Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 3:4 - પવિત્ર બાઇબલ C.L.

4 રડવાનો સમય અને હસવાનો સમય, શોક કરવાનો સમય અને નૃત્ય કરવાનો સમય,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 રડવાનો સમય અને હસવાનો સમય; ‍ શોક કરવાનો સમય અને નૃત્ય કરવાનો સમય;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 રડવાનો સમય અને હસવાનો સમય; શોક કરવાનો સમય અને નૃત્ય કરવાનો સમય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 રડવાનો સમય અને હસવાનો સમય; શોક કરવાનો સમય અને નૃત્ય કરવાનો સમય;

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 3:4
23 Iomraidhean Croise  

સારાએ કહ્યું, “ઈશ્વરે મને હસવાનો પ્રસંગ આપ્યો છે. મારી આ વાત સાંભળનાર સૌ કોઈ હસશે.”


પ્રભુની કરારપેટી શહેરમાં લાવવામાં આવી રહી હતી ત્યારે શાઉલની પુત્રી મીખાલે બારીમાંથી ડોકિયું કર્યું અને તેણે રાજા દાવિદને પ્રભુની સમક્ષ નાચતો કૂદતો જોયો અને તેને તેના પ્રત્યે નફરત થઈ આવી.


પછી તો તમે મને વિલાપને બદલે નૃત્ય આપ્યું; મારા ટાટનાં શોકવ ઉતારીને મને આનંદનાં વસ્ત્રો પહેરાવ્યાં છે.


કારણ કે તેમનો કોપ ક્ષણિક છે, પણ તેમની કૃપા જીવનભર ટકે છે. રાત રુદનમાં વીતે, પણ સવારે હર્ષનાદ થાય છે.


એને લીધે, આરોનની બહેન સંદેશવાહિકા મિર્યામે ખંજરી લીધી; અને બધી સ્ત્રીઓ ખંજરી વગાડતાં અને નાચતાં નાચતાં તેની પાછળ ચાલી.


સહવાસનો સમય અને સહવાસથી દૂર રહેવાનો સમય, આલિંગન કરવાનો સમય અને આલિંગન ન કરવાનો સમય, સંગ્રહ કરવાનો સમય અને વિખેરી નાખવાનો સમય,


સુખના દિવસોમાં આનંદ કર ને દુ:ખના દિવસોમાં વિચાર કે ઈશ્વરે સુખદુ:ખને એકબીજાનાં સાથી બનાવ્યાં છે. હવે પછી શું થવાનું છે તે કોઈ માણસ જાણી શકતું નથી.


તમારા ઈશ્વર કહે છે, “મારા લોકને આશ્વાસન આપો, તેમને આશ્વાસન આપો!


યરુશાલેમના લોકોને હેતથી સમજાવો કે, ‘હવે તમારા દુ:ખના દિવસ પૂરા થયા છે. તમારા પાપનું ઋણ ચૂકવાઈ ગયું છે. કારણ, ઈશ્વરે તમને તમારાં બધાં પાપની બમણી શિક્ષા કરી છે.’


’અમે તમારે માટે લગ્નનું સંગીત વગાડયું, પણ તમે નાચ કર્યો નહિ! અમે મૃત્યુગીત ગાયાં, પણ તમે રુદન કર્યું નહિ!’


ઈસુએ જવાબ આપ્યો, જ્યાં સુધી વરરાજા સાથે છે ત્યાં સુધી લગ્નસમારંભમાં આવેલા મહેમાનો દુ:ખી બને એવું શું તમે વિચારી શકો છો? ના, એમ ન બને. પણ એવો સમય આવશે જ્યારે વરરાજાને તેમની પાસેથી લઈ લેવામાં આવશે અને ત્યારે તેઓ ઉપવાસ કરશે.


તેનાં પડોશીઓ તથા સગાસંબંધીઓએ સાંભળ્યું કે ઈશ્વરે તેના પ્રત્યે મહાન દયા દર્શાવી છે, અને તેઓ બધાં તેની સાથે હર્ષ પામ્યાં.


આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. રડનારાઓની સાથે રડો.


ઈશ્વરની ઇચ્છા પ્રમાણે થતો ખેદ દયપરિવર્તન લાવીને ઉદ્ધાર તરફ દોરી જાય છે અને તેમાં પાછળથી પસ્તાવું પડતું નથી; પણ દુન્યવી ખેદ મરણ નિપજાવે છે.


દુ:ખી થાઓ, વિલાપ કરો ને રુદન કરો. તમારા હાસ્યને રુદનમાં અને આનંદને શોકમાં ફેરવી નાખો.


Lean sinn:

Sanasan


Sanasan