Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સભાશિક્ષક 2:8 - પવિત્ર બાઇબલ C.L.

8 મેં સોનુંરૂપું તથા રાજાઓ અને પ્રદેશના ખજાનાઓ એકઠા કર્યા. ગાયકગાયિકાઓ મને મનોરંજન પૂરું પાડતા અને પુરુષો જેમાં આનંદ માને છે તે એટલે ઘણી ઉપપત્નીઓ પણ મારી પાસે હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 વળી મેં પોતાને માટે સોનુંરૂપું અને રાજાઓનું તથા પ્રાંતોનું ખાનગી દ્રવ્ય પણ ભેગું કર્યું. મેં પોતાને માટે ગવૈયા, ગાનારીઓ તથા જેમાં પુરુષો આનંદ માને છે તે, એટલે અતિ ઘણી ઉપપત્નીઓ, મેળવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 મેં મારા માટે ઘણું સોનું, ચાંદી અને રાજાઓનું તથા પ્રાંતોનું ખાનગી દ્રવ્ય પણ ભેગું કર્યું. મેં પોતાને માટે ગવૈયા, ગાનારીઓ તથા જેમાં પુરુષો આનંદ માણે છે, તે એટલે અતિ ઘણી ઉપપત્નીઓ મેળવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 મેં મારા માટે ઘણું સોનું ચાંદી અને રાજાઓનું તથા પરગણાંનું ખાનગી દ્રવ્ય પણ ભેગું કર્યું; મેં પોતાને માટે ગવૈયા, ગાનારીઓ તથા જેમાં પુરુષો આનંદ માણે છે, તે એટલે અતિ ઘણી ઉપપત્નીઓ, મેળવી.

Faic an caibideil Dèan lethbhreac




સભાશિક્ષક 2:8
21 Iomraidhean Croise  

હું એંસી વર્ષનો છું અને મને કશામાં રસ રહ્યો નથી. હું જે ખાઉંપીઉં છું તેનો આસ્વાદ માણી શક્તો નથી. હું ગાયક- ગાયિકાનો સાદ સાંભળી શક્તો નથી. હું યરુશાલેમ આવીને આપને શા માટે બોજારૂપ થાઉં?


પછી તેણે શલોમોન રાજાને બક્ષિસમાં ચાર હજાર કિલો કરતાં વધારે સોનું અને પુષ્કળ પ્રમાણમાં સુગંધીદ્રવ્યો અને ઝવેરાત આપ્યાં. શેબાની રાણીએ તેને જેટલાં સુગંધીદ્રવ્યો આપ્યાં તેટલાં ક્યારેય કોઈના તરફથી મળ્યાં નહોતાં.


શલોમોન રાજાને દર વર્ષે લગભગ ત્રેવીસ હજાર કિલો સોનું મળતું.


શલોમોનના પીવાના સર્વ પ્યાલાઓ અને “લબાનોન વનખંડ” સર્વ પાત્રો સોનાનાં હતાં. ચાંદી તો વાપરી જ નહોતી, કારણ, શલોમોનના સમયમાં તેનું કોઈ મૂલ્ય નહોતું.


શલોમોને સાતસો રાજકુંવરીઓ સાથે લગ્ન કર્યાં હતાં અને તેને ત્રણસો ઉપપત્નીઓ હતી. તેમણે ઈશ્વર પ્રત્યેથી તેનું મન ભટકાવી દીધું,


રહાબામ રાજાએ સોનાની ઢાલોની જગ્યાએ તાંબાની ઢાલો મૂકી અને રાજમહેલના સંરક્ષક અધિકારીઓને સોંપી.


હિરામે શલોમોનને ચાર હજાર કિલો કરતાં વધુ સોનું આપ્યું હતું.


દરિયાઈ માર્ગે ઓફિરના દેશમાં જઈ તેઓ શલોમોન રાજા માટે ચૌદ હજાર કિલો કરતાં વધારે સોનું લાવ્યા.


દાવિદ તથા તેના સેનાધિકારીઓએ સેવાના કામને માટે આસાફ, હેમાન અને યદૂથુનનાં ગોત્રોને નીમ્યાં. તેમણે વીણા, સિતાર તથા ઝાંઝ વગાડતાં વગાડતાં સ્તોત્ર ગાવાનાં હતાં. સોંપેલી સેવાના પ્રકાર પ્રમાણે તેમની યાદી આ પ્રમાણે છે.


તેઓ સૌ પોતાના પિતાની દોરવણી હેઠળ ઈશ્વરના મંદિરમાં ઝાંઝ, સિતાર તથા વીણા વગાડી પ્રભુનું સ્તવન કરતા. આસાફ, યદૂથુન અને હેમાન રાજાની દોરવણી હેઠળ હતા.


શલોમોને એ સુખડનું લાકડું મંદિરના તેમજ પોતાના રાજમહેલના દાદર બનાવવા તથા સંગીતકારો માટે વીણા તથા સિતાર બનાવવા વાપર્યું હતું. યહૂદિયામાં અગાઉ એના જેવી વસ્તુઓ કદી કોઈએ જોઈ નહોતી.


તત્ત્વચિંતક કહે છે: મિથ્યા જ મિથ્યા. મિથ્યા, અતિ મિથ્યા. બધું જ મિથ્યા છે.


તો હવે જ્યારે તમે રણશિંગડાના અવાજ પછી વાંસળી, વીણા, સિતાર, મોરલી વિગેરે સર્વ વાજિંત્રો વાગતાં સાંભળો ત્યારે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને મારી સ્થાપેલી મૂર્તિની પૂજા કરજો. જો તમે તેમ નહિ કરો તો તમને તરત જ અગ્નિની ભડભડતી ભઠ્ઠીમાં નાખી દેવામાં આવશે. શું તમે એમ માનો છો કે મારા હાથમાંથી તમને બચાવી શકે એવો કોઈ દેવ છે?”


તમે રણશિંગડાંના નાદ પછી વાંસળી, વીણા, સિતાર, સારંગી, મોરલી વિગેરે સર્વ પ્રકારનાં વાંજિત્રોનો નાદ સાંભળો કે તરત તમારે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને નબૂખાદનેસ્સાર રાજાએ બનાવેલી મૂર્તિની પૂજા કરવી.


તેથી રણશિંગડાંના અવાજ પછી વાંસળી, વીણા, સિતાર, સારંગી, મોરલી વિગેરે સર્વ પ્રકારનાં વાંજિત્રોનો નાદ સાંભળતાની સાથે જ સર્વ રાષ્ટ્રો, પ્રજાઓ અને ભાષાના લોકોએ નબૂખાદનેસ્સાર રાજાએ પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિની સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને પૂજા કરી.


દાવિદની જેમ નવાં નવાં ગીતો બનાવી તેમને સારંગીના સૂર સાથે ગાવાનું તમને ગમે છે.


Lean sinn:

Sanasan


Sanasan