Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 5:14 - પવિત્ર બાઇબલ C.L.

14 પછી તે કોઈ અવિચારી સાહસમાં નાશ પામે છે, અને તેનાં બાળકોના હાથમાં પણ કંઈ આવતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને તે દ્રવ્ય [અવિચારી] સાહસથી નાશ પામે છે; અને જો તેને પેટનો દીકરો હોય, તો તેના હાથમાં કંઈ આવતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પરંતુ તે દ્રવ્ય અવિચારી સાહસને કારણે ચાલ્યું જાય છે અને જો તેને પોતાનો દીકરો હોય તો તેના હાથમાં પણ કશું રહેતું નથી

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 પરંતુ ખોટા સાહસને કારણે સંપત્તિ ચાલી જાય છે અને તેના પોતાના પુત્રોના હાથમાં પણ કઇં આવતું નથી.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 5:14
17 Iomraidhean Croise  

પ્રભુના મંદિરમાંથી અને રાજમહેલમાંથી શલોમોને બનાવેલી સોનાની ઢાલો સહિત તે સર્વ ભંડારો લૂંટી ગયો.


અને કહ્યું કે, “મારી માતાના ઉદરમાંથી હું જન્મ્યો ત્યારે કશું લીધા વગર આવ્યો હતો, અને હું મૃત્યુ પામીશ ત્યારેય સાથે કશું લઈ જવાનો નથી; પ્રભુએ આપ્યું અને પ્રભુએ પાછું લઈ લીધું; યાહવેના નામને ધન્ય હો!”


તેના વાડવાળા ખેતરમાંથીયે ભૂખ્યાજનો તેનો પાક ખાઈ જાય છે; જ્યારે તરસ્યા માણસો તેમના પશુધનની દૂધ માટે લાલસા રાખે છે.


સાચે જ પૃથ્વી પર ચાલનાર પ્રત્યેક માણસનું જીવન પડછાયા જેવું છે; સાચે જ તેનો બધો પરિશ્રમ વ્યર્થ છે. તે મિલક્તનો સંગ્રહ તો કરે છે, પણ તેના પછી તે કોણ ભોગવશે એ તે જાણતો નથી.


જો કે જીવનકાળ દરમ્યાન કોઈ પોતાને સુખી ગણતો હોય અને તેની સફળતાને લીધે લોકો તેની પ્રશંસા કરતા હોય,


હજી તો તેં તારા ધન પર એક દૃષ્ટિ જ ફેંકી હશે, એટલામાં તે અદૃશ્ય થશે; ધનને જાણે પાંખો ફૂટશે, અને ગગનમાં એકદમ ઊડી જતા ગરૂડની જેમ ઊડી જશે.


જે માણસ પર ઈશ્વર પ્રસન્‍ન થાય છે તેને તે જ્ઞાન, વિદ્યા અને આનંદ આપે છે, પણ પાપીને તો તે એકઠું કરીને સંગ્રહ કરવાના કામે લગાડે છે; જેથી જેના પર ઈશ્વર પ્રસન્‍ન છે તેને તે આપે. આ પણ મિથ્યા ને હવામાં બાચકા ભરવા સમાન છે.


મેં પૃથ્વી પર એક દુ:ખદ બાબત જોઈ છે: માણસ પોતાના દુ:ખના સમય માટે ધનનો સંગ્રહ કરે છે.


તે જેવો પોતાની જનેતાની કૂખે જન્મ્યો હતો તેવો જ કશું લીધા વગર પાછો જાય છે. તે પોતાના પરિશ્રમનું કંઈ ફળ પોતાની સાથે લઈ જઈ શકશે નહિ.


“તમે વિપુલ પાકની આશા રાખી, પણ તે થોડો જ થયો. તમે તે અનાજ ઘેર લાવ્યા તો મેં તેને ફૂંક મારી ઉડાવી દીધું. એનું કારણ શું? એનું કારણ એ કે મારું મંદિર ભંગાર હાલતમાં પડયું છે, ત્યારે તમે પોતપોતાના ઘરના ક્મક્જમાં વ્યસ્ત છો.


તારો કોઈ વંશજ બાકી રહી ગયો હોય તો તે એ રાજા પાસે જઈને પૈસા તેમ જ ખોરાક માગશે અને કંઈક ખાવાનું મળે તે માટે તે યજ્ઞકારોને મદદ કરવા દેવાની માગણી કરશે.”


Lean sinn:

Sanasan


Sanasan