Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 3:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પ્રત્યેક બાબત માટે નિશ્ર્વિત સમય હોય છે. પ્રત્યેક સમય માટે ચોક્કસ મોસમ હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પૃથ્વી ઉપર દરેક બાબતને માટે ઋતુ, અને દરેક કામને માટે સમય હોય છે:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પૃથ્વી ઉપર પ્રત્યેક વસ્તુને માટે યોગ્ય ઋતુ અને પ્રત્યેક પ્રયોજનો માટે યોગ્ય સમય હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 પૃથ્વી ઉપર પ્રત્યેક વસ્તુને માટે યોગ્ય ઋતુ, અને પ્રત્યેક પ્રયોજનો માટે યોગ્ય સમય હોય છે:

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 3:1
12 Iomraidhean Croise  

પણ એલિશાએ તેને કહ્યું, “એ માણસ તને મળવા રથમાંથી નીચે ઊતર્યો ત્યારે મારું હૃદય ત્યાં તારી સાથે નહોતું? અત્યારે પૈસા, વસ્ત્રો, ઓલિવવાડીઓ કે દ્રાક્ષવાડીઓ, ઘેટાં, પશુઓ કે નોકરો સ્વીકારવાનો આ સમય છે?


મનાશ્શા સંકટમાં આવી પડયો એટલે તે પોતાના પૂર્વજોના ઈશ્વર પ્રભુ તરફ ફર્યો અને તેમની પ્રાર્થના કરી.


પોતાની હાજરજવાબીથી માણસને આનંદ થાય છે, અને સમયોચિત વાણી કેવી યથાર્થ લાગે છે!


પ્રથમ તારાં ખેતર તૈયાર કર, અને તું આજીવિકા રળી શકીશ કે નહિ તેની ખાતરી કર; તે પછી જ તારું ઘર બાંધ.


પૃથ્વી પર કરાતાં કાર્યોનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરવા અને તેમનું રહસ્ય સમજવા મેં મારું મન લગાડયું છે. ઈશ્વરે મનુષ્યોને કાર્યરત રાખવા કષ્ટદાયક બોજ આપ્યો છે.


તેથી મને જિંદગી પ્રત્યે ધૃણા ઊપજી. કારણ, આ પૃથ્વી ઉપર જે કામો કરવામાં આવે છે તે મને દુ:ખદાયક થઈ પડયાં છે. બધું જ મિથ્યા છે, હવામાં બાચકા ભરવા સમાન છે.


પૃથ્વી પરનું પોતાનું અલ્પ આયુષ્ય પસાર કરવાનો મનુષ્ય માટે કયો માર્ગ ઉત્તમ છે તેની ચક્સણી કરી જોવા મારા મનને જ્ઞાનના પ્રભાવ હેઠળ રહેવા દઈ મારા તનને મદિરાપાનથી આનંદિત કરવાનો પ્રયાસ કરવાની મૂર્ખાઈ મેં કરી.


મેં મારા મનમાં વિચાર્યું છે, તેથી ઈશ્વર સદાચારી અને દુરાચારી બધાંનો અદલ ન્યાય કરશે.


સુખના દિવસોમાં આનંદ કર ને દુ:ખના દિવસોમાં વિચાર કે ઈશ્વરે સુખદુ:ખને એકબીજાનાં સાથી બનાવ્યાં છે. હવે પછી શું થવાનું છે તે કોઈ માણસ જાણી શકતું નથી.


ઇજિપ્તના રાજા ફેરોને નવું ઉપનામ આપો: ‘બડાઈખોર’; તેણે આવેલી તક ગુમાવી દીધી છે.


વહેલી ભાતે આકાશ લાલ અને ઘેરું હોય, તો તમે કહો છો કે વાવાઝોડું થશે. આકાશ તરફ જોઈને તમે હવામાનની આગાહી કરી શકો છો, પણ તમે સમયનાં ચિહ્નો પારખી શક્તા નથી!


Lean sinn:

Sanasan


Sanasan