Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 5:13 - પવિત્ર બાઇબલ C.L.

13 મેં પૃથ્વી પર એક દુ:ખદ બાબત જોઈ છે: માણસ પોતાના દુ:ખના સમય માટે ધનનો સંગ્રહ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 મેં પૃથ્વી પર એક ભારે દુ:ખ જોયું છે, એટલે દ્રવ્યનો માલિક પોતાની હાનિને માટે જ દ્રવ્ય સંઘરી રાખે છે તે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 મેં પૃથ્વી પર એક ભારે દુઃખ જોયું છે. એટલે દ્રવ્યનો માલિક પોતાના નુકસાનને માટે જ દ્રવ્ય-સંગ્રહ કરી રાખે છે તે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 મેં ત્યારબાદ દુનિયામાં સર્વત્ર એક ગંભીર બાબત જોઇ, એટલે સંપત્તિનો ધણી પોતાની હાનિને માટે જ દ્રવ્ય-સંગ્રહ કરી સંપત્તિ વધારે છે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 5:13
29 Iomraidhean Croise  

તેણે બધી સંપત્તિ પાછી મેળવી અને પોતાના સગા લોતને, તેની સંપત્તિને, સ્ત્રીઓને તેમ જ બાકીના લોકોને તે પાછાં લાવ્યો.


તેથી લોત બહાર ગયો અને પોતાના ભાવિ જમાઈઓને કહ્યું, “જલદી કરો, આ શહેરમાંથી બહાર નીકળી જાઓ; કારણ, પ્રભુ આ શહેરનો નાશ કરવાના છે.” પણ તેના જમાઈઓને લાગ્યું કે લોત માત્ર મજાક ઉડાવે છે.


પણ લોતની પછવાડે ચાલતી તેની પત્નીએ પાછળ જોયું એટલે તે મીઠાનો થાંભલો થઈ ગઈ.


તેના લોભને થોભ નથી, તોપણ પોતે સંઘરેલી સંપત્તિ તે સાચવી શકશે નહિ.


લૂંટ કરનારાઓનો આખરી અંજામ એ જ હોય છે, જુલમ કરી જીવનારા જુલમનો જ ભોગ બને છે.


જ્ઞાનનો અનાદર કરનાર અબુધો મૃત્યુને ભેટશે, અને મૂર્ખોની બેદરકારી તેમના જ વિનાશનું નિમિત્ત બનશે.


કોપને સમયે દોલત કશા કામમાં આવતી નથી, પણ નેકી જ માણસને મૃત્યુમાંથી ઉગારે છે.


ધનવાન થવા માટે તારી જાત ઘસી નાખીશ નહિ, પણ ડહાપણપૂર્વક સંયમ દાખવ.


એક મનુષ્ય એકલો જ છે. તેને નથી ભાઈ કે નથી પુત્ર. છતાં તેની મહેનતનો પાર નથી. તેની આંખો ધનસંપત્તિથી તૃપ્ત થતી નથી. તે પોતે વિચારતો નથી કે હું કોને માટે આ પરિશ્રમ ઉઠાવું છું અને મારી જાતને શા માટે સુખચેનથી વંચિત રાખું છું? આ પણ વ્યર્થતા અને ભારે દુ:ખ છે.


પછી તે કોઈ અવિચારી સાહસમાં નાશ પામે છે, અને તેનાં બાળકોના હાથમાં પણ કંઈ આવતું નથી.


મેં જ્યારે પૃથ્વી પર થતાં કાર્યો પર ગંભીરતાથી વિચાર કર્યો ત્યારે મેં જોયું કે દુનિયામાં એક મનુષ્ય બીજા મનુષ્ય પર સત્તા જમાવી તેને નુક્સાન પહોંચાડે છે.


તે સમયે માણસો હાથે ઘડેલી પોતાની સોનાચાંદીની મૂર્તિઓ ફેંકી દેશે અને તેમને ખંડિયેરોમાં છછુંદર અને ચામાચિડિયાની પાસે તજી દેશે.


પ્રભુના કોપને દિવસે તેમનું સોનુંરૂપું તેમને ઉગારી શકશે નહિ; તેમના કોપાગ્નિથી આખી પૃથ્વી ભસ્મીભૂત થઈ જશે; કારણ, તે પૃથ્વીનાં સર્વ રહેવાસીઓનો એક ઝપાટે અંત લાવશે.”


“એક શ્રીમંત હતો. તે ખૂબ કિંમતી કપડાં પહેરતો અને હંમેશાં ભારે મોજશોખમાં જીવતો હતો. લાઝરસ નામે એક ગરીબ માણસ હતો. તેને આખા શરીરે ગૂમડાં થયેલાં હતાં.


જાખીએ ઊભા થઈને પ્રભુને કહ્યું, “પ્રભુ, મારી અડધી સંપત્તિ હું ગરીબોને આપી દઈશ; અને જો મેં કોઈને છેતર્યો હોય, તો હું તેને ચારગણું પાછું ભરપાઈ કરી આપીશ.”


Lean sinn:

Sanasan


Sanasan