Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 3:20 - પવિત્ર બાઇબલ C.L.

20 એ બન્‍ને એક જ જગ્યાએ જાય છે. સર્વ માટીમાંથી જન્મે છે ને પાછાં માટીમાં મળી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 સર્વ એક જ જગાએ જાય છે; સર્વ ધૂળનાં છે, ને સર્વ પાછાં ધૂળમાં મળી જાય છે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 એક જ જગાએ સર્વ જાય છે સર્વ ધૂળના છીએ અને અંતે સર્વ ધૂળમાં જ મળી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 એક જ જગાએ સર્વ જાય છે; સર્વ માટીમાંથી આવ્યાં છે, ને અંતે સર્વ માટીમાં જ મળી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 3:20
20 Iomraidhean Croise  

ઇશ્માએલ એક્સો સાડત્રીસ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો અને પોતાના પૂર્વજો સાથે મળી ગયો.


તે પોતાની વૃદ્ધાવસ્થામાં ઘણી મોટી ઉંમરે મરણ પામ્યો અને પોતાના પૂર્વજો સાથે મળી ગયો.


કપાળેથી પરસેવો પાડી પાડીને તું ખોરાક મેળવશે, અને એમ કરતાં કરતાં જે ભૂમિમાંથી તને લેવામાં આવ્યો છે એમાં તું પાછો મળી જશે. કારણ, તું માટીનો બનેલો છે અને માટીમાં ભળી જશે.”


પરંતુ માણસ મૃત્યુ પામે છે અને તેને પોઢાડી દેવાય છે. તે અંતિમ શ્વાસ પૂરો કરે પછી તે ક્યાં છે?


મરી ગયેલો માણસ ફરીથી સજીવન થાય? તેથી મારી દશા બદલાય ત્યાં સુધી, અને મારી સર્વ વિપત્તિનો અંત આવે ત્યાં સુધી હું પ્રતીક્ષા કરીશ.


પરંતુ મૃત્યુલોક શેઓલ જ મારું ઘર બને એવી આશા મેં રાખી હોય, અને મેં મારું બિછાનું અંધકારમાં જ બિછાવ્યું હોય;


છતાં પડતો માણસ બચવા માટે પોતાનો હાથ લંબાવે નહિ? એની દુર્દશામાં તે મદદ માટે પોકાર નહિ પાડે?


તો સમગ્ર સજીવો એક સાથે નષ્ટ થઈ જાય, અને માનવજાત ધૂળ ભેગી થઈ જાય!


વાદળ વેરાઈ જઈને લોપ થઈ જાય છે, તેમજ મૃત્યુલોક શેઓલમાં ઊતરનાર પાછા ઉપર આવતા નથી.


તે આપણું બંધારણ જાણે છે; આપણે માટીમાંથી બનેલાં છીએ તેનું તેમને સ્મરણ છે.


તમે તમારું મુખ સંતાડો છો ત્યારે તેઓ ભયભીત બને છે; તમે તમારો ‘શ્વાસ પાછો લઈ લો’ ત્યારે તેઓ મરણ પામે છે, અને પાછાં માટીમાં ભળી જાય છે.


ઘેટાંની જેમ તેમને મૃત્યુલોક શેઓલની સજા થઈ છે; મૃત્યુ તેમનો ઘેટાંપાલક બનશે, તેઓ સીધેસીધા કબરમાં ઊતરી જશે, અને તેમના અવયવો ગળી જશે અને મૃત્યુલોક શેઓલ તેમનું નિવાસસ્થાન બનશે.


ત્યારે આપણું શરીર માટીમાં મળી જશે અને ઈશ્વરે આપેલો આત્મા તેની પાસે પાછો જશે.


મનુષ્યનો આત્મા ઉપર જાય છે અને પશુનો આત્મા નીચે ધરતીમાં જાય છે, તેની કોને ખબર છે?


કારણ, તે માણસ ભલે બે હજાર વર્ષ જીવે, છતાં તેણે જીવનનું કશું સુખ ભોગવ્યું નહિ. ખરેખર તો એવાં બધાંયે એક જગ્યાએ જતાં નથી?


મિજબાનીના ઘરમાં જવા કરતાં મૃત્યુને લીધે શોકપીડિત ઘરમાં જવું સારું છે; કારણ, મૃત્યુ એ સર્વ માણસોનો અંત છે. દરેક જીવંત વ્યક્તિએ આ વાત સદા સ્મરણમાં રાખવી જોઈએ.


જે કંઈ કામ તારા હાથમાં આવે તે તારી પૂરી તાક્તથી કર. કારણ, તારા મૃત્યુ પછી તારે મરેલાંની દુનિયામાં જવાનું છે, જ્યાં કોઈ કામ, યોજના, જ્ઞાન કે બુદ્ધિ નથી.


મરી ગયેલાઓમાંના ઘણા સજીવન થશે. કેટલાક સાર્વકાલિક જીવનનો અનુભવ માણશે, તો બીજા કેટલાક સાર્વકાલિક લજ્જા ભોગવશે.


એ જોયા પછી તારે તારા ભાઈ આરોનની માફક તારા પિતૃઓની સાથે ભળી જવાનું છે.


Lean sinn:

Sanasan


Sanasan