સભાશિક્ષક 9:2 - પવિત્ર બાઇબલ C.L.2 સદાચારી અને દુરાચારી, ભલા અને ભૂંડા, શુદ્ધ અને અશુદ્ધ, યજ્ઞ કરનાર અને ન કરનાર સૌનું ભાવિ એક જ છે. જેવી સજ્જનની તેવી જ દુર્જનની હાલત થાય છે. સોગન ખાનાર અને સોગનથી ડરનાર બન્નેનું ભાવિ એક જ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 બધાં [વાનાં] સર્વને સરખી રીતે મળે છે: નેકના તથા દુષ્ટના, ભલા અને શુદ્ધના તથા અશુદ્ધના, યજ્ઞ કરનારના તથા યજ્ઞ નહિ કરનારના એક જ હાલ થાય છે; જેવી સજજનની હાલત થાય છે તેવી જ દુર્જનની હાલત થાય છે; જેવી સોગન ખાનારની હાલત થાય છે તેવી જ સોગનથી ડરનારની પણ થાય છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 બધી બાબતો સઘળાને સરખી રીતે મળે છે. નેકની તથા દુષ્ટની, સારાંની તથા ખરાબની શુદ્ધની તથા અશુદ્ધની, યજ્ઞ કરનારની તથા યજ્ઞ નહિ કરનારની પરિસ્થિતિ સમાન જ થાય છે. જેવી સજ્જનની સ્થિતિ થાય છે તેવી જ દુર્જનની સ્થિતિ થાય છે. જેવી સમ ખાનારની સ્થિતિ થાય છે તેવી જ સમ ન ખાનારની પણ થાય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ2 બધા લોકો સારા કે ખરાબ, પ્રમાણિક કે દુષ્ટ, અર્પણો અર્પનાર કે નહિ અર્પનાર સૌનું ભાવિ એક જ છે, સારો માણસ અને પાપી, જે પ્રતિજ્ઞા લે છે અને જે નથી લેતો સર્વ સમાન છે. Faic an caibideil |