્ઞાન માલૂમ પડયાં હતાં. તમારા પિતા નબૂખાદનેસ્સાર રાજાએ તેને ભવિષ્યવેત્તાઓ, જાદુગરો, વિદ્વાનો અને જ્યોતિષોમાં મુખ્ય બનાવ્યો હતો.


આ સમયે ઈસુએ કહ્યું, હે પિતા, આકાશ અને પૃથ્વીના પ્રભુ! તમે જ્ઞાની અને સમજુ લોકોથી જે વાતો છુપાવીને બાળકોને પ્રગટ કરી છે તે માટે હું તમારો આભાર માનું છું.


મારા પિતાએ મને બધું સોંપ્યું છે. ઈશ્વરપુત્રને ઈશ્વરપિતા સિવાય કોઈ જાણતું નથી, અને પિતાને પુત્ર અને પુત્ર જેમની સમક્ષ પિતાને પ્રગટ કરે તે સિવાય બીજું કોઈ પિતાને જાણતું નથી.


ઈસુએ જવાબ આપ્યો, સિમોન બારયોના, શાબાશ! આ સત્ય કોઈ માનવીએ નહિ, પણ મારા આકાશમાંના ઈશ્વરપિતાએ તને સીધેસીધું જણાવ્યું છે.


તેમણે જવાબ આપ્યો, પ્રભુ, અમને દેખતા કરો.


અમારી કપરી ક્સોટી થવા દેશો નહિ, પણ અમને શેતાનથી બચાવો. [કારણ, રાજ્ય, સામર્થ્ય અને મહિમા સર્વકાળ તમારાં છે, આમીન.]


કારણ, તમારે શું કહેવું તે પવિત્ર આત્મા તમને તે જ ઘડીએ શીખવશે.”


“સર્વોચ્ચ આકાશમાં ઈશ્વરનો મહિમા થાઓ, અને પૃથ્વી પરના તેમના મનપસંદ માણસોને શાંતિ થાઓ.!”


કારણ, હું તમને એવા શબ્દો અને ડહાપણ આપીશ કે તમારા શત્રુઓમાંનો કોઈ તમે જે કંઈ કહેશો તેનો વિરોધ કે નકાર કરી શકશે નહિ.


દુનિયા તેને સ્વીકારી શક્તી નથી; કારણ, તે તેને જોઈ શક્તી નથી અને ઓળખતી નથી. પરંતુ તમે તેને ઓળખો છો, કારણ, તે તમારી સાથે રહે છે; અને તમારા અંતરમાં વસે છે.


સહાયક, એટલે કે પવિત્ર આત્મા જેને પિતા મારે નામે મોકલશે, તે તમને બધું સમજાવશે, અને મેં તમને જે જે કહ્યું તેની તમને યાદ દેવડાવશે.


તેમણે પિતાને કે મને ઓળખ્યો નથી તેથી જ તેઓ આ બધું કરશે.


માણસો તમને, એકલા સાચા ઈશ્વરને અને ઈસુ ખ્રિસ્ત, જેમને તમે મોકલ્યા છે તેમને ઓળખે એ જ સાર્વકાલિક જીવન છે.


ઈસુએ તેને કહ્યું, “મને અડકીશ નહિ, કારણ કે હજી હું પિતા પાસે પાછો ગયો નથી. મારા ભાઈઓની પાસે જઈને તેમને કહે, ‘મારા પિતા અને તમારા પિતા, મારા ઈશ્વર અને તમારા ઈશ્વર પાસે હું ઉપર જાઉં છું.”


પણ પવિત્ર આત્માએ સ્તેફનને એવું જ્ઞાન આપ્યું કે તેઓ તેની સામે ટકી શક્યા નહિ.


સ્તેફને જવાબ આપ્યો, “ભાઈઓ અને ધર્મપિતૃઓ! મારું સાંભળો: આપણો પૂર્વજ અબ્રાહામ હારાનમાં રહેવા ગયો તે અગાઉ તે મેસોપોટેમિયામાં રહેતો હતો, અને ત્યારે મહિમાવંત ઈશ્વરે તેને દર્શન દઈને કહ્યું,


ઈશ્વર વિષેનું સાચું જ્ઞાન પોતાના મનમાં રાખવાનો માણસો ઇમકાર કરે છે. એને લીધે, ન કરવાં જેવાં કામો કરવા માટે ઈશ્વર તેમને ભ્રષ્ટ બુદ્ધિને આધીન કરે છે.


એ માટે કે તમે બધા સાથે મળીને એકી અવાજે ઈશ્વર એટલે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતાની સ્તુતિ કરો.


