Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 6:3 - પવિત્ર બાઇબલ C.L.

3 કોઈ માણસને સો બાળકો હોય અને તેની આવરદા લાંબું હોય તો તે ગમે તેટલું લાંબુ જીવે તોય તેને સુખ ન મળે અને મૃત્યુ પછી તેની યોગ્ય દફનક્રિયા પણ ન થાય, તો હું કહીશ કે તેવા માણસ કરતાં ક્સમધ્યે જન્મેલ મૃત બાળક સારું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 જો કોઈ માણસને સો છોકરાં થાય, અને પોતે એટલાં બધાં વર્ષ સુધી જીવે કે તેનું આયુષ્ય ઘણું લાંબું હોય, પણ તેના જીવને પૂરું સુખ ન હોય, ને વળી તેનું દફન પણ ન થાય; તો હું કહું છું કે, એના કરતાં અધૂરે ગયેલો ગર્ભ સારો છે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જો કોઈ મનુષ્યને સો સંતાનો હોય અને તે પોતે દીર્ઘાયુષ્ય ભોગવે પણ જો તે સુખી ન હોય અને તેનું દફન પણ ન થાય તો હું કહું છું કે, એના કરતાં ગર્ભપાતથી તે મૃતાવસ્થામાં જન્મ્યો હોત તો સારો થાત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 જો કોઇ મનુષ્યને 100 સંતાનો હોય અને તે દીર્ઘાયુષ્ય ભોગવે પણ જો તે સુખી ન હોય અને તેના મૃત્યુ પછી તેને કોઇ યાદ ન કરે; તો હું કહું છું કે, એના કરતાં તો તે મરેલો જ જન્મ્યો હોત તો વધારે સારું હતું.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 6:3
23 Iomraidhean Croise  

એસાવે સામે નજર કરી તો સ્ત્રીઓ તથા બાળકોને જોયાં. ત્યારે તેણે પૂછયું, “આ તારી સાથે કોણ છે?” યાકોબે કહ્યું, “એ તો ઈશ્વરે કૃપા કરીને તમારા સેવકને આપેલાં બાળકો છે.”


યાકોબે કહ્યું, “મારા જિંદગીના પ્રવાસમાં મારે 130 વર્ષ થયાં છે. એ વર્ષો છે તો થોડાં, પણ ઘણા દુ:ખમાં વીતાવ્યાં છે. મારા પિતૃઓના પ્રવાસના વર્ષો જેટલાં વર્ષો મારે થયાં નથી.”


સમરૂન નગરમાં આહાબ રાજાના સિત્તેર વંશજો રહેતા હતા. યેહૂએ પત્ર લખીને તેની નકલો યિઝએલ નગરના અધિકારીઓ, અગ્રણી નાગરિકો અને આહાબના વંશજોના વાલીઓ પર મોકલી. પત્રમાં લખ્યું હતું:


પણ તેને દાટવા લઈ જનાર માણસોએ જઈને જોયું તો તેની ખોપરી અને હાથપગનાં હાડકાં સિવાય કંઈ નહોતું.


તેમણે મને ઘણા પુત્રો આપ્યા છે, અને તેમણે એ બધામાંથી શલોમોનને પ્રભુના રાજ્ય ઇઝરાયલ પર રાજય કરવા પસંદ કર્યો છે.


રહાબામને બધી મળીને અઢાર પત્નીઓ અને સાઠ ઉપપત્નીઓ હતી અને તે અઠ્ઠાવીસ પુત્રોનો અને સાઠ પુત્રીઓનો પિતા હતો. પોતાની સર્વ પત્નીઓ અને ઉપપત્નીઓ પૈકી તે આબ્શાલોમની પુત્રી માખાને સૌથી વધુ ચાહતો હતો.


તેણે પોતાની અઢળક સંપત્તિ, પોતાનાં સંતાન, રાજાએ તેને બઢતી આપીને રાજાના બીજા દરબારીઓ અને અધિકારીઓ કરતાં તેને આપેલું ઊંચું સ્થાન વિગેરે વિષે બડાઈ હાંકી.


આમ, મોર્દખાય માટે તૈયાર કરવામાં આવેલી ફાંસી પર હામાનને લટકાવી દેવામાં આવ્યો. ત્યારબાદ રાજાનો ગુસ્સો શમી ગયો.


હું ગર્ભસ્થાનમાં જ મૃત્યુ કેમ ન પામ્યો? અથવા જનમતાંની સાથે જ મારો પ્રાણ કેમ ચાલ્યો ગયો નહિ?


ગર્ભપાતથી મરેલું જ જન્મ્યું હોય અને સંતાડી દીધું હોય, અને જેમણે જન્મીને પ્રકાશ જોયો જ નથી તેવાં બાળકોની જેમ મારી પણ હયાતી ન હોત.


તેઓ ક્દવમાં ઓગળી જતી જળો જેવા અને સૂર્યને કદી ન જોનાર મૃત જન્મેલા ગર્ભના જેવા બનો.


વૃદ્ધોની શોભા તેમનાં પૌત્રપૌત્રીઓ છે; એમ જ સંતાનોનું ગૌરવ તેમના પિતાઓ છે.


પરંતુ એ બન્‍ને કરતાં જેઓ હજી જન્મ્યાં જ નથી, ને જેમણે પૃથ્વી પર થતાં ભૂંડાં કૃત્યો જોયાં જ નથી તે વધારે સુખી છે.


એવું બાળક વ્યર્થતારૂપે આવે છે, અંધકારમાં લોપ થઈ જાય છે અને તેનું નામ પણ અંધકારમાં ઢંકાઈ જાય છે.


ગધેડાને છાજે એવી તેની અંતિમવિધિ થશે, એટલે કે, તેને ઘસડીને યરુશાલેમના દરવાજાની બહાર ફેંકી દેવામાં આવશે.


તેથી તેને વિષે હું પ્રભુ પોતે કહું છું કે, દાવિદની રાજગાદી પર તેનો કોઈ વંશજ રાજ કરશે નહિ. તેનું શબ દિવસે ગરમીમાં અને રાત્રે ઠંડીમાં બહાર ફેંક્યેલું પડી રહેશે.


સૂર્ય, ચંદ્ર અને તારાઓ જેના પર તેઓ અહોભાવ રાખતા હતા, જેમની તેઓ પૂજા કરતા હતા, અનુસરતા હતા અને સલાહ પૂછતા હતા, અને જેમને તેઓ નમન કરતા હતા તેમની સમક્ષ તે હાડકાં વેરવામાં આવશે; એ હાડકાં એકઠાં કરીને દફનાવાશે નહિ, પણ ભૂમિના પૃષ્ઠ પર ખાતરરૂપ પડયાં રહેશે.


શાસ્ત્રમાં લખેલું છે તે પ્રમાણે માનવપુત્ર મરણ પામશે, પણ જે માણસ માનવપુત્રની ધરપકડ કરાવશે તેને હાય હાય! જો તે જનમ્યો જ ન હોત તો તે તેને માટે સારું થાત!


Lean sinn:

Sanasan


Sanasan