Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 8:5 - પવિત્ર બાઇબલ C.L.

5 જે મનુષ્ય આજ્ઞા પાળે છે તેને કશું નુક્સાન થતું નથી; અને જ્ઞાની મનુષ્ય યોગ્ય સમય અને યોગ્ય કાર્યપદ્ધતિ જાણે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 જે કોઈ [રાજાની] આજ્ઞા પાળે છે તેને કંઈ હરકત થશે નહિ; બુદ્ધિમાન માણસનું અંત:કરણ પ્રસંગ તથા ન્યાય સમજે છે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જે કોઈ રાજાની આજ્ઞાનું પાલન કરે છે તેને કોઈ પણ પ્રકારની શિક્ષા થશે નહિ. બુદ્ધિમાન માણસનું અંત:કરણ પ્રસંગ તથા ન્યાય સમજે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 જે કોઇ રાજાની આજ્ઞાનું પાલન કરે છે તેને કોઇ પણ પ્રકારની શિક્ષા થશે નહિ, તેનું કહ્યું ક્યારે કરવું અને કેવી રીતે કરવું તે બુદ્ધિમાન માણસ શોધી કાઢે છે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 8:5
21 Iomraidhean Croise  

જો હું તમારી સર્વ આજ્ઞાઓ ધ્યાનમાં રાખું તો હું કદી લજ્જિત થઈશ નહિ.


પણ આ દાયણો ઈશ્વરનો ડર રાખનારી હતી; તેથી ઇજિપ્તના રાજાની આજ્ઞા પ્રમાણે ન કરતાં છોકરાઓને જીવતા રહેવા દેતી.


નેકજનોને કંઈ નુક્સાન થશે નહિ; પણ દુષ્ટોને પારાવાર હાનિ થશે.


સમજુ માણસની દષ્ટિ જ્ઞાન પર મંડાયેલી હોય છે, પણ મૂર્ખ આમતેમ બધે ફાંફાં મારે છે.


જ્ઞાનીનું મન તેને ઉચિત માર્ગે લઈ જાય છે, પરંતુ મૂર્ખનું મન તેને ભૂંડાઈ પ્રતિ દોરે છે.


વાતનો સાર આ છે કે તું ઈશ્વરનો ડર રાખ અને તેની આજ્ઞાઓ પાળ. દરેક મનુષ્યનું એ એકમાત્ર ર્ક્તવ્ય છે.


જ્ઞાનીની આંખો તેના માથામાં છે. તે પોતાનો માર્ગ જોઈ શકે છે, જયારે મૂર્ખ અંધકારમાં ચાલે છે. છતાં મને માલૂમ પડયું કે એ બધાનું ભાવિ સરખું જ છે.


ઈશ્વરની સમક્ષ લીધેલા શપથને લીધે રાજાની આજ્ઞા પાળ અને તેનો વગર વિચાર્યે ભંગ ન કર.


એફ્રાઈમે જુલમ વેઠયો છે, પોતાના હક્કની જમીન તેણે ગુમાવી છે. કારણ, જેમની પાસે મદદની અપેક્ષા રાખી શકાય નહિ તેમની મદદ લેવા તે દુરાગ્રહપૂર્વક ગયો છે.


તેથી ઈસુએ કહ્યું, “તો પછી જે રોમન સમ્રાટનું હોય તે રોમન સમ્રાટને અને જે ઈશ્વરનું હોય તે ઈશ્વરને ભરી દો.”


પણ પિતરે અને યોહાને તેમને જવાબ આપ્યો, “ઈશ્વરને આધીન થવા કરતાં અમે તમને આધીન થઈએ એ ઈશ્વરની નજરમાં યોગ્ય ગણાય કે કેમ તેનો નિર્ણય તમે જાતે જ કરો.


પિતર અને બીજા પ્રેષિતોએ જવાબ આપ્યો, “અમારે તો ઈશ્વરને આધીન રહેવાનું છે, માણસોને નહિ.


આથી અમે તમારે વિષે સાંભળ્યું છે ત્યારથી અમે તમારે માટે પ્રાર્થનામાં માગવાનું ચૂક્તા નથી કે ઈશ્વર તમને પોતાની ઇચ્છાની જાણકારી તથા પવિત્ર આત્મા દ્વારા જ્ઞાન અને સમજથી ભરપૂર કરે.


પણ પરિપકવતાએ પહોંચેલાઓ માટે તો ભારે ખોરાક છે, કારણ, સારી નરસી બાબતો પારખવા તેમની વિવેકશક્તિ કેળવાયેલી છે.


Lean sinn:

Sanasan


Sanasan