Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 5:2 - પવિત્ર બાઇબલ C.L.

2 વિચારીને બોલ, અને ઈશ્વર આગળ ઉતાવળથી વચનો ન આપ. ઈશ્વર આકાશમાં છે ને તું પૃથ્વી પર; તેથી તારે કહેવાનું હોય તેથી વિશેષ કંઈ ન કહે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તારે મુખેથી અવિચારી [વાત] ન કર, અને ઈશ્વરની હજૂરમાં કંઈ પણ બોલવાને તારું અંત:કરણ ઉતાવળું ન થાય; કેમ કે ઈશ્વર આકાશમાં છે, અને તું તો પૃથ્વી પર છે! માટે તારા શબ્દો થોડા જ હોય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તારા મુખેથી અવિચારી વાત કરીશ નહિ અને ઈશ્વરની સંમુખ કંઈપણ બોલવા માટે તારું અંત:કરણને ઉતાવળું ન થવા દે. કેમ કે ઈશ્વર આકાશમાં છે અને તું તો પૃથ્વી પર છે માટે તારા શબ્દો થોડા જ હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તારા મુખે અવિચારી વાત કરીશ નહિ, દેવની સન્મુખ કંઇપણ બોલવા માટે તારું અંત:કરણ ઉતાવળું ન થાય; કારણ કે દેવ આકાશમાં છે, અને તું તો પૃથ્વી પર છે; અને તારા શબ્દો તો થોડા જ હોય.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 5:2
21 Iomraidhean Croise  

અબ્રાહામ ફરીથી બોલ્યો, “હું તો ધૂળ અને રાખ સમાન છું,


ત્યારે અબ્રાહામે કહ્યું, “પ્રભુ, તમને રોષ ન ચડે તો હું બોલું. ધારો કે ત્રીસ જ મળે તો?” પ્રભુએ કહ્યું, “જો ત્યાં ત્રીસ જ સદાચારી મળે તો પણ હું તેનો નાશ કરીશ નહિ.”


અબ્રાહામે કહ્યું, પ્રભુ, તમને રોષ ન ચડે તો આ છેલ્લી વાર બોલું, જો ફક્ત દસ જ મળે તો?” “પ્રભુએ જવાબ આપ્યો, “એ દસને લીધે પણ હું એ શહેરનો નાશ કરીશ નહિ.”


પછી યાકોબે માનતા લીધી કે, “જો ઈશ્વર મારું રક્ષણ કરશે અને મને ખાવાને અન્‍ન અને પહેરવાને વસ્ત્રો આપશે,


વળી, આ પથ્થર જે મેં સ્તંભ તરીકે ઊભો કર્યો છે તે ઈશ્વરનું ઘર બનશે. વળી, તે જે કંઈ મને આપશે તે બધાનો દસમો ભાગ હું તેમને અવશ્ય આપીશ!”


અમારા ઈશ્વર તો સ્વર્ગમાં છે. પોતાની ઇચ્છા મુજબ કરવા તે સર્વશક્તિમાન છે,


બહુ બોલવામાં અપરાધ થવાની સંભાવના વધારે હોય છે, પણ બોલવામાં સંયમ જાળવવામાં શાણપણ છે.


‘એ તો સમર્પિત છે, એમ ઉતાવળે માનતા માની લેવી તે ફાંદામાં ફસાવા જેવું છે; માનતા માન્યા પછી તેમાંથી છટકવાનો પ્રયાસ વાજબી નથી.


જ્ઞાનીના મુખના શબ્દો માયાળુ હોય છે, પણ મૂર્ખની જીભ તેના વિનાશનું કારણ બને છે.


મૂર્ખ મૂર્ખાઈથી બોલવાનો આરંભ કરે છે અને નર્યા પાગલપણામાં તેની વાતનો અંત આવે છે.


પુષ્કળ કામની ચિંતાથી પુષ્કળ સ્વપ્નો આવે છે અને વધુ બકવાસ કરવાથી મૂર્ખની મૂર્ખતા પ્રગટ થાય છે.


અધિક સ્વપ્નો અને બિનજરૂરી વાતો નકામાં છે; પણ તું ઈશ્વરનો ડર રાખ.


જેમ પૃથ્વીથી આકાશો ઊંચા છે તેમ મારા માર્ગો તમારા માર્ગોથી અને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે.


“જો કોઈ માણસ ખરી કે ખોટી કોઈપણ બાબત વિષે વગર વિચાર્યે સોગંદ ખાય તો તેની જાણ થતાં જ તે દોષિત ગણાય.


તમારી પ્રાર્થનામાં નિરર્થક બકવાટ ન કરો. તેવું તો વિધર્મીઓ કરે છે, અને તેઓ માને છે કે લાંબી પ્રાર્થના કરવાથી ઈશ્વર તેમનું સાંભળશે.


માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: આકાશમાંના અમારા ઈશ્વરપિતા, તમારા પવિત્ર નામનું સન્માન થાઓ.


અને તેણે સોગંદ ખાઈને કહ્યું, “મારું વચન છે કે તું જે કંઈ માગીશ તે મારા અડધા રાજ્ય સુધી હું તને આપીશ.”


આપણે બધા ઘણીવાર ભૂલો કરીએ છીએ. જે વ્યક્તિ બોલવામાં ભૂલ કરતી નથી તે સંપૂર્ણ છે અને તેના સંપૂર્ણ વ્યક્તિત્વને કાબૂમાં રાખવા શક્તિમાન છે.


યફતાએ પ્રભુને વચન આપ્યું: “જો તમે મને આમ્મોનીઓ પર વિજય પમાડશો,


Lean sinn:

Sanasan


Sanasan