પવિત્ર આત્મા કોઈને વિદ્યાનો, તો કોઈને જ્ઞાનનો સંદેશો આપે છે.


ભાઈઓ, જો હું તમારી મુલાકાત લઉં અને અન્ય ભાષાઓમાં બોલું તો તેથી તમને શો ફાયદો થાય? કશો જ નહિ, માત્ર હું ઈશ્વર તરફથી કંઈક પ્રગટીકરણ, જ્ઞાન, ઈશ્વરપ્રેરિત સંદેશો કે શિક્ષણ લાવું તો જ ફાયદો થાય.


પણ ઈશ્વરે પોતાના પવિત્ર આત્મા દ્વારા આપણને માર્મિક સત્ય પ્રગટ કર્યું છે. પવિત્ર આત્મા ઈશ્વરના ગહન ઈરાદાઓ સહિત તેમની સર્વ વાતો જાણે છે.


આ યુગના કોઈ સત્તાધારીને આ જ્ઞાન વિષે ખબર નથી. એ સત્તાધારીઓ એ જાણતા હોત, તો તેઓ મહિમાવંત પ્રભુને ક્રૂસે જડત નહિ.


જો કે બડાઈ કરવાથી કંઈ ફાયદો નથી, છતાં હું ગર્વ કરીશ. પ્રભુએ મને જે સંદર્શનો અને પ્રક્ટીકરણો આપ્યાં છે તે વિષે હું જણાવીશ.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા એટલે ઈશ્વરની સ્તુતિ હો; કારણ, તેમણે આપણને સ્વર્ગીય ક્ષેત્રમાં ખ્રિસ્ત દ્વારા પ્રત્યેક આત્મિક આશિષથી આશીર્વાદિત કર્યા છે.


ભૂતકાળમાં માણસોને આ રહસ્ય જણાવવામાં આવ્યું ન હતું, પણ વર્તમાન સમયમાં ઈશ્વરે પોતાના આત્માની મારફતે તેમના પ્રેષિતો અને સંદેશવાહકોને આ રહસ્ય જણાવ્યું છે.


અને અંતે આપણે ઈશ્વરપુત્ર પરના વિશ્વાસમાં અને તેમના જ્ઞાનમાં ઐકય પ્રાપ્ત કરીએ અને પરિપકવ બનીને ખ્રિસ્તની પરિપૂર્ણતાની સીમા સુધી પહોંચીએ.


આપણે સૌ જેઓ આત્મિક રીતે દૃઢ છીએ તેમણે આવું જ વલણ રાખવું જોઈએ. જો કે તમારામાંના કેટલાકનું વલણ જુદું હોય તો ઈશ્વર તેને સ્પષ્ટ કરશે.


તે વિરોધ કરનારાઓને નમ્રતાથી તેમની ભૂલ જણાવે છે; કદાચ પ્રભુ એવાઓને પાપથી પાછા ફરવાની તક આપે કે જેથી તેઓ સત્યને જાણી લે


ઈશ્વરના સેવક અને ઈસુ ખ્રિસ્તના પ્રેષિત પાઉલ તરફથી શુભેચ્છા. ઈશ્વરના પસંદ કરાયેલા લોકનો વિશ્વાસ વધે તે માટે અને તેમને આપણા ધર્મના સત્યમાં દોરી જવામાં મદદરૂપ થવા માટે મને પસંદ કરીને મોકલવામાં આવ્યો છે.


મારા ભાઈઓ, તમે આપણા મહિમાવંત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો હોવાથી તમારે બાહ્ય દેખાવ પરથી લોકો પ્રત્યે ભેદભાવવાળું વર્તન દાખવવું ન જોઈએ.


ઈશ્વરે આપણને પોતાના મહિમા અને ભલાઈના ભાગીદાર થવાને આમંત્રણ આપ્યું. તેમના દૈવી જ્ઞાનની મારફતે ભક્તિમય જીવન જીવવા માટે આપણી બધી જરૂરિયાત ઈશ્વરના દૈવી સામર્થ્યથી મળી છે.


પણ તમે આપણા પ્રભુ અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનાં કૃપા અને જ્ઞાનમાં સતત વૃદ્ધિ પામતા જાઓ. હમણાં અને સદાસર્વકાળ તેમનો જ મહિમા થાઓ. આમીન.


“આમીન! સ્તુતિ, ગૌરવ, જ્ઞાન, આભાર, સન્માન, પરાક્રમ અને સામર્થ્ય સદા સર્વકાળ આપણા ઈશ્વરને હો! આમીન!”


Lean sinn:

Sanasan


Sanasan