Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 7:15 - પવિત્ર બાઇબલ C.L.

15 મેં મારા વ્યર્થ જીવનમાં ઘણું બધું નિહાળ્યું છે: નેક માણસ તેની નેકી છતાં માર્યો જાય છે અને દુષ્ટ માણસ પોતાની દુષ્ટતા છતાં દીર્ઘાયુ પ્રાપ્ત કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 આ બધું મારા વ્યર્થપણાના દિવસોમાં મેં જોયું છે: [એટલે] નેક માણસ પોતાની નેકીમાં માર્યો જાય છે, અને દુષ્ટ માણસ પોતાની દુષ્ટતા છતાં દીર્ઘાયુષ્ય ભોગવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 આ બધું મેં મારા વ્યર્થપણાના દિવસોમાં જોયું છે. એટલે નેક પોતાની નેકીમાં મૃત્યુ પામે છે, અને દુષ્ટ માણસ પોતાની દુષ્ટતા હોવા છતાં લાંબુ આયુષ્ય ભોગવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 આ બધું મેં મારા જીવનનાં વ્યર્થપણામાં જોયું છે. કેટલાક સારા માણસો નેક પણું હોવા છતાં યુવાનવયે જ મૃત્યુ પામે છે, જ્યારે કેટલાંક દુષ્ટ લોકો દુષ્ટતામાં રાચીને પણ લાંબુ આયુષ્ય ભોગવે છે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 7:15
21 Iomraidhean Croise  

યાકોબે કહ્યું, “મારા જિંદગીના પ્રવાસમાં મારે 130 વર્ષ થયાં છે. એ વર્ષો છે તો થોડાં, પણ ઘણા દુ:ખમાં વીતાવ્યાં છે. મારા પિતૃઓના પ્રવાસના વર્ષો જેટલાં વર્ષો મારે થયાં નથી.”


બે હરામખોરોએ તેના પર ઈશ્વર અને રાજાને શાપ દીધો હોવાનો આક્ષેપ મૂક્યો અને તેથી તેમણે તેને નગર બહાર લઈ જઈ પથ્થરો મારીને મારી નાખ્યો.


દુષ્ટ પોતાની બૂરી આકાંક્ષાની બડાશ મારે છે; લોભી માણસ પ્રભુની નિંદા કરીને તેમનો નકાર કરે છે.


સાચે જ પૃથ્વી પર ચાલનાર પ્રત્યેક માણસનું જીવન પડછાયા જેવું છે; સાચે જ તેનો બધો પરિશ્રમ વ્યર્થ છે. તે મિલક્તનો સંગ્રહ તો કરે છે, પણ તેના પછી તે કોણ ભોગવશે એ તે જાણતો નથી.


કારણ, તેના સર્વ દિવસો દુ:ખમય તથા તેનો પરિશ્રમ સંતાપજનક છે; રાત્રે તેના મનને ચેન પડતું નથી. આ પણ મિથ્યા છે.


મેં પૃથ્વી પર જોયું કે ન્યાયને સ્થાને દુષ્ટતા અને ધાર્મિક્તાને સ્થાને અધર્મ છે.


મનુષ્ય પોતાનું ક્ષણિક જીવન પડછાયાની જેમ વ્યર્થ વિતાવે છે. તેને માટે જીવનમાં ઉત્તમ શું છે તે કોણ જાણે છે? તેના મૃત્યુ પછી આ પૃથ્વી પર શું થવાનું છે તે મનુષ્યને કોણ કહી શકે?


આ દુનિયામાં ઈશ્વરે તને જે અલ્પ આયુષ્ય આપ્યું છે તે દરમ્યાન તારી પ્રિય પત્ની સાથે જીવનનો આનંદ ભોગવી લે. કારણ, આ દુનિયામાં અને આ જીવનમાં તું જે પરિશ્રમ ઉઠાવે છે તેમાં એ જ તારો હિસ્સો છે.


ધાવણું બાળક થોડા જ દિવસ જીવીને મૃત્યુ પામે અથવા વૃદ્ધ માણસ પાકટ વયનું પૂરું આયુષ્ય જીવવા ન પામે એવું ત્યાં બનશે નહિ. કારણ, કોઈ માણસ સો વર્ષની ઉંમરે મરી જાય તો તે જુવાનવયે મરણ પામ્યો ગણાશે અને સો વર્ષની ઉંમર સુધી પહોંચી નહિ શકનાર પાપી શાપિત કહેવાશે.


તેઓ ભજનસ્થાનમાંથી તમારો બહિષ્કાર કરશે. અરે, એવો સમય આવશે જ્યારે તમને મારી નાખનાર જાણે કે ઈશ્વરની સેવા કરતો હોય તેવું માનશે.


શું કોઈ એવો સંદેશવાહક છે કે જેને તમારા પૂર્વજોએ સતાવ્યો ન હોય? ઘણા સમય પહેલાં ઈશ્વરના ન્યાયી સેવકના આગમન વિષે જાહેરાત કરનાર ઈશ્વરના સંદેશવાહકોને તેમણે મારી નાખ્યા. હવે તમે તે ઈશ્વરના ન્યાયી સેવકને ય દગો દઈને મારી નાખ્યા.


Lean sinn:

Sanasan


Sanasan