Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 3:13 - પવિત્ર બાઇબલ C.L.

13 માણસ ખાય, પીએ અને પોતાની મહેનતનું ફળ ભોગવે એ ઈશ્વરનું વરદાન છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 વળી દરેક મનુષ્ય ખાયપીએ, ને પોતાની સર્વ મહેનતનું સુખ ભોગવે, એ ઈશ્વરનું વરદાન છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 વળી તેણે ખાવું, પીવું અને પોતાની સર્વ મહેનતથી સંતોષ અનુભવવો. આ તેને ઈશ્વર તરફથી પ્રાપ્ત થયેલું કૃપાદાન છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તેણે ખાવું, પીવું અને પરિશ્રમથી જે સિદ્ધ કર્યુ છે તેનાથી સંતોષ અનુભવવો, કારણ કે આ દેવ તરફથી પ્રાપ્ત થયેલું કૃપાદાન છે.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 3:13
14 Iomraidhean Croise  

તું તારા હાથના પરિશ્રમનાં ફળ ખાશે; તું સુખી થશે, તારું કલ્યાણ થશે.


કોને જીવનનો આનંદ માણવો છે? કોણ આબાદી ભોગવવા દીર્ઘાયુષ્ય ચાહે છે?


મનુષ્ય ખાય, પીએ અને આનંદ સાથે પરિશ્રમ કરે એના કરતાં એને માટે બીજું કશું વધારે સારું નથી. મેં જોયું છે કે એ પણ ઈશ્વરના હાથની વાત છે.


પૃથ્વી પરનું પોતાનું અલ્પ આયુષ્ય પસાર કરવાનો મનુષ્ય માટે કયો માર્ગ ઉત્તમ છે તેની ચક્સણી કરી જોવા મારા મનને જ્ઞાનના પ્રભાવ હેઠળ રહેવા દઈ મારા તનને મદિરાપાનથી આનંદિત કરવાનો પ્રયાસ કરવાની મૂર્ખાઈ મેં કરી.


ઈશ્વર કોઈને ધન, સંપત્તિ તથા સન્માન આપે છે. તે જે કંઈ ઇચ્છે છે તે તેને પ્રાપ્ત થાય છે. પણ ઈશ્વર તેને પોતાની ધનસંપત્તિનો ઉપભોગ કરવાની શક્તિ આપતા નથી, પણ કોઈ અજાણ્યો જ તેમનો ઉપભોગ કરે છે. આ પણ વ્યર્થતા અને ભારે દુ:ખની વાત છે.


તેથી હું આનંદથી જીવવાની ભલામણ કરું છું. કારણ, ખાવું, પીવું અને મોજમઝા કરવી તે વિના માણસ માટે દુનિયામાં બીજું કંઈ સારું નથી. ઈશ્વરે આ દુનિયામાં તેને આપેલા આયુષ્યમાં તેણે કરેલા પરિશ્રમના ફળરૂપે તેને એટલું તો મળવું જોઈએ.


જા, આનંદથી તારું ભોજન ખા અને ઉમંગથી દ્રાક્ષાસવ પી, કારણ, તારાં કામનો ઈશ્વરે સ્વીકાર કર્યો છે.


અને ત્યાં તમારા ઈશ્વર પ્રભુના સાંનિધ્યમાં તમારે બધાંએ જમવું અને પ્રભુના આશિષને લીધે તમને તમારાં બધાં કાર્યોમાં મળેલી સફળતાને લીધે આનંદોત્સવ કરવો.


ત્યાર પછી તમને અને તમારા કુટુંબને પ્રભુએ આપેલાં સારાં વાનાંથી આભારી થઈને તમારી વચમાં રહેનાર લેવીઓ અને પરદેશીઓ સાથે આનંદોત્સવ કરવો.


Lean sinn:

Sanasan


Sanasan