Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 7:9 - પવિત્ર બાઇબલ C.L.

9 ગુસ્સે થવામાં ઉતાવળા થવું નહિ. કારણ, ગુસ્સો મૂર્ખના હૃદયમાં વસે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 ગુસ્‍સો કરવામાં ઉતાવળા મિજાજનો ન થા, કેમ કે ગુસ્સો મૂર્ખોના હ્રદયમાં રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 ક્રોધ કરવામાં ઉતાવળો ન થા કેમ કે ક્રોધ મૂર્ખોના હૃદયમાં રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 ક્રોધ કરવામાં કદી ઉતાવળા ન થવું – તે તો મૂર્ખતાની નિશાની છે. ક્રોધ મૂર્ખોના હૃદયમાં રહે છે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 7:9
24 Iomraidhean Croise  

પછી કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું, “ચાલ, આપણે ખેતરમાં જઈએ.” તેઓ ખેતરમાં હતા ત્યારે કાઈને પોતાના ભાઈ હાબેલ પર હુમલો કરીને તેને મારી નાખ્યો.


પોતાની બહેન તામાર પર બળાત્કાર કર્યો હોવાથી આબ્શાલોમને પણ આમ્નોન પ્રત્યે એવો ધિક્કાર ઉત્પન્‍ન થયો કે તે તેની સાથે જરાપણ બોલતો પણ નહિ.


આબ્શાલોમે મિજબાની તૈયાર કરી અને પોતાના નોકરને સૂચના આપી, “આમ્નોન બરાબર દારૂથી ચકચૂર થાય તેનું ધ્યાન રાખજો અને પછી હું હુકમ કરું ત્યારે તેને મારી નાખજો. ગભરાશો નહિ, છેવટે તો તમારે મારા હુકમ પ્રમાણે કરવાનું છે. હિંમત અને શૌર્ય દાખવજો.”


પણ દાવિદના ભાઈ શામ્માના પુત્ર યોનાદાબે કહ્યું, “નામદાર, તેમણે તમારા બધા જ પુત્રોને મારી નાખ્યા નથી. માત્ર આમ્નોન મરણ પામ્યો છે. આમ્નોને આબ્શાલોમની બહેન તામાર પર બળાત્કાર કર્યો ત્યારથી જ તેણે આમ કરવાનો નિર્ધાર કર્યો હતો.


ઇઝરાયલીઓએ જવાબ આપ્યો, “દાવિદ તમારામાંનો હોવા છતાં રાજા તરીકે તેના પર અમારો દસગણો અધિકાર છે તો પછી તમે અમને શા માટે ઉતારી પાડો છે? રાજાને પાછા લાવવાની વાત કરનાર પ્રથમ અમે હતા એ ભૂલી જશો નહિ.” પણ યહૂદિયાના માણસો ઇઝરાયલના માણસો કરતાં તેમનો દાવો રજૂ કરવામાં વધારે જોરદાર હતા.


ઝટ ક્રોધ કરનારા મૂર્ખાઈભર્યાં કાર્યો કરી બેસે છે, અને કપટીનો તિરસ્કાર થાય છે.


સમજદાર માણસ ઝટ ગુસ્સે થતો નથી, પણ ક્રોધી સ્વભાવવાળો પોતાની મૂર્ખતા પ્રગટ કરે છે.


ક્રોધ કરવે ધીમો હોય એવો માણસ બળવાન કરતાં સારો છે, અને નગર પર જીત મેળવવા કરતાં પોતાની જાત પર જીત મેળવવી વધુ ઉત્તમ છે.


તારી નજરે જોયેલી વાત માટે પણ દાવો માંડતા પહેલાં પૂરી ચોક્સાઈ કર; નહિ તો તારો પ્રતિવાદી તારી વાતનું ખંડન કરે, ત્યારે તારે ભોંઠા પડવું પડશે.


વીતેલો સમય આજના સમય કરતાં કેમ સારો હતો એવો પ્રશ્ર્ન ઉઠાવીશ નહિ. કારણ, એવો પ્રશ્ર્ન ડહાપણયુક્ત નથી.


તેથી હે પ્રભુ, મારો જીવ લઈ લો; મારે જીવવા કરતાં મરવું સારું છે.”


દિવસ ચડતાં ઈશ્વરે પૂર્વનો ગરમ વાયુ ફૂંકાવા દીધો. યોનાના માથા પર સૂર્યનો સખત તાપ લાગતાં તે બેહોશ જેવો થઈ ગયો અને તેણે મોત માગ્યું. તે બોલ્યો, “મારે જીવવા કરતાં મરવું સારું છે.”


પણ પ્રભુએ તેને પૂછયું, “એરંડી અંગેનો તારો ગુસ્સો વાજબી છે?” યોનાએ કહ્યું, “ગુસ્સે થવાથી મારું મોત પણ થાય તો ય મને તે વાજબી લાગે છે!”


તેથી હેરોદિયાસને યોહાન પર વેરભાવ હતો, અને તે તેને મારી નંખાવવા ચાહતી હતી, પણ હેરોદને લીધે તે તેમ કરી શક્તી નહોતી.


તેથી તેણે બહાર જઈને પોતાની માને પૂછ્યું, “હું શું માગું?” હેરોદિયાસે જવાબ આપ્યો, “બાપ્તિસ્મા કરનાર યોહાનનું માથું.”


મારા પ્રિય ભાઈઓ, આટલું યાદ રાખો: દરેકે સાંભળવામાં તત્પર, બોલવામાં ધીરા અને ગુસ્સે થવામાં ધીમા થવું જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan