Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 8:12 - પવિત્ર બાઇબલ C.L.

12 અપરાધી માણસ સેંકડોવાર દુષ્કર્મો કર્યા છતાં દીર્ઘાયુષ્ય ભોગવે તો પણ હું જાણું છું કે માત્ર ઈશ્વરનો ડર રાખનારનું જ કલ્યાણ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 જો પાપી માણસ સેંકડો વખત દુષ્કર્મ કર્યા છતાં દીર્ઘાયુષ્ય ભોગવે, તોપણ હું જાણું છું કે સાચે જ જેઓ ઈશ્વરનો ડર રાખે છે તથા તેમની સમક્ષ બીહે છે તેમનું ભલું થશે જ;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જો પાપી માણસ સેંકડો વખત દુષ્કર્મ કર્યા પછી પણ દીર્ઘાયુષ્ય ભોગવે છે, છતાં હું જાણું છું કે નિશ્ચે જેઓ ઈશ્વરનો ભય રાખે છે તેઓનું ભલું થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 જો દુષ્ટ પાપી મનુષ્ય સેંકડો વખત દુષ્કર્મ કર્યા પછી પણ દીર્ઘાયુષ્ય ભોગવે છે, છતાં હું સારી રીતે જાણું છું કે યહોવાનો ભય રાખનારાઓનું ભલું થશે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 8:12
34 Iomraidhean Croise  

(ઇઝબેલની ઉશ્કેરણીથી પોતાની જાતને સંપૂર્ણપણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવાં આચરણ કરવા સોંપી હોય એવું આહાબ સિવાય બીજું કોઈ નહોતું.


આખી પૃથ્વી તેમની આગળ ધ્રૂજો! પૃથ્વી તેના સ્થાનમાં એવી રીતે સ્થિર કરાયેલી છે કે તેને હલાવી શકાય નહિ.


પણ ઈશ્વર પોતાના ક્રોધમાં શિક્ષા કરતા નથી, અને અપરાધને લેખવતા નથી,


યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! પ્રભુનો આદરયુક્ત ડર રાખનાર જનને ધન્ય છે! તે તેમની આજ્ઞાઓ પાળવામાં બહુ પ્રસન્‍ન થાય છે.


પ્રભુ તેમના ભક્તોને, નાનામોટા સર્વને આશિષ આપશે.


તું તારા હાથના પરિશ્રમનાં ફળ ખાશે; તું સુખી થશે, તારું કલ્યાણ થશે.


પરંતુ નમ્રજનો વચનના પ્રદેશનો વારસો ભોગવશે, તેઓ તેની વિપુલ સમૃદ્ધિમાં રાચશે.


ગૌરવ અને શોભાનાં પવિત્ર વસ્ત્ર પહેરીને પ્રભુને ભજો; આખી પૃથ્વીના લોકો તેમની આગળ ધ્રૂજી ઊઠો.


તેથી ઈશ્વરે દાયણોનું ભલું કર્યું. વળી, દાયણો ઈશ્વરનો ડર રાખનારી હોવાથી ઈશ્વરે તેમનાં કુટુંબોને પણ સ્થાપિત કર્યાં. ઇઝરાયલીઓ વસ્તી અને શક્તિમાં વધતા રહ્યા.


આપત્તિ પાપીઓનો પીછો કરે છે, પણ નેકજનોને સુખ સાંપડે છે.


સદાસર્વદા પ્રભુનો ડર રાખીને વર્તનાર ધન્યવાદને પાત્ર છે, પરંતુ પોતાના દયને કઠોર બનાવનાર આપત્તિમાં આવી પડશે.


વાતનો સાર આ છે કે તું ઈશ્વરનો ડર રાખ અને તેની આજ્ઞાઓ પાળ. દરેક મનુષ્યનું એ એકમાત્ર ર્ક્તવ્ય છે.


હું જાણું છું કે માત્ર ઈશ્વરનાં જ કાર્યો ટકી રહેવાનાં છે; તેમાં ન કશું વધારી શકાય કે ન કશું ઘટાડી શકાય. માણસો તેમનો ડર રાખે તે માટે ઈશ્વર તેવું કરે છે.


આ પણ ભારે દુ:ખ છે. જેવો આવ્યો હતો તેવો જ પાછો જાય છે. હવામાં બાચકા ભરવા જેવી કરેલી મહેનતથી તેને શો લાભ થયો?


અધિક સ્વપ્નો અને બિનજરૂરી વાતો નકામાં છે; પણ તું ઈશ્વરનો ડર રાખ.


મેં મારા વ્યર્થ જીવનમાં ઘણું બધું નિહાળ્યું છે: નેક માણસ તેની નેકી છતાં માર્યો જાય છે અને દુષ્ટ માણસ પોતાની દુષ્ટતા છતાં દીર્ઘાયુ પ્રાપ્ત કરે છે.


કારણ, ઈશ્વરનો ડર રાખનાર સર્વ સંજોગોમાં સફળતા પ્રાપ્ત કરે છે.


હજી આજ સુધી તમે પોતાને નમ્ર કર્યા નથી કે મારા પ્રત્યે આદર દર્શાવ્યો નથી અને મેં તમારા પૂર્વજોને અને તમને આપેલી મારી આજ્ઞાઓ અને મારા વિધિઓનું પાલન કર્યું નથી.


ત્યાર પછી જમણી તરફના લોકોને રાજા કહેશે, ’મારા પિતાથી આશિષ પામેલાઓ, આવો, આ સૃષ્ટિના સર્જન પહેલાં જે રાજ તમારે માટે તૈયાર કરવામાં આવેલું છે તેનો વારસો પામો.


જેઓ તેમની બીક રાખે છે તેમના પર તેઓ પેઢી દરપેઢી સુધી દયા દર્શાવે છે.


તારું હૃદય તો હઠીલું અને રીઢું થઈ ગયું છે. ન્યાયને દિવસે તને થનાર સજામાં તું વધારો કર્યા કરે છે.


એ જ પ્રમાણે ઈશ્વરે જે કર્યું છે તે સાચું છે. ઈશ્વર પોતાનો કોપ પ્રગટ કરવા તથા પોતાનું સામર્થ્ય બતાવવા માગતા હતા. જે માણસો ઈશ્વરના કોપને પાત્ર હતા, અને નાશને માટે તૈયાર થઈ ચૂક્યા હતા, તેમના ઉપર કોપ કરવામાં ઈશ્વરે ખૂબ ધીરજ રાખી.


જો લોહી ન ખાઓ, તો એ આજ્ઞાપાલનથી પ્રભુ તમારા પર પ્રસન્‍ન રહેશે અને તમારું તથા તમારા વંશજોનું કલ્યાણ થશે.


આ જે બધી આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તે ધ્યનથી સાંભળો; જેથી પ્રભુની દૃષ્ટિમાં સારું અને યથાર્થ વર્તન કર્યાથી તમારું અને તમારા વંશજોનું સદા સર્વદા કલ્યાણ થાય.


આજે હું તમને ઈશ્વરના જે નિયમો અને ફરમાનો શીખવું છું તેમનું પાલન કરો; જેથી તમારું અને તમારા પછી તમારા સંતાનોનું ભલું થાય અને જે દેશ તમારા ઈશ્વર પ્રભુ તમને સદાને માટે આપે છે તેમાં તમે લાંબો સમય વસવાટ કરો.”


અને દરરોજ એ લોકોના ભૂંડા વર્તનથી તેનું હૃદય દુ:ખી થતું હતું.


Lean sinn:

Sanasan


Sanasan