Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 6:10 - પવિત્ર બાઇબલ C.L.

10 હાલ જે કંઈ બને છે તે ઘણા સમય પહેલાં નક્કી થયેલું હતું. આપણે બધા જાણીએ છીએ કે માણસ પોતાથી વધુ શક્તિશાળી સાથે દલીલ કરી શક્તો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 હાલ જે કંઈ છે, તેનું નામ ઘણા વખત અગાઉ પાડવામાં આવ્યું હતું, ને તે માણસ છે એ વાત જાણવામાં આવેલી છે. જે તેના કરતાં વધારે સમર્થ છે તેની સામે તે ટકકર લઈ શકતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 હાલ જે કંઈ છે તેનું નામ પહેલેથી પાડવામાં આવ્યું છે. તે મનુષ્ય છે એ વાત જાણવામાં આવેલી છે. જે તેના કરતાં વધારે બળવાન છે તેની સામે તે બાથ ભીડી શકતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 જે કાંઇ બની રહ્યું છે તેનું પહેલેથી ભૂતકાળમાં વર્ણન થઇ ગયું એ જાણીતું છે કે લોકો, તેઓ કરતા કોઇ વધારે બળવાન હોય તો જીરવી શકતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 6:10
18 Iomraidhean Croise  

પરંતુ પ્રભુ પરમેશ્વરે પુરુષને હાંક મારીને કહ્યું, “તું કયાં છે?”


ઈશ્વર તારા એકેએક પ્રશ્ર્નનો ઉત્તર આપતા નથી, એવું કહીને તું શા માટે તેમની સાથે વિવાદ કરે છે?


“સર્વસમર્થ પર દોષ મૂકનાર હવે વિવાદ કરવા માગે છે? ઈશ્વર સાથે વિવાદમાં ઊતરનાર શું હવે ઉત્તર આપશે?”


ઈશ્વર કંઈ માણસ નથી કે હું તેમને પડકારું કે, “તો ચાલો, અદાલતે જઈને ન્યાય મેળવીએ!”


મનુષ્યનું આયુષ્ય ઘાસ જેવું છે, ખેતરમાંના ફૂલની જેમ તે ખીલે છે;


સાચે જ પૃથ્વી પર ચાલનાર પ્રત્યેક માણસનું જીવન પડછાયા જેવું છે; સાચે જ તેનો બધો પરિશ્રમ વ્યર્થ છે. તે મિલક્તનો સંગ્રહ તો કરે છે, પણ તેના પછી તે કોણ ભોગવશે એ તે જાણતો નથી.


પ્રભુની વિરુદ્ધ સફળ થાય એવું કોઈ જ્ઞાન, કોઈ સમજ કે કોઈ આયોજન નથી.


જે છે તે પહેલાં થઈ ગયેલું છે; જે થવાનું છે તે પણ પહેલાં થઈ ગયેલું છે. ઈશ્વર પ્રત્યેક વસ્તુનું પુનરાવર્તન થવા દે છે.


વધારે દલીલો તેમ વધારે વ્યર્થતા. તેથી દલીલોથી માણસને શો ફાયદો થાય છે?


જેમ કોઈ સિંહ યર્દનની ઝાડીમાંથી સદાય લીલાછમ એવા ઘાસના મેદાનમાં આવી ચડે તેમ હું ધસી આવીશ અને તેમને તેમના પ્રદેશમાંથી અચાનક હાંકી કાઢીશ અને મારા મનપસંદ રાજર્ક્તાને ત્યાં ગોઠવી દઈશ. કારણ, મારા સરખો કોઈ છે? કોણ મારી સામે પડકાર ફેંકી શકે? કયો રાજપાલક મારો સામનો કરી શકે?


અથવા શું આપણે પ્રભુને ગુસ્સે કરવા માગીએ છીએ? શું આપણે તેમના કરતાં જોરાવર છીએ?


Lean sinn:

Sanasan


Sanasan