Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 3:3 - પવિત્ર બાઇબલ C.L.

3 ઘા કરવાનો સમય અને સાજા કરવાનો સમય, તોડવાનો સમય અને બાંધવાનો સમય,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 મારી નાખવાનો સમય અને સાજું કરવાનો સમય; તોડી પાડવાનો સમય અને બાંધવાનો સમય;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 મારી નાખવાનો સમય અને જીવાડવાનો સમય, તોડી પાડવાનો સમય અને બાંધવાનો સમય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 મારી નાખવાનો સમય અને જીવાડવાનો સમય; તોડી પાડવાનો સમય અને બાંધવાનો સમય;

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 3:3
21 Iomraidhean Croise  

મેં ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માનવજાતને સર્જી હોઈ જો કોઈ અન્ય માણસનો જીવ લે તો તેનો જીવ પણ લેવાશે. હું પ્રત્યેક માણસ પાસેથી તેના સાથીમાનવના જીવનો બદલો માગીશ.


પણ મારા સેવકોનાં ભવિષ્યકથનોને તો હું સાચાં ઠરાવું છું અને મારા સંદેશવાહકોએ ભાખેલી ભાવિ યોજનાઓ પાર પાડું છું. હું યરુશાલેમને કહું છું: ‘તારે ત્યાં ફરીથી લોકો વસશે,’ અને યહૂદિયાનાં નગરોને કહું છું: ‘તમે ફરીથી બંધાશો. તમને તમારાં ખંડિયેરોમાંથી બાંધવામાં આવશે.’


ત્યાર પછી તેમણે મને કહ્યું, “આ લોકોનાં મન જડ કર, કાન બહેરા કર અને તેમની આંખોને આંધળી બનાવ, જેથી તેઓ આંખે જુએ નહિ, કાને સાંભળે નહિ કે મનથી સમજે નહિ. કદાચ તેઓ તે પ્રમાણે કરે તો તેઓ મારી તરફ પાછા ફરે અને સાજા થાય.”


આજે હું તને પ્રજાઓ અને રાષ્ટ્રોને ઉખેડી નાખવા તથા તોડી પાડવા, વિનાશ કરવા તથા ઉથલાવી નાખવા અને બાંધવા તથા રોપવાના કાર્ય પર અધિકાર આપું છું.”


એક વેળાએ હું તેમને ઉખેડી નાખવા, તોડી નાખવા, ઉથલાવી પાડવા, નાશ કરવા અને દુ:ખ દેવા સજાગ હતો તેમ હવે હું તેમને બાંધવા અને રોપવા માટે સજાગ રહીશ. હું પ્રભુ આ બોલું છું.


પરંતુ આખરે હું તેમના ઘા પર રૂઝ લાવીને તેમને આરોગ્ય આપીશ, હું તેમને નીરોગી કરીશ અને હું તેમને અપાર શાંતિ અને સલામતી બક્ષીશ.


તેથી પ્રભુ તને આ પ્રમાણે કહે છે: “અલબત્ત, મેં જે બાંધ્યું છે તે હું તોડી પાડું છું અને મેં જે રોપ્યું છે તે ઉખેડી નાખું છું; અને સમગ્ર દેશમાં તે પ્રમાણે થશે.


એમ તમે જે ભીંત પર ચૂનાના લપેડા કર્યા છે તેને હું પાડી નાખીશ; તેને હું એવી તો જમીનદોસ્ત કરીશ કે તેનો પાયો ઉઘાડો થઇ જશે. એ ભીંત તૂટી પડશે ત્યારે તમે બધાં તેની નીચે નાશ પામશો, અને ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.


સર્વસમર્થ પ્રભુએ હાગ્ગાયને કહ્યું, “આ લોકો કહે છે કે પ્રભુનું મંદિર બાંધવાનો સમય હજી આવ્યો નથી.”


“તો પછી હે મારી પ્રજા, મારું મંદિર ખંડિયેર અવસ્થામાં પડયું છે ત્યારે તમારે તમારાં સુશોભિત મકાનોમાં રહેવાનો આ સમય છે?


પછી દૂતે કહ્યું, “સર્વસમર્થ પ્રભુ, તમે આ સત્તર વર્ષથી યરુશાલેમ અને યહૂદિયાનાં નગરો પર કોપાયમાન થયા છો. તેમના પર દયા દર્શાવવાને હજી કેટલો સમય લાગશે?”


“હવે સમજો કે હું જ એકમાત્ર ઈશ્વર છું, મારા સિવાય અન્ય કોઈ ઈશ્વર નથી. હું મારું છું અને હું જીવાડું છું અને મારા હાથમાંથી છોડાવી શકે એવો કોઈ જ નથી.


કોઈ માણસ બીજા માણસ વિરુદ્ધ પાપ કરે, તો ઈશ્વર તેને માટે હિમાયત કરી શકે, પણ કોઈ માણસ પ્રભુની વિરુદ્ધ પાપ કરે તો તેની હિમાયત કોણ કરશે?” પણ તેમણે તેમના પિતાનું સાંભળ્યું નહિ. કારણ, પ્રભુએ તેમને મારી નાખવાનો નિર્ધાર કર્યો હતો.


પ્રભુ મારે છે અને તે જીવાડે છે. તે માણસોને શેઓલમાં મોકલે છે, અને ત્યાંથી તેમને પાછા પણ લાવે છે.


Lean sinn:

Sanasan


Sanasan