Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 7:18 - પવિત્ર બાઇબલ C.L.

18 કારણ, ઈશ્વરનો ડર રાખનાર સર્વ સંજોગોમાં સફળતા પ્રાપ્ત કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 સારું તો એ છે કે એકને વળગી રહેવું અને બીજાને છોડવું નહિ; કારણ, જે માણસ ઈશ્વરનો ડર રાખે છે તે એ સર્વમાંથી મુક્ત થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 દુષ્ટતાને તું વળગી ન રહે, પણ નેકીમાંથી તારો હાથ પાછો ખેંચી ન લેતો. કેમ કે જે માણસ ઈશ્વરનો ડર રાખે તે એ સર્વમાંથી મુક્ત થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 તમારે જે કરવાના જ છે તે સર્વ કાર્યો તમે કરો; એવું ન થવું જોઇએ કે તમે એક કાર્ય કરો અને બીજું પડતું મૂકો અને જો તમે દેવનો ડર રાખો, તો તમે બંને કરવામાં સફળ થશો.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 7:18
15 Iomraidhean Croise  

નેકજનોને કંઈ નુક્સાન થશે નહિ; પણ દુષ્ટોને પારાવાર હાનિ થશે.


હું નેકીના માર્ગમાં ચાલું છું, અને ન્યાયના માર્ગને અનુસરું છું.


સવારમાં બી વાવ અને સાંજે પણ તારો હાથ રોકી રાખીશ નહિ. કારણ, આ સફળ થશે કે તે સફળ થશે અથવા બન્‍ને એક્સરખી રીતે સફળ થશે એ તું જાણતો નથી.


વાતનો સાર આ છે કે તું ઈશ્વરનો ડર રાખ અને તેની આજ્ઞાઓ પાળ. દરેક મનુષ્યનું એ એકમાત્ર ર્ક્તવ્ય છે.


હું જાણું છું કે માત્ર ઈશ્વરનાં જ કાર્યો ટકી રહેવાનાં છે; તેમાં ન કશું વધારી શકાય કે ન કશું ઘટાડી શકાય. માણસો તેમનો ડર રાખે તે માટે ઈશ્વર તેવું કરે છે.


અધિક સ્વપ્નો અને બિનજરૂરી વાતો નકામાં છે; પણ તું ઈશ્વરનો ડર રાખ.


અપરાધી માણસ સેંકડોવાર દુષ્કર્મો કર્યા છતાં દીર્ઘાયુષ્ય ભોગવે તો પણ હું જાણું છું કે માત્ર ઈશ્વરનો ડર રાખનારનું જ કલ્યાણ થાય છે.


પણ દુષ્ટનું ભલું થશે નહિ. કારણ, તે ઈશ્વરનો ડર રાખતો નથી અને તેનું જીવન પડછાયાની જેમ લંબાશે નહિ.


હું તેમની સાથે સાર્વકાલિક કરાર કરીશ. હું તેમનું કલ્યાણ કરવામાં ખચકાઈશ નહિ અને તેઓ ફરી કદી મારો ત્યાગ ન કરે માટે હું તેમના હૃદયમાં મારા પ્રત્યે પૂજ્યભાવયુક્ત ડર મૂકીશ.


પણ તમે જેઓ મને આધીન થાઓ છો તેમના પર તો તમને બચાવનારું મારું સામર્થ્ય સૂર્યની જેમ ઊગશે, અને સૂર્યનાં કિરણોની જેમ આરોગ્ય આપશે. કોઢમાંથી છોડેલા કૂદતા વાછરડાની જેમ તમે મુક્ત અને આનંદી થશો.


જેઓ તેમની બીક રાખે છે તેમના પર તેઓ પેઢી દરપેઢી સુધી દયા દર્શાવે છે.


“ઓ ફરોશીઓ, તમારી કેવી દુર્દશા થશે? તમે ફુદીનો, કોથમીર અને બીજી શાકભાજીનો દસમો ભાગ ઈશ્વરને આપો છો. પણ તમે ન્યાય અને ઈશ્વર પ્રત્યેના પ્રેમ વિષે બેદરકારી સેવો છો. તમારે આ કાર્યો કરવાનાં છે અને પેલાં કાર્યો પ્રત્યે બેદરકારી રાખવાની નથી.


Lean sinn:

Sanasan


Sanasan