Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 3:19 - પવિત્ર બાઇબલ C.L.

19 મનુષ્ય અને પશુ બંનેનું ભાવિ એક જ છે. જેમ પશુ મરે છે તેમ જ માણસ મરે છે. બધામાં એક જ પ્રાણ હોય છે. મનુષ્યો પશુઓ કરતાં જરાય ચડિયાતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 કેમ કે માણસોને જે થાય છે તે જ પશુઓને થાય છે; તેઓની એક જ દશા થાય છે: જેમ એક મરે છે તેમ બીજું પણ મરે છે; તે સર્વને એક જ પ્રાણ હોય છે; અને માણસ પશુ કરતાં બિલકુલ શ્રેષ્ઠ નથી; કેમ કે બધું વ્યર્થ જ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 કેમ કે માણસોને જે થાય છે તે જ પશુઓને થાય છે. તેઓની એક જ સ્થિતિ થાય છે. જેમ એક મરે છે. તેમ બીજું પણ મરે છે. તે સર્વને એક જ પ્રાણ હોય છે તેથી મનુષ્ય પશુઓ કરતાં જરાય શ્રેષ્ઠ નથી. શું તે સઘળું વ્યર્થ નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 કારણ કે પશુઓના જે હાલ થાય છે તે જ હાલ મનુષ્યનાં થાય છે. મૃત્યુ બંને માટે છે, સર્વને એક જ પ્રાણ હોય છે તેથી મનુષ્ય જાતને પશુઓ કરતાં વધારે લાભ મળતો નથી. કેવી વ્યર્થતા!

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 3:19
18 Iomraidhean Croise  

આપણે સૌએ એકવાર મરવાનું છે. જેમ જમીન પર ઢોળાઈ ગયેલું પાણી એકઠું કરી શક્તું નથી તેના જેવા આપણે છીએ. ઈશ્વર જીવ લેતા નથી, પણ એથી ઊલટું, તે દેશનિકાલ થયેલા માણસને પાછો લાવવાની યોજના કરે છે.


તમે તમારું મુખ સંતાડો છો ત્યારે તેઓ ભયભીત બને છે; તમે તમારો ‘શ્વાસ પાછો લઈ લો’ ત્યારે તેઓ મરણ પામે છે, અને પાછાં માટીમાં ભળી જાય છે.


મનુષ્યનો વૈભવ તેના મોતને ટાળી શક્તો નથી; તે તો નાશવંત પશુના જેવો છે.


ખોટો આત્મવિશ્વાસ ધરાવનારાઓનો એવો અંજામ થશે. પોતાના ધનથી સંતુષ્ટ રહેનારાઓનો આવો અંત થશે. (સેલાહ)


મનુષ્યનો વૈભવ તેના મોતને ટાળી શક્તો નથી; તે તો નાશવંત પશુના જેવો છે.


પૃથ્વી પર થતાં સર્વ કાર્યો મેં જોયાં છે. તે સર્વ મિથ્યા અને હવામાં બાચકા ભરવા જેવાં છે.


જ્ઞાન અને મૂર્ખતા, શાણપણ અને પાગલપણા વચ્ચેનો તફાવત સમજવા મેં નિશ્ર્વય કર્યો. પણ મને સમજાયું કે તે પણ હવામાં બાચકા ભરવા જેવું છે.


જ્ઞાનીની આંખો તેના માથામાં છે. તે પોતાનો માર્ગ જોઈ શકે છે, જયારે મૂર્ખ અંધકારમાં ચાલે છે. છતાં મને માલૂમ પડયું કે એ બધાનું ભાવિ સરખું જ છે.


નથી કોઈ જ્ઞાનીને સંભારતું કે નથી કોઈ મૂર્ખને. ભવિષ્યમાં આપણે બધા ભુલાઈ જઈશુ. જ્ઞાની પણ મૂર્ખની જેમ જ મરે છે!


મિજબાનીના ઘરમાં જવા કરતાં મૃત્યુને લીધે શોકપીડિત ઘરમાં જવું સારું છે; કારણ, મૃત્યુ એ સર્વ માણસોનો અંત છે. દરેક જીવંત વ્યક્તિએ આ વાત સદા સ્મરણમાં રાખવી જોઈએ.


પોતાનો સમય ક્યારે આવશે તે કોઈ માણસ જાણતો નથી. જાળમાં સપડાઈ જતી માછલીની જેમ, ફાંદામાં ફસાઈ જતા પક્ષીની જેમ મનુષ્યો માઠા સમયની જાળમાં અચાનક ફસાઈ જાય છે.


સદાચારી અને દુરાચારી, ભલા અને ભૂંડા, શુદ્ધ અને અશુદ્ધ, યજ્ઞ કરનાર અને ન કરનાર સૌનું ભાવિ એક જ છે. જેવી સજ્જનની તેવી જ દુર્જનની હાલત થાય છે. સોગન ખાનાર અને સોગનથી ડરનાર બન્‍નેનું ભાવિ એક જ છે.


જો આ લોકો શિક્ષા પામ્યા વગર બધા માણસોની જેમ કુદરતી મોતે મરે તો પ્રભુએ મને મોકલ્યો નથી એમ માનવું.


Lean sinn:

Sanasan


Sanasan