સભાશિક્ષક 4:8 - પવિત્ર બાઇબલ C.L.8 એક મનુષ્ય એકલો જ છે. તેને નથી ભાઈ કે નથી પુત્ર. છતાં તેની મહેનતનો પાર નથી. તેની આંખો ધનસંપત્તિથી તૃપ્ત થતી નથી. તે પોતે વિચારતો નથી કે હું કોને માટે આ પરિશ્રમ ઉઠાવું છું અને મારી જાતને શા માટે સુખચેનથી વંચિત રાખું છું? આ પણ વ્યર્થતા અને ભારે દુ:ખ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 માણસ એકલું હોય, ને તેને બીજું કોઈ [સગુંવહાલું] ન હોય; હા, તેને દીકરો પણ ન હોય તેમ ભાઈયે ન હોય; તે છતાં તેને મહેનતનો પાર નથી, અને દ્રવ્યથી તેની આંખો તૃપ્ત થતી નથી, [તે વિચારતો નથી કે,] હું તે કોને માટે મહેનત ઉઠાવું છું, ને મારા જીવને દુ:ખી કરું છું? એ પણ વ્યર્થતા છે, હા, દારુણ દુ:ખ છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 જો માણસ એકલો હોય અને તેને બીજું કોઈ સગુંવહાલું ન હોય, તેને દીકરો પણ ન હોય કે ભાઈ પણ ન હોય છતાંય તેના પરિશ્રમનો પાર હોતો નથી. અને દ્રવ્યથી તેને સંતોષ નથી તે વિચારતો નથી કે “હું આ પરિશ્રમ કોના માટે કરું છું” અને મારા જીવને દુઃખી કરું છું? આ પણ વ્યર્થતા છે હા, મોટું દુઃખ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ8 જો માણસ એકલું હોય, અને તેને એક પુત્ર કે એક ભાઇ પણ ન હોય; છતાંય તે વધુ ધન પ્રાપ્ત કરવાં ખૂબ પરિશ્રમ કર્યા કરે છે “તેને સંતોષ નથી પણ આ પરિશ્રમ તે કોના માટે કરે છે? શા માટે તે પોતાને આનંદથી દૂર રાખે છે?” આ સર્વ પરિશ્રમ ફકત અક્કલહીન છે! અને તે ખોટનો ધંધો છે. Faic an caibideil |