Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 7:6 - પવિત્ર બાઇબલ C.L.

6 મૂર્ખનું હસવું હાલ્લાં નીચે સળગતા કાંટાના તડતડાટ જેવું છે. તે પણ મિથ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 કેમ કે જેવો હાંલ્લા નીચે કાંટાનો ભડભડાટ હોય છે, તેવું મૂર્ખનું હસવું છે! એ પણ વ્યર્થતા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કેમ કે જેમ સગડી પરના પાત્રની નીચે કાંટાનો ભડભડાટ હોય છે તેમ મૂર્ખનું હાસ્ય છે એ પણ વ્યર્થતા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 કારણ કે જેમ અગ્નિમાં કાંટા ઝડપથી સળગી જાય છે તેમ મૂર્ખનું હાસ્ય લાંબો સમય ટકતું નથી, એ વ્યર્થ પણ છે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 7:6
10 Iomraidhean Croise  

મધમાખીઓની જેમ તેમણે મને ઘેર્યો હતો, પણ તે ઝાંખરાની આગની જેમ જલદી હોલવાઈ ગયા અને યાહવેના નામના સામર્થ્યથી મેં તેમનો સંહાર કર્યો.


દુષ્ટો તો કાંટા-ઝાંખરાં સમાન છે. હજુ તો તેઓ લીલા હોય અને માટલા નીચે બાળવા માટે સુક્યાં ન હોય તે પહેલાં ઈશ્વરનો ક્રોધાગ્નિ તેમને બાળીને ઉડાડી દેશે.


જો જ્ઞાની માણસ મૂર્ખ વિરુદ્ધ કેસ માંડે, તો તેને જંપ રહેશે નહિ, કારણ, મૂર્ખ તેની નિંદા અને મશ્કરી કરશે.


મને સમજાયું કે હાસ્યવિનોદ પણ પાગલપણું છે અને મોજશોખથી કશો લાભ થતો નથી.


વળી, હું તમારા ઉત્સવોને અંતિમવિધિમાં ફેરવી નાખીશ અને તમારાં આનંદનાં ગીતોને વિલાપગીતોમાં પલટી નાખીશ. તમારે માંથુ મુંડાવી નાખવું પડે અને કંતાનનાં વસ્ત્રો ધારણ કરવાં પડે એવું હું કરી દઈશ, અને પોતાના એકનાએક પુત્રના વિયોગથી શોક કરતા હોય તેવા માબાપના જેવા તમે બની જશો. એ દિવસ આખો નર્યા દુ:ખનો હશે.”


પણ અબ્રાહામે કહ્યું, ‘મારા દીકરા, તારા જીવનકાળ દરમિયાન તને બધાં સારાં વાનાં આપવામાં આવ્યાં હતાં, જ્યારે લાઝરસને બધાં ભૂંડા વાનાં મળ્યાં હતાં, તે યાદ કર; પણ હવે તે અહીં આનંદ કરે છે, જયારે તું યાતના ભોગવે છે.


તમે જેઓ અત્યારે ધરાયેલા છો, તમને અફસોસ! તમે ભૂખ્યા જ રહેશો! તમે જેઓ અત્યારે હસો છો, તમને અફસોસ! તમે શોક કરશો અને રડશો!


Lean sinn:

Sanasan


Sanasan